SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શાહા સુવાસ “રાજાના પ્રશ્નનું કેવળી ભગવાને કરેલું સમાધાન” - કેવળી ભગવાનની દેશના સાંભળતા સૌના હદય નાચી ઉઠયા. અહે પ્રભુ! શું આપની વાણી છે! દેશના પૂરી થઈ એટલે સૌ દર્શન કરીને વિખરાવા લાગ્યા, પણ રાજા-રાણી ઉભા રહ્યા. જેને જાણવાની જિજ્ઞાસા છે તે તરત ચાલ્યા ન જાય. બેલે, તમે શું કરો ? દેશના પૂરી થયા બાદ વિક્રમધન રાજાએ કેવળી ભગવાનને વંદન કરી પૂછ્યું-ભગવંત! આપને શાતા છે? મારે આપને એક પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન પૂછવામાં નમ્રતા હોવી જોઈએ. વિનય વિવેકપૂર્વક લીધેલું જ્ઞાન ફળદાયી બને છે. રાજાએ વિનયપૂર્વક પૂછ્યું–હે ભગવંત! આપ તે ત્રિકાળજ્ઞાની છે બધું જાણે છે. ધનકુમારની માતાએ સ્વપ્નમાં એક દિવ્ય પુરૂષે આંબાનું ઝાડ આપીને બગીચામાં રોપવાનું કહેલું અને એ વૃક્ષનું નવ વખત પણ થશે ને ઉત્તરોત્તર ઉત્તમ ફળ મળશે એમ કહેલું. અમે જોતિષીને એને અર્થ પૂછે ત્યારે કહ્યું કે આંબાનું વૃક્ષ જોયું છે તેથી કંઈ ઉત્તમ પુત્ર જન્મશે પણ નવ વાર રોપાશે તેને અર્થ જોતિષીને પૂછતા તેમણે કહ્યું કે એને જવાબ કેવલી ભગવંત તમને આપશે. અમે એ કહેવા સમર્થ નથી. આ વખ જોયા પછી રાણએ જે પુત્રને જન્મ આયે તે આ ધનકુમાર. પણ બીજી વાત કરી તે મને શું છે તે સમજાવે. વસુંધર કેવળી ભગવંતે કહ્યું- હે રાજન ! એનો અર્થ એ છે કે ધનકુમારને આત્મા એક એકથી ચઢિયાતા નવ ભવ કરશે. તેમાં નવમા ભવે તે બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિ થશે. આ પ્રમાણે કહીને કેવળી ભગવાને તેમનાથ (અરિષ્ટનેમિ) પ્રભુના નવભવની બધી વાત કહી. તે સાંભળીને રાજા-રાણીને ખૂબ આનંદ થયે, અને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા વધી. રાજા-રાણી, ધનકુમાર અને ધનવંતી બધા વસુંધર કેવળી ભગવંતને વંદન કરીને રાજમહેલમાં આવ્યા, પછી કેવળી ભગવંત વિહાર કરી ગયા. ભગવાનના મુખેથી પિતાના નવ ભવની વાત સાંભળીને ધનકુમાર અને ધનવંતી પણ પોતાના જીવનને ધન્ય માનતા સંસારમાં આનંદથી રહેવા લાગ્યા. જલ કીડા કે કાજ દંપતિ, સરોવર આએ ચલાઈ, મહાત્યાગી વૈરાગી મુનિવર, વહાં પર દિયા દિખાઈ ધનકુમાર અને ધનવંતી સરોવરની પાળે” –એક દિવસ ધનકુમાર અને ધનવંતીને સરેવરમાં સ્નાન કરવા જવાનું મન થયું. એટલે બંને જણા પગે ચાલીને સરોવરમાં સ્નાન કરવા જતા હતાં. ત્યાં સરોવરની પાળે એક અશોક વૃક્ષ નીચે એક મુનિ આવ્યા. તે એકદમ ધરતી ઉપર પડી ગયા ને બેભાન થઈ ગયા. મુનિને પડતા જોયા કે તરત ધનકુમાર અને ધનવંતી ત્યાં દેડતા આવ્યા. મુનિની મુખમુદ્રા શાંત હતી, પણ શરીર તદ્ સૂકાઈ ગયેલું. જાણે ઘણાં દિવસના ઉપવાસી હોય તેવું લાગતું હતું. પગમાંથી લેહી નીકળતું હતું. આ જોઈને ધનકુમાર અને ધનવંતી વિચાર કરવા લાગ્યા કે શું આ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy