SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૯૫ અંતરની આગ ઓલવાય એ જ સાચો સાધુ છે. ” સાધુ એ વિશ્વનું આરામક્ષેત્ર છે. સાધુ જનતાને માનવતાની અભેદ સાંકળનું ભાન કરાવી શકે છે જેને જોતાં ગર્વ ગળી જાય ને ધીઠાઈ નાશી જાય એ જ ઈશ્વરને દૂત સાચો સાધુ છે. જે શાસ્ત્રની ઉડી ભૂમિકામાં પ્રવેશ કરી તેના રહને આંતર પ્રદેશમાં ઉતારી તેનું યથાર્થ પાચન કરતાની સાથે તે મય પિતાનું જીવન બતાવી શકે તે સાધુ કહેવાય. સાધુ એટલે અગમનિગમને જાણકાર, કઈ અગાધ શક્તિ ધરાવતે દેવાંશી પુરૂષ, પ્રભુને બંદે, સચ્ચિદાનંદ સ્વરૂપને તેજોમય પુંજ. દેવાનુપ્રિયે! અનાથી મુનિ આવા પવિત્ર સાધુ હતા. એમને જોતાં જ શ્રેણીક શાનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. સમભાવની શ્રેણીમાં પ્રાણ પાથરતા સાધુ સત્ય પંથે નીડરતાથી વિચરે છે. નિસ્પૃહપણને તે પિતાના જીવનનો ખોરાક માને છે. રાગ-દ્વેષ એ દ્વૈતભાવનું ભૂત તેમને વળગી શકતું નથી. જગતમાં રહેવા છતાં જગતભાવથી પર રહે છે, પૃથ્વી ઉપર વસવા છતાં તે પ્રભુની આજ્ઞામાં લીન રહે છે. સાધુઓનું મૌન પણ જગતના જેને માટે ઉપદેશ રૂપ છે. સાધુની પાસે બેસવું, તેમને સમાગમ કરે એ જીવનને લ્હાવે છે. સંતને સમાગમ એ શ્રેષ્ઠ સમાગમ છે, સંતના સમાગમમાં આવેલે તૃષાતર માનવી જ્ઞાનામૃતનું પાલન કરીને જાય છે. સંતને સમાગમ કદી નિષ્ફળ જતે નથી. શ્રેણીક રાજાના જીવનમાં પણ એવું જ બન્યું. શ્રેણીક રાજાએ કરી જૈન સાધુને સમાગમ કર્યું ન હતું. એ બૌદ્ધ ધમી હતા એટલે જૈન સાધુની તે ઠેકડી ઉડાવતા હતા, પણ હવે એમના ચેતનને ચાંદ ચમકવાને છે અને જીવનમાં સમ્યફ વનો સૂર્ય ઉદય પામવાને છે એટલે અનાથી મુનિને જોતાં જ તેમને ખૂબ આશ્ચર્ય થયું કે આ હું કેને જોઉં છું ? મુનિને જોતાં જ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા અને તેમના મુખમાંથી શબ્દો સરી પડયા. ગct! Toળો ગો ! , અ! ગઝરત હોય ગઈ ! ક્ષત્તિ ગદ્દો ! મુત્તિ, યહો ! મને મivયા ૭ |. અરે! આ મુનિની કેવી કાંતિ છે ! અહો ! કેવું રૂપ છે ! અહો ! એ અર્થની કેવી સૌમ્યતા છે! કેવી ક્ષમા, નિર્લોભતા અને ભેગે પ્રત્યે અનાસક્તિ છે ! રાજા આ યોગીશ્વરનું રૂપ જોઈને અત્યંત આશ્ચર્ય પામ્યા. જે શ્રેણિક રાજાને અનાથી મુનિનું રૂપ જોઈને અટલ બધું આશ્ચર્ય થાય છે, એમનું હૈયું હચમચી જાય છે તે શ્રેણક રાજાનું રૂપ કંઈ સામાન્ય ન હતું. એમનું રૂપ જોઈને દેવાંગના પણ મહિત થઈ હતી એવા શ્રેણક રાજા મુનિનું રૂપ જોઈને આશ્ચર્ય પામી ગયા કે શું આ મુનિનું રૂપ છે! શું એમની કાતિ છે! અહો ! આવા મુનિએ ભરયુવાનીમાં સાધુપણું શા માટે લીધું હશે? તેમ વિચારતા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy