SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ મારી નવી ઉષા મહકી કાળમાં કંઈક કાળું લાગે છે. શેઠ તે અધી રાત્રે વખારે જેવા ગાયા. જઈને જુઓ તે ખંભાતી મજબુત તાળું બરાબર બંધ હતું. એટલે કને થી શાંતિ વળી ને પાછા ફર્યા. થેડે ગયા ત્યાં પેલા કેળ ખેડૂતના અરે યાદ આવ્યા, અને એને થયું કે પાછળના ભાગમાંથી ખાતર તે નહિ પાડ્યું છે ને! એટલે તે પાછા ફરીને જોવા ગયે, તે પાછલા ભાગમાં મેટું ગાબડું પડેલું, અને અંદર જઈને જોયું તે બધા તલ વેરણ છેરણ પડેલા હતા. આ જોઈને લેભી વાણિએ સમજી ગયો કે આ તે મારા તલ મને આપ્યા. લેભી વાણિયે ગલે થઈને પડી ગયે. તેના પેશકશ ઉડી ગયા. કહેવત અનુસાર “ભીયાનું ધન ધૂતારા ખાય” એવી સ્થિતિ થઈ અને લોકોએ નિંદા કરી. તમને બધાને લેભનું સ્વરૂપ સમજાણું ને? જ્યાં સુધી જીવન દીપક જલતે છે ત્યાં સુધી નવું પુણ્યનું તેલ પૂરી દે. તમારા ધનને બને તેટલે સદ્વ્યય કરે. કહ્યું છે ને કે दातव्यं मोक्तव्यं, घनविषये संचयो न कर्तव्यः । पश्येह मधुकरीणां, सचितमर्थे हरन्त्यन्ये ॥ મળેલા ધનને દાનમાં સદ્વ્યય કરે, જરૂરિયાત પૂરતે ઉપભેગ કરે પણ લેબી બનીને સંગ્રહ ન કરે. નહિતર મધમાખી જેવી દશા થશે. મધમાખી ફૂલને રસ ચૂસીને મધ એકત્ર કરે છે પણ તે ખાતી નથી ને ખાવા દેતી નથી. પરિણામે અંતે લૂંટારા લૂંટી લે છે. એવી દશા ન થાય તે ધ્યાન રાખજે. આંખ મીંચાયા પછી સાથે કાંઈ નહિ આવે. સૂતા સૂતા અંધારામાં જોજે મૃત્યુ ના થઈ જાય.મનની મનમાં ના રહી જાય. એમ બને કે આજ રાતમાં, મૃત્યુ સામે આવે, કાલે સવારે સૂર્ય ઉગે તું જેવા પણ ના પામે સૂતા સૂતા.. માનવી વિચારે છે કે હજુ જિંદગી ઘણી બાકી છે, ધર્મ શું અત્યારથી કરવાને હોય? પણ ધ્યાન રાખજો કે મૃત્યુ કોઈની રાહ જોતું નથી. પછી મનની મનમાં રહી જશે. શું આપણે નજરે નથી જોતાં કે માણસ સાજે સારે સૂઈ ગયો ને સવારે પથારીમાંથી જૈયે પણ નહિ ને કાળ આવી ગયે. આ બધું તમે જાણે છે એટલે મારે તમને વધુ કહેવું નથી, માત્ર ટૂંકમાં એટલું જ કહું છું કે ઉંઘતા નહિ, જાગતા રહેજે. ચિત્રગતિ રાજકુમાર બન્યો છે. તે સતી સ્ત્રીને છોડાવવા માટે શિવમંદિર નગરમાં યુદ્ધ કરવા આવે છે. એણે પિતાની વિદ્યાના બળથી યુદ્ધક્ષેત્રમાં ઘર અંધકાર ફેલાવી દીધું. અંધકારમાં કેના ઉપર શસ્ત્ર ચલાવવું તે ખબર પડતી નથી. આ સમયે ચિત્રગતિએ અરૂપ અનંગસિંહ રાજીના હાથમાંથી ખડગ લઈ લીધું ને સુમિત્રની બહેન પ્રિયદર્શનને લઈને ત્યાંથી જલ્દી રવાના થઈ ગયે, ભયંકર ગાઢ અંધકાર થઈ જવાથી ચિત્રગતિનું સૈન્ય
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy