SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૩૬ શારદા સુવાસ આવી પડે છે પણ જે જીને ધર્મની શ્રદ્ધા છે તે દુઃખને પણ હસતા મુખે વેઠી લે છે ને દુઃખમાં પણ શાંતિ અનુભવે છે, પણ હાયય કરતા નથી....એક નગરશેઠના ઘરમાં સાત સાત પેઢીથી તેમના કુટુંબમાં પુણ્યને સૂર્ય પ્રકાશિત હતે ઘરમાં લક્ષ્મીને પાર નથી. ચાર પુત્રો, ચાર પુત્રવધૂઓ, શેઠ અને શેઠાણ એ દશ માણસનું કુટુંબ ખૂબ આનંદપૂર્વક રહેતું હતું. આ શેઠ કોડધપતિ હતા. રાજાએ એમને નગરશેઠની પદવી આપી હતી. સુખના ભંડાર છલકાતા હતા. સાથે શેઠને ધર્મની શ્રદ્ધા પણ ખૂબ હતી. શેઠ શ્રાવકને શુદ્ધ ધર્મ પાળતાં હતાં. દરરોજ સામાયિક પ્રતિકમણ કરવા, તેના દર્શન કરવા, જિનવાણી સાંભળવી. કંદમૂળને ત્યાગ, રાત્રી ભેજનને ત્યાગ, સુપાત્ર દાન દેવું, ગરીબે ઉપર અનુકંપા કરી તેમને મદદ કરવી, શાસન પ્રભાવનાના કાર્યોમાં લક્ષ્મીને સદ્વ્યય કરે વિસરે શેઠને ઘણાં ઘણ નિયમ હતા. સંસારમાં રહેવા છતાં દરરોજ એકાંતમાં બેસીને એવું ચિંતન કરતા કે આ સંસાર દુઃખરૂપ છે, દુઃખલક છે અને દુઃખાનુબંધી છે. લક્ષ્મી અનિત્ય છે. શરીર અનિત્ય છે. હું સંસાર ત્યાગીને સાધુ કારે બનીશ?” સંસારમાં વસવા છતાં આ સંસારથી અલિપ્ત ભાવે રહેતા હતા. બંધુઓ ! શેઠ સંસારમાં રહેતા હતા ને તમે પણ સંસારમાં રહે છે. તમારા જીવનમાં આવા નિયમે છે? તમે દરરોજ આવું ચિંતન કરે છે ખરા? તમને આવું બધું કરવાનું કહીએ તે કહેશો કે અમને તે ટાઈમ જ કયાં છે? તે શું આ શેઠ કંઈ નવરા હતા? (હસાહસ). વહેપાર અને વ્યવહાર બધું સંભાળતાં હતાં. તમારામાં ને એમનામાં શું ફરક છે? આજના શ્રીમંતે મોટા ભાગે પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા હોવાથી એમને ધર્મ ગમતું નથી. ધર્મ કરવાનો ટાઈમ નથી. આજે તે પૈસા આવે એટલે સંસાર સુખના સેનેરી સ્વપ્ના સેવે છે ને પિતાને પૈસાથી મહાન માને છે. કહ્યું છે ને કે હો કેઈ પાસે પૈસા ઝાઝા, માને એ પિતાને દુનિયાને રાજા, પૈસો સઘળા સુખને લાવે, દુઃખ કદીયે ના આવે, કેઈ માને ભલે...બાકી બેટે બધો ખેલ છે.... માણસ લાખપતિમાંથી કરોડપતિ બને એટલે માને કે હું મોટે રાજા બની ગયે. એના અભિમાનનો પાર ન રડે પણ જ્ઞાની કહે છે કે તું એમાં શું મગરૂરી રાખે છે. આ તે જાદુગરના ખેલ જે સંસાર છે. માટે સમજીને સંસારથી અલિપ્ત બને. - આ શેઠ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા હતા. એટલે આટલા બધા સુખ અને વૈભવે હોવા છતાં એમને આસક્તિ ન હતી. અનાસક્ત ભાવે રહેતા હતા. આવા શ્રીમતનું ભાગ્ય એમનો સંસાર સંભાળે અને એ પોતે પિતાના આત્માને, દેવ-ગુરૂ અને ધર્મને સંભાળે. આવા પુણ્યાત્માઓને લક્ષમીનું અભિમાન હોતું નથી. મહાન પુણ્યના હદયમાં પણ તેમની બુદ્ધિ નિર્મળ રહે છે. ધર્મના પવિત્ર કાર્યો કરવાનું એમને મન થાય છે.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy