SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ શારદા સુવાસ આપણે તેમનાથના પૂર્વભવનુ વર્ણન ચાલે છે. અપરાજિત કુમાર અને પ્રધાનપુત્ર વિમલએધકુમાર અંને જણા ઘેાડા ખેલવવા માટે નીકળ્યા અને કયાંના કયાં નીકળી ગયા. એમના માતાપિતા તે તેમના વિયેાગે ઝૂરે છે, કલ્પાંત કરે છે પણ આ અને મિત્રો તે આનંદથી રહે છે. ઘેરથી તા એકલા જ નીકળ્યા હતા પણ એમના પુણ્ય પ્રબળ છે એટલે જ્યાં જાય છે ત્યાં કાંઇ ને કાંઈ પરાક્રમ કરે છે. એ પરાક્રમથી પ્રભાવિત બનીને રાજાએ તેમને ખૂબ આદર સત્કાર કરે છે ને પેાતાની કન્યાએ રાજકુમારને પરણાવે છે. બંને મિત્રોની જોડી જામી છે. એક ખીજાના સુખ-દુઃખમાં એ ભાગીદાર બને છે. એમની પ્રૌતિ ક્ષીરનીર જેવી હતી. એમ નહિં કે સુખમાં સાથે રહેવુ. ને દુઃખમાં દૂર ભાગી જવુ. જુએ, અપરાજિત કુમાર ગુમ થયા ત્યારે પ્રધાનપુત્રે તેની કેટલી તપાસ કરી ને કેટલું ઝૂર્યાં અને કુમાર મળતાં તેને કેટલે ખધે આનંદ થયા. આ મા પૂના ઋણાનુબંધ સબંધ બતાવે છે. આપણને એમ થાય કે અમુક વ્યક્તિઓને એકબીજા પ્રત્યે કેટલા પ્રેમ છે ! એકબીજાના સુખ–દુ:ખમાં કેટલા ભાગ લે છે પણ એનું મૂળ કારણુ પૂર્વ જીવાએ એવા કમે સાથે ખાંધ્યા હાય એટલે એમના સુખ-દુઃખમાં એને ભાગીદાર બનવુ' પડે. અજના સતી સેા ભાઇની લાડીલી એક જ બહેન હતી. એને પરણાવીને સાસરે મૈકલી ત્યારે માતા-પિતાએ સેા સે। દાસીએ સાથે આપી હતી, પણ અંજના પરણીને સાસરે ગઈ પછી એના ગાઢ કર્મના ઉદય થયા એટલે પવનજીએ પરણ્યા પછી એના સામું જોયું નહિં. સ્ત્રીએને સાસુ ગમે તેવી વઢકણી હાય, દેરાણી-જેઠાણી કે નણંદના ત્રાસ હાય પણ જો પતિનુ સુખ હોય તે બધું દુઃખ ગૌણ ખની જાય છે, પણ સાસુસસરા-નણુંદ- દેરાણી-જેઠાણી બધા સારી રીતે સાચવતાં હાય પણ જો એના પતિનુ એને સુખ ન હેાય, પતિએ તજી દીધેલી હાય તેા એને મન એ સુખ સુખ નથી લાગતું. પતિના સુખ વિના બધું સુખ નિરસ લાગે છે. એક પતિના તજાવાથી બધા એને હડધૂત કરે છે. આજના સતીના જીવનમાં પણ આવુ જ બન્યું, પવનજીએ એને ન મેલાવી ત્યારે બધા એની તરફ ઘૃણાની દ્રષ્ટિએ જોવા લાગ્યા, પોતાના પિયરની સેા સેા દાસીએ પશુ ધીમે ધીમે તેને છેડીને ચાલી ગઈ. બધા ગયા પણ એક વસ’તમાલા એની સાથે જ રહી. સાસુ-સસરાએ અજનાને કલંક ચઢાવી દેશનિકાલ કર્યાં. એ અજના પિયર ગઇ તા ત્યાં પણ કોઈએ તેને આશ્રય ન આપ્ચા, ત્યારે જંગલમાં ગઈ. વગડામાં ભયંકર દુઃખા વેઠયા છતાં વસંતમાલાએ તેનો સાથ ન છેડયા એના સુખ-દુઃખમાં સાથી અનીને રહી. આ ક્રમ ખન્યું ? એની સાથે પૂર્વનો ઋણાનુબંધ સમંધ હતા. એટલે એ છૂટી પડી નાહ. દેવાનુપ્રિયે ! જીવના કરેલા કર્યાં ઉદયમાં આવે છે ત્યારે દુઃખના ડુંગરા એના પુત્ર
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy