________________
શારદા સુવાસ | મૃત્યુના પંજામાંથી શેઠને થયેલો છૂટકારે” – શેઠે વિચાર કર્યો કે કયાં જાઉં અહીં તે કઈ બેસવા દેતું નથી. ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા. હવે ચાલવાની શક્તિ નથી. લાવ, ધીમે ધીમે હું શમશાનમાં પહોંચી જાઉં. ત્યાં મને કઈ ઉડાડશે નહિં. શેઠ તે શમશાનમાં પહોંચી ગયા. ત્યાં એક ઝાડ નીચે જઈને બંગલામાં સૂતા હોય તેમ આરામથી સૂઈ ગયા. ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. મધરાત થઈ એટલે ત્યાં ચાર ચેરે ચોરી કરીને માવના પિટલા લઈને આવ્યા ને શેડ જે ઝાડ નીચે સૂતા હતા ત્યાં આવ્યા. ચોરે કહે છે આપણે માલને ભાગ પાડીએ, ત્યારે એક ચોરે કહ્યું. અહીં એક માણસ સૂત છે. ત્યારે બીજાએ કહ્યું ભલે સૂત. એ તે મડદાલ જે લાગે છે. એના મુખ ઉપર માખી ઉડાડવાની પણ ત્રેવડ નથી. નિર્ભય રહે ને ભાગ પાડો. ભાગ પાડવા બેસતાં પહેલાં એક ચોર કહે છે આ સુતે છે એના માથે પણ પિટલી પડી છે. તે પણ ભેગી લઈ લઈએ.
'બંધુઓ ! જીવને સંતેષ છે! “દી રાહો તહાં સોદો, સાહા રોહો પર ” જેમ જેમ મનુષ્યને લાભ મળતું જાય છે તેમ તેમ વધતું જાય છે. આ ચોરે ચોરી કરીને ઘણું ધન લાવ્યા હતા પણ એક નાનકડી પિટલી જોઈને મન લલચાઈ ગયું. માણસને ગમે તેટલું મળે પણ સંતેષ થતું નથી. અગ્નિમાં ઘી નાખે તે અગ્નિ વધતી જ જાય છે તેમ તૃષ્ણાવત મનુષ્યને જેમ મળે તેમ લેભ વધતું જાય છે. ચેર લાખના માલ લાવ્યા છે એ સતેષ ન થય ને પેલા શેઠની પિટલી લઈ આવ્યા. પિટલી છોડી તે ડબ્બામાં ચાર લકવા હતા. આ જોઈને ચરો કહે છે, અલ્યા! આ ઘીના લચપચતા લાડુ કેવા મેઝાના છે! આપણે પહેલા લાડવા ખાઈએ પછી ભાગ પાડીએ. આપણે ચાર છીએ ને લાડવા, પણ ચાર છે. એકેક ખાઈ લઈએ, ત્યારે એક ચેર કહે છે એ બિચારે ભૂખે તો હશેમાટે બે રાખે ને બેમાંથી બધા ખાઈએ, ત્યારે એક કહે છે એ તે ગમે તે
આપણે ખાઈ લે ને, પણ પેલે ચાર કહે છે ના, છેવટે એક તે રાખે. ત્યારે જ કહ્યું કુદરતે આપણે ચાર છીએ ને લાડવા પણ ચાર છે, એટલે ચારે જણું એકેક લડ ખાઈ ગયા. ભારે ઝેર નાંખ્યું છે એટલે લાડે પેટમાં ગયે ને ૧ કલાકમાં નસેનસે તૂટવા લાગી. તેથી ચારે વિચાર કરે છે કે નક્કી લાડવામાં ઝેર છે. કેઈ ઉપાય થાય તે ઝેર નીકળી જાય, તેમ વિચારી ઉભા થયા કે પડ્યા ને તરત તેમના પ્રાણ ચાલ્યા ગયા. અહાહા...લાડવાને મેહ કર્યો તે પ્રાણ ગુમાવ્યા ને?
જે અતિ લેભ કરે છે તેની આવી દશા થાય છે. આવી દશા જે ન થવા દેવી હોય તે સમજીને સંતોષના ઘરમાં આવી જાવ. પેલા શેઠ સવાર પડતાં જાગ્યા ને જોયું તે બે ચાર જણને સૂતેલા જોયા. એમના મનમાં થયું કે આ ચાર જણે કેણ હશે ? લાવને જરા તપાસ કરું. શેઠ ઉભા થઈને જોવા જાય તે ચારેય જણાના શરીર લીલા