SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શરદી સુવાસ છે. જેને આવું જ્ઞાન થાય છે તે કષાયો ઉપર વિજય મેળવી શકે છે ને સંસારથી મુક્ત બની અનંત સુખને સ્વામી બની મોક્ષમાં બિરાજે છે. શ્રેણક રાજાને નરકને બંધ પડ્યો હતે એટલે તેમને આત્મા નરકમાં રૌ રૌ વેદના ભગવે છે પણ સમ્યકત્વ પામીને ગયા છે એટલે સમતા ભાવે બધું સહન કરે છે. આ સમ્યકત્વની લહેજત છે. ગઈ કાલે વીસમા અધ્યયનના ભાવ કહ્યા હતા. આજે એકવીસમા અધ્યયન તરફ દષ્ટિ કરીએ. એકવીસમા અધ્યયનમાં સમુદ્રપાલને અધિકાર છે. સમુદ્રપાલ ચંપા નગરીના એક સમૃદ્ધ અને જૈન ધર્મના અનુરાગી મહાવીર પ્રભુના શ્રાવક પાલિત નામના શ્રેષ્ઠીને પુત્ર હતું. એ પાલિત શેઠ એક વખત દરિયાઈ માર્ગે વહાણમાં બેસીને પિહુંડ નામના નગરમાં વહેપાર અર્થે ગયેલા. ત્યાં તેમણે વહેપાર ખૂબ જમાવેલે એટલે ઘણાં વર્ષો ત્યાં રહેલા. ત્યાં એક વણિકની સ્વરૂપવતી કન્યા સાથે તેમનું લગ્ન થયું. સમય જતાં તે કન્યા ગર્ભવતી થઈ તેને લઈને પાલિત શેઠ ચંપાનગરી આવતા હતા ત્યારે વહાણમાં જ તેની સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યું. સમુદ્રમાં તેને જન્મ થયે તેથી તેનું નામ સમુદ્રપાલ રાખવામાં આવ્યું. સમુદ્રપાલ સૌમ્ય કાન્તિવાળે અને જેનારને વલ્લભ લાગે તે હતે. તે બુદ્ધિમાન પણ ખૂબ હતે. સમય જતાં તે યુવાન બન્યું. ભણી ગણીને બહેતર કળામાં કુશળ બન્યું. તેને અપ્સરા જેવી રૂપાળી કન્યા સાથે પરણાવ્યું. પૂર્વના પુણ્યથી પાલિત શેઠને ત્યાં ઘણું સમૃદ્ધિ હતી એટલે તે રમણીય મહેલમાં તેની પત્નીની સાથે દેગુંદક દેવની જેમ સુખ ભોગવતે હતે. કેણુ કેવું? એક દિવસ તે પિતાની પત્ની સાથે મહેલના ઉપલા માળે સેગઠાબાજી રમી રહ્યો હતે. બાજી રમવાને રંગ બરાબર જામ્યું હતું. કોઈને ખબર ન હતી કે ક્ષણ વાર પછી આ રંગમાં ભંગ પડી જશે. બાજી રમતાં રમતાં જેરશેરથી ઢેલને અવાજ સાંભળે. એટલે બાજી રમતાં રમતાં ઊભા થઈને મહેલના ઝરૂખેથી નીચે રસ્તા ઉપર દષ્ટિ કરી. તે એક માણસને ગધેડા ઉપર બેસાડ્યો હતે. તેના ગળામાં કણેરના કુલની માળા પહેરાવી હતી માથે હાંડલું ઊંધું વાળેલું હતું ને એકલું ઢેલ વાગતું હતું. આ જોઈને સમુદ્રપાલના મનમાં થયું કે શું! આ માણસ પરણવા જતા હશે ? પરણવા કંઈ ગધેડા ઉપર બેસીને છેડે જાય? તે આ બધું શું હશે? એમને કંઈ સમજ ન પડી એટલે એક માણસને પૂછ્યું કે ભાઈ! આ બધું શું છે? માણસે કહ્યું-ભાઈ! એણે માટે અપરાધ કર્યો છે. તેથી તેના અપરાધની શિક્ષા કરવા તેને વધસ્થાને લઈ જવામાં આવે છે. આ સાંભળીને સમુદ્રપાલ ધ્રુજી ઉઠશે. અહો ! આ માણસનું કોઈ નથી? એણે શું અપશધ કર્યો કે એને મારી નાંખવાનો? આ વિચાર કરતા સમુદ્રપાલના રૂંવાડા ખડા થઈ ગયા. મૃત્યુદંડની શિક્ષા સાંભળીને એને કરંટ લાગે. દેવાનુપ્રિયે! આ સમુદ્રપાલનું હૃદય કેવું કેમળ હશે! તમે પણ માનવ છે ને? તમે પેપરમાં સમાચાર વાંચે છે ને કે અમુક નદીમાં પૂર આવ્યું તેમાં ગામના ગામ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy