SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ રેગના ભેગ બની અનાદિ અનંત બધા સંસારરૂપ ભયાનક અટવીમાં ભૂલા પડીને ભટકી રહ્યા છે. જીવ કયારેક નરકરૂપે, ક્યારેક તિર્યંચરૂપે, ક્યારેક મનુષ્ય રૂપે તે ક્યારેક દેવરૂપે ઉત્પન્ન થાય છે. આ બધી આત્માની ભિન્ન ભિન્ન અવસ્થાઓ કર્મને આભારી છે. ગમે તેવી મેટી જબરજસ્ત રાજસત્તાના સિંહાસનેથી ઘડીભરમાં ઉતારી જમીનદેસ્ત કરવામાં તેને જરા પણ વાર લાગતી નથી. કર્મસત્તા આજના ધનવાનને કાલે કંગાળ બનાવી દે છે. આજના ચમરબંધીને કાલે ચીંથરેહાલ બનાવીને ઘરઘરમાં ટુકડા માંગતે બનાવી દે છે. આ જગતમાં ત્રણ પ્રકારની સત્તાઓ રહેલી છે. ધર્મસત્તા, રાજ્યસત્તા અને કર્મસત્તા આ ત્રણમાંથી ત્રણે જગતમાં કેઈનું પણ જે એકધારું અને નિષ્કટક શાસન ચાલતું હોય તે તે એક કર્મસત્તાનું જ ચાલી રહ્યું છે. રાજ્યસત્તાની અને ધર્મસત્તાની આજ્ઞાનું પાલન કરવામાં આંખ મીંચામણું કરનાર કેઈ હોય છે પણ આસ્તિક કે નાસ્તિક, રાજા કે રંક, તીર્થકર, ચક્રવર્તિ, વાસુદેવ, બલદેવ ગમે તે હેય પણ બધાને કર્મસત્તાની આજ્ઞાનું કેઈપણ જાતની આનાકાની કર્યા વગર પાલન કરવું પડે છે. આ કર્મસત્તા કેઈ કે, કચેરી, ન્યાયાધીશ, વકીલ કે બેરીસ્ટર વિના પિતાનું શાસન સર્વ જી ઉપર નિયમિત રીતે ચલાવી રહી છે. આ કેવી આશ્ચર્યની વાત છે! ખરેખર કર્મસત્તાની તાકાત જબરજસ્ત છે. એમાં શંકાને સ્થાન નથી પણ આ જમ્બર કર્મસત્તાના ઘેરાને દૂર હઠાવી શાશ્વત અને સંપૂર્ણ સુખ આપવાની તાકાત ધર્મસત્તા ધરાવી શકે છે, પણ જ્યાં સુધી સંસારના મેહમાં આસકત બનેલા પામર પ્રાણીઓ પવિત્ર અને પોપકારી ધર્મસત્તાનું શરણ નહિ સ્વીકારે ત્યાં સુધી તે જુલ્મી કર્મસત્તા તરફથી આપવામાં આવતા અસહ્ય ત્રાસ અને અનંત દુઃખને અંત આવા મુશ્કેલ છે. રાજ્યસત્તા અને કર્મસત્તાના પંજામાંથી છૂટવાની જેને ભાવના હોય તેમણે આજે નહિ તે કાલે પણ ધર્મસત્તાના શરણે આવ્યે જ છૂટકે છે. આપણા ચાલુ અધિકારમાં ચિત્રગતિ વિદ્યાધર રાજા બન્યા. તેમના ચરણમાં ઘણું વિદ્યાધર રાજાઓ નમતા હતા છતાં એમને લાગ્યું કે જે રાજ્યને માટે પડાપડી થાય, એક માતાની કુખે જન્મેલા સગા ભાઈએ એકબીજા સાથે લડીને કપાઈ જાય આવું રાજ્ય શા કામનું ? હવે આ રાજ્ય અને સંસારના સુખે મારે ન જોઈએ. અંતિમ સમય સુધી જે રાજ્ય સત્તાને અને વિષયભેગને મેહ છોડતા નથી તે મરીને દુર્ગતિમાં જાય છે. જે બન્યા છે ભવના ભેગી, તે છે ભવભવના રેગી, બને જે કર્મ-વિયેગી, તે બને સાચા વેગી. ચિત્રગતિ કુમારના અંતરમાં લાગ્યું કે જેમને રાજ્યને મેહ છૂટતું નથી અને જેઓ વિષયસુખ ભેગવવામાં ગાંડાતુર બન્યા છે તે બિચારા ભવના રેગી છે. કોઈને કેન્સર કે ટી.બી.ને રેગ થયે. તે માણસ આયુષ્ય પૂરું થતાં મરી ગયો. એ રેગવાળું શરીર અહીં રહી ગયું પણ જે કર્મો હતા તે તે આત્માની સાથે જાય છે ને? કર્મો જીવને ભવસંગ શા. સુ. ૧૩
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy