SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ શારદા સુવાસ અંધ સૂરદાસ જગતના અને એક અમૂલ્ય શિખામણ આપી ગયા છે કે કામાંધ બની તમે જીવનને બરબાદ કરશો નહિ. આ નયને નારીના દેહને નીરખવા માટે નહિ પણ પરમાત્માના રવરૂપને પારખવા માટે છે. બિલ્વમંગલ પોતે કરેલા પાપના પ્રાયશ્ચિત માટે સ્વહસ્તે સૂરદાસ બન્યા. પછી સુંદરીના ચરણમાં નમી તેને જગતજનેતા કહીને ત્યાંથી ચાલે ગયે. આ બિલ્વમંગલે વિલાસી જીવનની દિશા બદલીને વિકાસ ભણી પ્રયાણ આદર્યું ત્યારે અનેક લેકે ભક્ત કવિસૂરદાસને ગુણલા ગાવા લાગ્યા. આજે પણ એ ભક્ત કવિ સૂરદાસને ભારતની જનતા યાદ કરે છે. માણસ એક વખત ભાન ભૂલે છે પણ જ્યારે તેને પિતાની ભૂલ ભૂલ તરીકે સમજાય છે ત્યારે તેની દશા જુદી જ હોય છે. પછી એનું જીવન એવું પવિત્ર બની જાય છે કે જગતમાં નામ અમર બનાવી જાય છે. સંસારનું સ્વરૂપ જોતાં જાગી ઉઠેલા ચિત્રગતિ રાજા" : શશિ અને સૂર બંને સગા ભાઈઓ રાજ્ય માટે ખૂબ ઝઘડ્યા ને અંતે એકબીજાના હાથે કપાઈ મર્યા. આ બનાવથી ચિત્રગતિ રાજાને વૈરાગ્ય આવી ગયે. અહો ! એક રાજ્યના ટુકડા માટે ભાઈ–ભાઈ લડ્યાં ને મરી ગયા ! રાજ્ય માટે પમકુમારે સુમિત્રને મુનિ અવસ્થામાં માર્યા. આ શશી અને સૂર પણ રાજ્ય માટે લડીને મર્યા. જે રાજ્ય માટે ભાઈ ભાઈને મારી નાંખે ને ભયંકર સંગ્રામ ખેલાય ને લાખે ની હિંસા થાય એવું રાજ્ય હવે મારે ન જોઈ એ. આટલું નિમિત્ત મળતાં ચિત્રગતિ રાજા વૈરાગ્ય પામી ગયા ને દીક્ષા લેવા તૈયાર થયા. પિતાના પુત્રને પરણાવીને રાજગાદી આપીને ચિત્રગતિ રનવતી અને ચિત્રગતિના બે નાના ભાઈઓ જેમના નામ મનગતિ અને વિપુલગતિ હતાં તે ચારેય આત્માઓએ દમઘર નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. ઘણાં વર્ષો સુધી ઉગ્ર સંયમનું પાલન કરીને અંતિમ સમયે સંથારે કરીને ચારે ય આત્માઓ કાળ ધર્મ પામીને મહેન્દ્ર નામના ચેથા દેવલોકમાં પરસ્પર પ્રીતિવાળા દેવ થયા. હવે દેવકનું આયુષ્ય પૂર્ણ કરીને જબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં પદ્મ નામના પ્રદેશમાં સિંહપુર નગરમાં હરિનંદી નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને પ્રિયદર્શના નામે સુંદર સુકમળ અને પવિત્ર રાણી હતા. બંને આત્માએ ખૂબ પવિત્ર અને ધમષ્ઠ હતા. બંને સંસારમાં આનંદથી રહેતા હતા. આ સમયે ચિત્રગતિને જીવ મહેન્દ્ર દેવલે કમાંથી આયુષ્ય પૂર્ણ કરીને પ્રિય દર્શના રાણીની કુખે પુત્રપણે ઉત્પન્ન થયે. તેને જન્મ થયા પછી રાજાએ ખૂબ ભવ્ય રીતે પુત્રને જન્મ મહોત્સવ ઉજવે અને અપરાજિતકુમાર તેનું નામ પાડયું. પવિત્ર માતાપિતાને ઘેર પવિત્ર અને પુણ્યશાળી સંતાને જન્મ લે છે. હરિનંદી રાજાને એક પ્રધાન હતું. તેને પણ એક પુત્ર હતું. તેનું નામ વિમલબોધ હતું, અપરાજિત કુમાર અને વિમલબોધ નાના હતા ત્યારથી બંને સાથે રમતાં ને સાથે ફરવા જતાં. એટલે એવી ગાઢ મિત્રતા બંધાઈ કે એકબીજાને એકબીજા વિના ચાલે નહિ, આ બંને બાળક નાના હતા ત્યારથી રમતાં રમતાં ધૂળની ઢગલીઓ બનાવી તેના ઉપર
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy