SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શારદા સુવાસ તણાઈ ગયા. કેટલા માણસો અને પશુઓ તણાઈ ગયા. બિહારમાં કે ભયંકર ધરતીકંપ થયે ને તેમાં હજારો માણસ અને કેટલી ઈમારતે તારાજ થઈ ગઈ અમુક જગ્યાએ આગ લાગી ને આટલા માણસે મરી ગયા. થોડા સમય પહેલા આંધ્ર પ્રદેશમાં વાવાઝોડું થયું તેમાં કેટલા લેકેના જાનમાલની હાની થઈ હતી. કંઈક જગ્યાએ રેલ્વે ટ્રેઈનની હોનારત થઈ તે કેટલા અને કચ્ચરઘાણ વળી ગયે. કયારેક પ્લેનની હોનારત થઈ તેમાં કંઈક માતા પિતાના કલૈયા કુંવર જેવા લાડીલા પુત્રે તેમાં મરણ પામ્યા. કંઈક પિતાની જ ગાડી લઇને જતાં એકસીડન્ટથી મરણ પામ્યા. આવા સમાચાર તમે પેપરમાં અવારનવાર વાંચે છે. હવે તે તમને ટી. વી. માં પણ પ્રત્યક્ષ બતાવે છે છતાં તમને કરંટ લાગે છે ખરે? - હાય અન પેપરમાં આવા કોઈપણ સમાચાર વાંચો તે ચાના કપ હાથમાં ને હાથમાં રહી જાય છે ખરે કે ગટગટાવી જાઓ છે ? (હસાહસ) આવી હોનારતેમાં બિચારા કરૂણ રીતે મરી ગયા એમને કેવી વેદના થઈ હશે! જનારના કુટુંબ પરિવારનું શું થયું હશે ? એવા વિચારથી આમાંની કેટલાની ઉંઘ ઉડી ગઈ ને કેટલાની ભૂખ ભાગી ગઈ? જેને પિતાના માન્યા છે તેનું કંઈક થાય તે ઊંઘ ઉડી જાય, ભૂખ ભાગી જાય ને દુઃખ થાય, પણ જેને પોતાના નથી માન્યા તેનું ગમે તે થાય તેમાં મારે શું? ત્યાં તે ગળે ચાને ઘૂંટડે કે રેટીનું બટકું નહિ અટકે. કારણ કે આજે માનવ તે માનવ નથી રહ્યો. એના કોઠામાંથી દયાદેવીને દેશનિકાલ થયે છે. ચેરને જોતાં સમુદ્રપાલનું કંપી ઉઠેલું હૃદય” આ સમુદ્રપાલના દિલમાં દયા હતી. તેમના દિલમાં–મારા તારાને ભેદભાવ નહતે. એ એટલે બધે સુખમાં મગ્ન હતો કે મરણ શું ને દુઃખ શું. તેની એને ખબર ન હતી. તેથી આ દશ્ય જોઈને તેનું હૃદય હચમચી ગયું. શું માણસ જેવા માણસને મારી નાંખશે? શું અપરાધની શિક્ષા મૃત્યુદંડ? મરી ગયા પછી એને અપરાધ નાશ પામશે? એણે શું અપરાધ કર્યો હશે? આવા પ્રકારની વિચારધારાએ ચઢી ગયે. સમુદ્રપાવ ઉંડા વિચારસાગરમાં ડૂબકી ખાવા લાગે. તમે તે પેપરમાં વાંચે છે, ટી, વી.માં કેવા કેવા કરૂણ હૃદયદ્રાવક દશ્ય નજરે દેખો છો છતાં ઘડી પછી એની અસર પણ તમારા દિલમાં રહેતી નથી. બસ, આ સંસારમાં જન્મવું ને મરવું એક રમત થઈ પડી છે. વિચાર કરે કે આ બધા ગયા ને શું મારે નથી જવાનું ? મારે પણ એક દિવસ તે જવાનું છે. માનવનું જીવન પંખીને માળા જેવું છે. પંખીના માળામાંથી જ એકેક તણખલું લઈએ તે એક દિવસ માળે વીંખાઈ જશે. ઓઢવાની ગરમ શાલમાંથી આપણે એકેક તાંતણે ખેંચી લઈએ તે શાલ એ શાલ ન રહે. એ તાંતણું થઈ જાય છે તેમ આપણું જીવન પણ એક દિવસ વીંખાઈ જશે. ( દિન રૂપી એ તરણું તારા, રોજ વિખુટા થાય; પળ પળ કરતાં પહોંચ્યા પચાસે (૨) હજુએ ન સમજાય-જીવ તારે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy