SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ, ભમાડે તે ભેગ અને ભવથી તારે તે ત્યાગ" માટે અનિત્ય એવા ભેગને ત્યાગ કરીને ત્યાગ સાથે પ્રીતિ બાંધે. મેક્ષપ્રાપ્તિ માટે ત્યાગ અવશ્ય કરે પડશે. ભેગથી માનવ જીવનની બરબાદી છે અને ત્યાગથી માનવ જીવનની આબાદી છે, માટે આત્માને ત્યાગ તરફ વાળ્યા સિવાય છૂટકે નથી, પણ જ્યાં સુધી કાળને પરિપાક અને ભવ્યત્ય પરિપાક થતું નથી ત્યાં સુધી જીવને મેક્ષ અને મોક્ષની વાતે કયાંથી રૂચે? કાળને પરિપાક એટલે ચરમાવર્તની પ્રાપ્તિ. જીવ ચરમાવર્તામાં આવ્યા પછી આત્માને શું હિતકારી છે કે શું અહિતકારી છે તેની વિચારણા કરે છે. મારા આત્માને મોક્ષગતિને મહેમાન બનાવવા માટે શું હિતકારી છે? ત્યાગ કે ભોગ? સંવર કે આશ્રવ ? મૈથુન કે બ્રહ્મચર્ય ? દાન કે પરિગ્રહ સદાચાર કે દુરાચાર? કે વૈરાગ્ય રાગ ક્ષમા કે ક્રોધ? અભિમાન કે નમ્રતા? લેભ કે સંતોષ? દુકાન કે ધર્મસ્થાનક ધર્મ કે પાપ? પૈસા કે પરમાત્મા? સમકિત કે મિથ્યાત્વ? બંધુઓ ! તમે આવી વિચારણા કદી કરી છે ખરી? કે એમ ને એમ જીવનની ગાડી હાંકે રાખી છે? મેક્ષમાર્ગની આરાધના કરવી હોય તે હેય અને ઉપાદેયનું સ્પષ્ટ જ્ઞાન મેળવીને જે આત્માને હિતકારી ય તેની ઉપાસના કરવાની છે. અત્યાર સુધી જીવે કંઈ હિતાહિતને વિવેક ન કર્યો હોય પણ હવે આ ઉંચું વીતરાગ શાસન પામીને આત્માની દષ્ટિએ સારું શું ને ખરાબ શું? હિતકારી શું? અહિતકારી શું ? એને ઉંડો વિચાર કરવાનું છે. બાકી તો એક કીડી જેવા પ્રાણીને પણ એટલી તે સંજ્ઞા હોય છે કે આ સારૂં ને આ ખરાબ. જુઓ, તમે એક ગ્લાસમાં સાકરનું પાણી મૂકે અને એક ગ્લાસમાં કરીયાતાનું પાણી મૂકે. કીડીઓ કેની તરફ દેડી જશે? સાકરના પાણીના વલાસ તરફ જ ને? એને પણ એટલી સંજ્ઞા છે કે સાકરનું પાણી મીઠું છે ને કરીયાતાનું પાણી કડવું છે. તે મનુષ્ય જે મનુષ્ય આ વિષય સારો ને આ વિષય ખરાબ છે. એટલેથી જ અટકી જાય તે એ માનવ શેને? એને તે વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ ને? એક સુભાષિતકારે કહ્યું છે કે “જેવાં વિપુ તિર્મવતિ ન તન મનુષાર શ્વેતા” જે મનુષ્યને વિષયમાં રતિ–પ્રેમ છે તેમને મનુષ્યની કેટીમાં ન ગણવા, એટલે કે તિર્યચાની કેટીમાં ગણવા, વિષ તે તિય ભેગવે છે કે મનુષ્ય પણ ભગવે છે એમાં તે કેઈ વિશેષતા નથી, પણ માનવભવની જે કઈ વિશેષતા હોય તે ત્યાગથી છે. મનુષ્ય જે મનુષ્ય થઈને પણ જે તે વિષમાં રમણતા કરતે હેય તે તે ભાસ્પદ નથી. મેટે યુવાન માણસ રેતીમાં ઘર બનાવે ને રેતીમાં જ રમે તે તમે એને કે કહેશે? પાગલ જ કહેશે ને ? એવી રીતે જ્ઞાનીઓની દષ્ટિએ જે વિષયેની રમત રમે એ પાગલ લાગે. જે વિષને જગતના અનંત છાએ અનંતી વાર ભેગવીને એંઠા કરીને છેકમ છે. એવા વિષને હોંશે હોંશે ભેગવવામાં માનવની શોભા ખરી? અત્યાર સુધીમાં વિકને વિષનું પાન કરીને દુનિયામાં કોણ તૃપ્ત થયું છે એ તે બતાવે, આગને ઓલવવા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy