SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શાણા સુવાસ ૧૨૭ મુનિ એકલા જ હશે? એમના ગુરૂ કે શિષ્યને પરિવાર નહિ હોય? જે પરિવાર હોય તે આવી સ્થિતિમાં એકલા કેમ મૂકે ? | મુનિની દશા જોઈને ધનકુમાર કહે છે ગમે તે કારણે એકલા હેય પણ તેઓ ભાનમાં કેમ કરીને આવે તે આપણું કર્તવ્ય છે. એમ સમજીને તેઓ આજુબાજુથી અચેત પાણી લઈ આવ્યા ને મુનિના શરીર ઉપર છાંટયું, તે સિવાય મુનિને કપે તેવા ઉપચારો કર્યા. સરોવરને કિનારે હતું એટલે કુદરતી શીતળ પવન આવતું હતું. તેથી મુનિને શાતા વળી અને ધીમે ધીમે આંખ ખેલવા લાગ્યા. મુનિને શાતા વળતી જોઈને ધનકુમાર અને ધનવંતીને પણ શાતા વળી મુનિ બરાબર ભાનમાં આવ્યા ત્યારે પિતાની પાસે કોઈ યુવાન અને યુવતિ ઉભેલા જોયા. મુનિએ પૂછયું-ભાઈ! તમે કોણ છો? ધનકુમારે કહ્યું–મહારાજ ! હું અહીના રાજાને પુત્ર ધનકુમાર છું, અને આ મારી પત્ની ધનવંતી છે. અમે આ સરોવરમાં સ્નાન કરવા જતા હતા ત્યાં તમને એકદમ પડતા જોયા, એટલે આ ની પાસે આવ્યા. આજે અમારી ધન્ય ઘડી અને ધન્ય માગ્યું કે આપની સેવાને અમને લાભ મળે. મુનિ વધુ સ્વસ્થ થયા એટલે ધનકુમારે હાથને ટેકે આપીને બેઠા કર્યા, પછી ધનકુમારે પૂછ્યું-ગુરૂદેવ ! આપની આ દશા કેમ થઈ? અને આપ એકલા કેમ છો ? મુનિએ કહ્યુંભાઈ! મારું નામ મુનિચંદ્ર છે, હું મારા ગુરૂદેવ સાથે વિહાર કરતે હતે, રસ્તામાં મારે ઠંડીલ જવું પડયું એટલે મેં મારા ગુરૂને કહ્યું-આપ ચાલતા થાઓ. હું પહોંચી જઈશ, તેથી ગુરૂદેવ ગયા ને હું માર્ગ ભૂલી જવાથી અવળે માર્ગે ચઢી ગયે. ખૂબ ભયે પણ માર્ગ મળતું નથી. બીજું ગરમી ઘણી છે તેથી ભૂખ-તરસથી આકુળ વ્યાકુળ થઈ જવાથી ચક્કર આવી ગયા ને હું બેભાન બનવાથી પડી ગયે, પણ તમે મારી સેવા કરીને મને નવું જીવન આપ્યું છે. આજે તમે સંતની સેવા કરીને મહાન પુણ્ય ઉપાર્જન કર્યું છે. ધનકુમાર અને ધનવંતી કહે છે ગુરૂદેવ! અમે તે કંઈ કર્યું નથી. આપે અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. મુનિના મુખ ઉપર ફાકા પડતા હતા. પરાણે બેલતા હતા. એટલે તેઓ મુનિને ગામમાં ધર્મસ્થાનક હતું ત્યાં લઈ ગયા ને શ્રાવકના ઘર બતાવી નિર્દોષ આહાર પાણી વહેરાવ્યા. આહાર પાણી કર્યા એટલે તેમનામાં ચેતન આવ્યું. પછી ધનકુમાર અને ધનવંતી તેમની પાસે જઈને બેઠા. મહારાજે તેમને શ્રાવક ધર્મ સમજાવ્યો. ત્યાં બંને જણાએ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. બંધુઓ ! જુઓ, આ આત્માઓ કેવા પવિત્ર છે ! નાન કરવા માટે જતા હતા પણ સાધુની આ દશા જોતાં સ્નાન કરવાનું છોડીને સંતની સેવામાં લાગી ગયા. મહાન પુણ્યને ઉદય હોય ત્યારે સંતની સેવાને લાભ મળે છે. સંતની સેવા મુક્તિના મેવા છે. ધનકુમાર અને ધનવંતીએ સંતની સેવા કરીને તેમના અંતરના આશીર્વાદ મેળવ્યા. આશીર્વાદ માંગ્યા નથી મળતા. આ દંપતીએ નાની વયમાં બાર વ્રત અંગીકાર કર્યા. બપોર પછી તાપ એ છે થયે એટલે સંતે કહ્યું-હવે હું વિહાર કરીને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy