SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા, સુવાસ પેલી ઈર્ષાળુ કંપનીને પ્રધાનનું કાસળ કાઢવું હતું પણ તેને બદલે રાજ્ય તરફથી પ્રધાનનું અને તેના કુટુંબનું ઉલટું માન વધ્યું. બંધુઓ ! આ ચાર પુરૂને કબાટમાં પૂરવા ને આ બધું કરવું તે સામાન્ય, કામ ન હતું પણ આ પુત્રવધૂના પિતા બહુ મેટા માણસ હતા. તે ખૂબ પવિત્ર હતા એટલે આ કામ પુત્રવધૂ કરી શકી. પિતાની સહાયથી પિતાના સસરાજીને ચિંતામાંથી મુક્ત કર્યા ને કુટુંબની ઈજજત વધારી. પ્રધાને પણ ઘેર જઈને પિતાની પુત્રવધૂની મુક્ત કંઠે પ્રશંસા કરતા ધન્યવાદ આપ્યા. બેટા! તે તે આજે મને મેટી મુશીબતમાંથી ઉગાર્યો છે ને મારી ઈજજત સાચવી છે. ધન્ય છે તારી જનેતાને ! ત્યારે પુત્રવધુએ કહ્યું. પિતાજી ! મેં તે આમાં કંઈ જ કર્યું નથી. આ તે આપ વડીલેની કૃપા અને આશીર્વાદ છે. આપણા અધિકારમાં અપરાજિત રાજા શ્રીષેણ રાજાને ત્યાં શંખકુમાર તરીકે જન્મ્યા છે. એ રાજાને ત્યાં ગુણનિધિ નામે પ્રધાન છે. તેને ત્યાં કે જન્મ લેશે, પ્રીતિમતી કયાં જન્મ લેશે તે વાત અવસરે વિચારીશું. સમય થઈ ગયું છે. યુઝ શાંતિ. વ્યાખ્યાન ન. ૩૬ શ્રાવણ વદ ૩ ને સેમવાર તા. ૨૧-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને બહેને ! રાગદ્વેષના વિજેતા, મેક્ષ માર્ગના પ્રણેતા એવા ભગવંત ભવ્યજીને ઉપદેશ આપતા ફરમાવે છે કે હે આત્માઓ ! આ સુંદર માનવજીવન પામીને અનંતકાળથી મલીન બનેલા આત્માને વિશુદ્ધ બનાવવાને પુરૂષાર્થ કરવાનું છે. આજે જગતમાં માનવી કેટકેટલી વસ્તુને ઉજજવળ, નિર્મળ, ચાખી અને શુદ્ધ રાખવા તત્પર રહે છે. મેલી અને ગંદી વસ્તુ એને જરા વાર પણ ખમાતી નથી. કદાચ સગવશાત ચલાવવી પડે તે ચલાવી લે પણ એની નજરમાં તે એ મેલી વસ્તુ ખટક્તી હોય છે. તે મેલ કાઢવા ઝંખતે જ હોય છે. મેલી વસ્તુને જોઈને એને સૂગ ચઢે છે. જ્યારે તેને શુદ્ધ અને સ્વચ્છ બનાવું તેને વિચારમાં જ રમતો હોય છે અને તક મળતાં જલ્દી એને સાફ કરવા પુરૂષાર્થ કરે છે. કપડા મેલા થયા હોય તે ન ગમે, શરીર પરસેવાવાળું કે મેલવાળું હોય તે ન ગમે. અરે, તમારા ઘરમાં જમવાના વાસણ પણ ગંદા ન ગમે. મકાનમાં ખૂબ કચરે અને ધુળ ભરાયા હોય તે મેલું મકાન પણ ન ગમે. અરે ! તમારી ફરવાની કાર પણ રેજ સાફ કરે છે. આ બધું સાફ કરવાનું તે ધમધોકાર ચાલુ છે, પણ અનંતકાળથી આપણે આત્મા મેલે દાટ બની ભયે છે, અશુદ્ધ અને ગંદે બન્યું છે એનું મેલાશપણું ખટકે છે ખરું? એની સલ આવે છે ખરી? (શ્રોતામાંથી અવાજ ઃ ) જે આત્માની અશુદ્ધતા અને મેલાશ ખક તે એને ચેખે ને શુદ્ધ કરવાની વિચારણા થાય ને? પણ આત્મા શુદ્ધ બનવાને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy