________________
૩૪:
શારદા સુવાસ
જેટલી બને તેટલી ધર્મારાધના કરીને ધમનું ભથુ' ભરો. જેને આ વાત સમજાણી નથી તેવા જીવા રાત દિવસ ધન મેળવવાની ધમાલમાં મગ્ન બને છે, અને જેને જ્ઞાનીના વચન સમજાઈ જાય છે તે જીવા અને તેટલે ધમ કરે છે.
બાર ભાવનાનું ચિંતન શુ આપે છે ? :- મ'એ ! શરીર, ધન, યૌવન, જીવન અને સસારના તમામ વૈભવા અનિત્ય છે. આ પ્રમાણે અનિત્યતાના સ્વરૂપના વિચાર કરતાં તેમાં રાગ ન થાય તેનું નામ વિરાગ છે, અને તેનું ફળ પર પરાએ વીતરાગ બનવું તે છે, કારણ અનિત્યાદિ ખાર ભાવનાઓના ચિંતનમાં કેવળજ્ઞાનના બીજ પડેલા છે. માર ભાવનાનું ચિંતન કરનાર સાધકને અંતરમાંથી કેવળજ્ઞનના રણકાર આવ્યા વિના રહેતા નથી. એકેક ભાવનાના ચિંતનમાં ભત્રના નાશ કરવાની પ્રચંડ તાકાત રહેલી છે. માટે આજથી તમે ચિંતનમાં જોડાઈ જાઓ. મેાક્ષપ્રાપ્તિને આ એક અમોઘ ઉપાય છે. સાચા હૃદયથી આવી ભાવનાનું ચિંતન કરશેા તા મેક્ષપ્રાપ્તિ મુશ્કેલ નથી, પણ આ ભાવના લૂખી ન હેાવી ોઈએ. સમજણપૂર્વક, શુદ્ધ શ્રદ્ધા સહિત હોવી જોઈ એ, તે કેવળજ્ઞાન પ્રાપ્તિ અને મેક્ષ મળે. હું તમને શરૂઆતમાં કહી ગઈ ને કે વીતરાગ પ્રભુની વાણીના શબ્દે શબ્દમાં અલૌકિક રહસ્યા ભરેલા છે, પણુ એનુ ચિંતન કરીએ તે રહસ્યા સમજાય ને ? એલા, તમે અહીંથી સાંસળીને ગયા પછી ચિંતન કરે છે ખરા ? જેમ મે'દીના પાંદડે પાંદડે રંગ છે પણ એને ઘૂંટવામાં આવે તે રગ પ્રગટે છે, તેમ જિનવાણીના શબ્દે શબ્દમાં વિરાગ ભરેલા છે, રહસ્ય ભરેલાં પણુ અંતરના ઉંડાણુમાંથી ચિંતન કરે તે વિરાગ પ્રગટે તે રહસ્ય સમજાય,
ભગવાને એમની દ્વિશ્ય વાણી દ્વારા આપણને સમજાવ્યું છે કે હું જીવા! તમે આ સ'સારમાં કોઈ પણ વસ્તુ કે સ્થાન ઉપર રાગ ન કરે, કારણ કે આ સંસારના દરેક પદાર્થોં અનિત્ય છે. સર્વાસિદ્ધિ વિમાનના મહધિક દેવાનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનુ છે, તેવા દેવા પણ આયુષ્ય પૂ રું થયે ત્યાંથી ચવે છે અને તેમના આત્મા આ મૃત્યુલેકમાં હાંધાતી ગર્ભાવાસની કોટડીમાં ઉત્પન્ન થાય છે. આવા નિશ્ચય એકાવતારી દેવેને પણ આયુષ્ય પૂરું થતાં ત્યાંથી ચવવુ’ પડે છે તે આ સંસારમાં બીજું શું શાશ્વત છે ? આટલા માટે જ્ઞાનીપુરૂષોએ ચાર ગતિ રૂપ સ'સારમાં આવેલા સ` સ્થાનાને અનિત્ય કહ્યા છે. દેવા જે વિમાનમાં ઉત્પન્ન થાય છે તે વિમાના શાશ્વત છે પણ તેમાં રહેનારા દેવા શાશ્વત નથી. દવાની દુનિયામાં સર્વાર્થસિદ્ધ વિમાન એ ઉંચામાં ઊંચું સ્થાન છે. તેમાં ઉત્પન્ન થયેલા ધ્રુવ પણ આયુષ્ય પૂરું થતાં ત્યાંથી મૃત્યુલાકમાં આવે છે, પછી દુનિયામાં શાશ્વત કણ રહેવાનુ છે ? શા માટે જીવ આ બધી વણાઓને પોતાની માનીને બેસી ગયા છે? જો જીવ આ અનિત્યતાના સ્વરૂપને સમજે તે એક ક્ષગુમાં એના મેહુ ઉતરી જાય અને માક્ષમાર્ગ તરફ વળી જાય.