________________
જયોત્સનાબેન ધીરજલાલ શાહ
ધીરજલાલ તલકચંદ શાહે
જોસના બહેન મુક્તિ મહિલા મંડળ મલાડનું પ્રમુખપદ સંભાળે છે. આ જવાબદારી સંભાળવા એમની યોગ્યતાનું મૂલ્યાંકન એમના જીવનમાં બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે. અખુટ દોલત ઘરમાં હોવા છતાં જીવનમાં એમણે સાદાઈ અને વિવેક જાળવ્યો છે. ધર્મના કાર્યોમાં એ હમેશાં મોખરે રહ્યા છે એટલું જ નહીં પોતાના સંતાનોને પણ એમણે તપશ્ચર્યામય જીવનની કેળવણી આપી છે. સ્વભાવે મૃદુ અને મીતભાષી આ સનારીના નામની એક શૈક્ષણિક સંસ્થા
સના ધીરજલાલ તલકચંદ હાઈસ્કૂલ પણ મલાડ પૂર્વમાં પ્રગતિમય કાર્ય કરી રહી છે ગરીબોને મદદરૂપ થવું એ પણ એમના જીવનનો એક આદર્શ રહ્યો છે,
શેઠશ્રી ધીરૂભાઈ એ મલાડમાં એક લોકપ્રિય નામ છે. તેમ સે શરૂ કરેલા પ્લાસ્ટીકની બંગડીને ધંધે દેશવિદેશ સુધી ધમધોકાર ચાલે છે. મલાડમાં વસેલા આ પ્રતિષ્ઠત શ્રોમ તે ફક્ત પૈસા કમાઈ જાણ્યું નથી પરંતુ તે વાપરી જાર્યો છે. શૈક્ષણિક સ સ્થાઓમાં ધાર્મિક મંડળમાં કે દવાખાના જેવી સામાજિક સેવા સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટીપદ સંભાળે છે. ધાર્મિક, સામાજિક, કે શૈક્ષણિક સંસ્થાઓને તેમની સધ્ધર દાનવૃતિને ટેકે છે. તેઓ પોતે જીવનમાં ધર્મ અને તપશ્ચર્યા ને ખૂ મજ મહત્વ આપે છે. સાદાઈથી રહેતા આ સદગૃહસ્થને કુદરતે વાણીમાં વિનય ભાષાની સરળતા આપી છે.