SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ : શારદા સુવાસ પણ તેમને અભિમાન નથી આવતું. આજે તે થોડી સંપત્તિ અને ડું સુખ મળે એટલે અભિમાનને પાર નહિ. જાણે આખી દુનિયામાં હું જ છું. મારા જેવું દુનિયામાં કઈ નથી. હું કરું તે જ થાય, મારાથી જ ઘર ચાલે છે. હું ના હેવું તે બધા રઝળી પડે. આ ગર્વ કરે મિથ્યા છે. કેઈ કેઈનું કંઈ કરી શકતું નથી. દરેક જી પિતાના પુરમ સાથે લઈ આવેને છે, પણ જીવને પિતાને અહં પડે છે. રાહુ અને પતી જીવને જે દુખ નથી આપતા તે અહં અને મમ આપે છે. અંતરમાંથી “અહં” જય તે જીવ અરિહંત બને ને “મમ” જાય તે મેક્ષ મળે ને સંસાર ટળે, પણ એ બંને જવા બહુ મુશ્કેલ છે. જ્યાં સુધી અહં અને મમ અંતરમાં બેઠેલા છે ત્યાં સુધી જીવને સાચી દિશા સૂઝવા નહિ દે. જેનામાં અહં ભર્યો છે તે એમ જ કહેશે કે હું જ બધાને સુખી કરી શકું છું પણ ભાઈ ! કઈ કઈને સુખ કે દુઃખ આપી શકતું નથી. પોતાના કર્મો જ જીવને સુખી કે દુઃખી કરી શકે છે. કર્મરાજાની સત્તા રાજમહેલમાં મહાલનારી મહારાણીને ક્ષણવારમાં દળણાં દળતી દાસી બનાવી મૂકે છે ને દળણું દળતી દાસીને મહારાણી બનાવી દે છે. હરિશ્ચંદ્ર રાજાને ભંગીને ત્યાં વેચાવું પડ્યું ને તારામતી રાણુને બ્રાહ્મણને ત્યાં વેચાવું પડયું. આ બધું કરનાર કોણ? કર્મ કે બીજું કઈ? જંગલમાં ચણેઢીના હાર પહેરીને આનંદ માનતી ભીલડીને રાણી બનાવનાર પણ કર્મ છે ને? એટલે દુનિયામાં બધું કરનાર પિતાના સારા કે નસા કર્યો છે. બીજું કઈ કંઈ કરી શકતું નથી. રાજાને થયેલી ચિંતા” :- એક રાજાને ત્યાં પુત્રને જન્મ થયે. રાજાને એકને એક પુત્ર હતું પણ પૂર્વકર્મના ઉદયથી તેના હાથ પગ બરાબર વળતા ન હતાં. જમ્બર અશાતા વેદનીય કર્મને ઉદય હતું તેથી તે બાળકને પીડા પણ ખૂબ થતી હતી, તેથી રાજા પોતાના પુત્રનું દર્દ નાબૂદ થાય, એના હાથપગ બરાબર વળી શકે તે માટે ઉપચારે કરાવતા હતા. ઘણાં ઘણાં ઇલાજો કર્યા પણ પુત્રને સારું ન થયું. આ પુત્રનું નામ રાજાએ પરમાનંદકુમાર પાડ્યું હતું. પૂર્વજન્મમાં સારી આરાધના કરીને આવેલે જીવ હતા, તેથી તેને દર્દ થતું છતાં તે રડતું ન હતું. જેનું નામ જ પરમાનંદ હતું. તે અતુલ પીડામાં પણ સદા પરમ આનંદને અનુભવ કરી રહ્યો હતે. દિવસે દિવસે તે માટે થતું જાય છે પણ ગતજન્મના સંસ્કારને કારણે પોતે દુઃખી હોવા છતાં અંતરમાં આંચકે નથી લાગતું, પણ એના પિતાજીને પુત્રની આવી દયનીય દશા જોઈને સદા ચિંતા થતી હતી કે આ પુત્રનું શું થશે ? એ અપંગ જેવું છે. હું છું ત્યાં સુધી તે એને વાંધો નહિ આવવા દક પણ મારા મરણ પછી એનું શું થશે? આ ચિંતા રાજાના કાળીજાને છેતરી રહી હતી. જ્યારે જ્યારે રાજાની પુત્ર પર દષ્ટિ પડે ત્યારે બોલતા કે પછી આખું શું થશે? આમ બેલે ને ઉદાસ બની જાય,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy