SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ આત્માને અહ” બનતા જે કઈ રોકનાર વિરાટ દિવાલ હોય તે તે અહંભાવ છે. અને આપણે ઓગાળીશું તે જ આપણે મૃત્યુંજય બની પરમપદની પ્રાપ્તિ કરી શકીશું. આવા રૂપક દાંતે સાંભળીને પણ જીવનમાંથી ક્રોધ, માન, માયા, લેભ વિગેરે કષાયેને ત્યાગ કરે. જ્યાં સુધી જીવનમાં કરાયેને કચરે ભરેલ છે ત્યાં સુધી જીવને સત્ય વસ્તુનું ભાન થતું નથી. જે જીવ એક વખત સફવા પામી જાય તે એ ન્યાલ બની જાય. આજના માનવને કરોડપતિને ઈલ્કાબ મળી જાય એટલે માને કે અમે તે ન્યાલ બની ગયા. તે છાતી ફુલાવીને ફરતા હોય છે પણ જ્ઞાની પુરુષે કહે છે ભાઈ ! કડપતિ બનવાથી ન્યાલ નથી થવાતું. શું તને ખાત્રી છે કરોડપતિ બન્યા પછી રેડપતિ નડિ બનવું પડે? અને જે કરેડ કમાયા તેને અંત સમયે દુઃખ નહીં પડે? “ના”. એ તે જીવના જેવા શુભાશુભ કર્મો હોય તેમ બને છે, પણ જે જીવ સભ્યત્વ પામે તેમના માટે મહોર વાગી ગઈ કે એ જીવ અર્ધપુદ્ગલ પરાવર્તન કાળથી વધુ સંસારમાં ભમશે નહિ. હવે બેલે, સમ્યકત્વ પામે તે ન્યાલ થયે ને? જ્ઞાની કહે છે કે “વોહી સુસ્ત્રા” બેધિબીજસમ્યકત્વની પ્રાપ્તિ મનુષ્યભવ સિવાય બીજા ભવમાં થવી દુર્લભ છે, અને સમ્યકત્વ પામ્યા વિનાના જીવનની કિંમત શૂન્ય છે. એકડા વિનાના મીંડાની કિંમત નથી તેમ સમ્યકત્વ રૂપી એકડા વિનાના જીવનની કઈ કિંમત નથી. અપરાજિત કુમાર પ્રીતિમતી આદિ છ કન્યાઓ સાથે ઘણું મોટું સૈન્ય લઈને સિંહપુર નગરની બહાર આવી પહોંચ્યો છે. પુત્રના વિયોગથી ઝરતા માતાપિતાને ખબર પડી કે અપરાજિતકુમાર આવ્યું છે એટલે સૌને આનંદ થયે. માતા તે હર્ષઘેલી બની ગઈ અને હરિનંદી રાજાને કહે છે ચાલે નાથ ! આપણે લાડકવા દીકરે ઘણુ વર્ષે આવ્યો છે. આપણે જલદી તેને મળવા જઈએ. ખરેખર, આજના સંતાનો માતાપિતાને ભૂલી ગયા છે. એમને માતા પિતાના પ્રેમની કદર નથી કે મા-બાપે અમારા માટે શું કર્યું છે? પુ બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહ પર, કંટક કદી બનશે નહિ. જેમણે તમારા જીવનમાં પ્રેમના પુપે પાથર્યા છે એવા માતાપિતાના પગ જોઈને પીજે પણ એમની આંતરડી કદી દુભવશે નહિ. દુનિયામાં બધું મળશે પણ માતાપિતાને પ્રેમ નહિ મળે, માતાપિતાને એક તીર્થ જેવા માને. “માતાપિતાના ચરણે પડતો અપરાજિત કુમાર - અપરાજિત કુમારની માતાને પુત્રને જલ્દી મળવાને તલસાટ છે. હરિનંદી રાજાએ આખું નગર શણગારીને ધામધૂમથી તેનું સ્વાગત કર્યું, પછી બધા મહેલમાં આવ્યા. અપરાજિત કુમાર માતાપિતાના ચરણમાં નમી પડયા. માતા-પિતાએ તેને ઉઠાડીને હૈયા સાથે ચાંપી દીધે. પછી વિમલ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy