SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ પડે કે ભગવાન તમારું ભલું કરે. તમારે ઉપકાર કદી નહિ ભૂલું. આ તે એક દ્રવ્ય માર્ગ બતાવ્યું પણ આપણે આત્મારૂપી વટેમાર્ગ સંસાર રૂપી ભયંકર વિશાળ અટવીમાં અનાદિ કાળથી ભૂલે પડેલ છે. હજુ તેને સાચો રાહ મળ્યું નથી. એ સાચા માગે જીવને લઈ જનાર હોય તે સદ્દગુરૂ દે છે. સશુરૂઓ ભવાટવીમાં ભૂલા પડેલા જીને હાથ પકડીને કહે છે હે જીવ! તને આ સંસારની વિષમ અટવીમાં કષાના કાંટા ભેંકાઈ રહ્યા છે, વિષય-ભેગો રૂપી ભેરીંગના ઝેર તને ચઢેલા છે ને તું રાગથી રંગાઈ ગયે છે. તેથી તું ચેરાશી લાખ જીવાનીની વિષમ અટવીમાં ભૂલે પડ્યો છે. આ બધાથી તારે બચવું હોય તે મારા રાહે ચાલ. હું તને સાથે રાહ બતાવું. સંતે કેટલા પોપકારી હોય છે. નિસ્વાર્થ ભાવે તમને સાચે રાહ બતાવે છે. જેને આવા તારણહાર ગુરૂને ભેટો થાય છે તેનું જીવન પલટાઈ જાય છે. જ્યાં સંતના પાવનકારી પગલા થાય છે તે ભૂમિનું વાતાવરણ પણ આહાદકારી બની જાય છે. જેમ તમે અત્તરની બાટલી ખુલ્લી મૂકો તે સુગંધ સુગંધ ફેલાઈ જાય છે, તેમ સંત જ્યાં વસે છે ત્યાંનું વાતાવરણ પણ તપ-ત્યાગની સુગંધથી મઘમઘતું બની જાય છે. શ્રેણીક રાજાની રાજગૃહી નગરીના મંડીકુક્ષ નામના ઉદ્યાનમાં મહાન અધ્યાત્મયોગી સંત અનાથી નિગ્રંથ એક વૃક્ષ નીચે ધ્યાનમાં મસ્ત રીતે બેઠા હતા. મગધાધિપતિ રાજા શ્રેણક મંડિકક્ષ ઉદ્યાનમાં એક વખત વિહાયાત્રા (ફરવા) માટે આવ્યા. મંડિકુક્ષ ઉદ્યાનના દરવાજામાં જ્યાં શ્રેણીક મહારાજાએ પગ મૂક્યો ત્યાં તેને અલૌકિક શીતળતાને અનુભવ થયા. બગીચાનું વાતાવરણ અત્યંત આહાદકારી લાગ્યું. આથી શ્રેણીક રાજા વિચાર કરવા લાગ્યા કે અહો! આ બગીચામાં હું આજે પ્રથમ વાર નથી આવ્યું. ઘણીવાર આવ્યું છે પણ આજે અહીંના વાતાવરણમાં ફરક લાગે છે. આજે અહીં પગ મૂકતાં જાણે અને આનંદ અનુભવું છું. આનું કારણ શું હશે ? વિચાર કરતાં કરતાં ધીમે ધીમે રાજા આગળ વધ્યા. ચારે તરફ દષ્ટિ કરતાં એક અવધૂત યોગીને વૃક્ષ નીચે આત્મધ્યાનમાં મસ્ત બનેલા જોયા. આ પવિત્ર સંતને જોતાં જ શ્રેણીક મહારાજાના રૂંવાડા ખડા થઈ ગયા. અહે! આ પવિત્ર સંતના પાવનકારી પગલાથી આ બગીચામાં આનંદકારી વાતાવરણ છવાઈ ગયું છે. બંધુઓ! વિચાર કરે. સંતે શ્રેણીક રાજાની સામે જોયું છે કે તેમની સાથે એક શબ્દ પણ બેલ્યા છે? “ના” છતાં શ્રેણીકને મુનિ પ્રત્યે આટલું બધું આકર્ષણ કેમ થયું? તમને આનું કારણ સમજાય છે? પવિત્ર સંતેમાં ચારિત્ર અને તપનું ઓજસ હોય છે. ત્યાગની પ્રતિભા પડે છે. સાચા સાધુ-સંત એટલે શું? સાંભળે. સાધુ એટલે પવિત્રતાનું સરેવર, તૃષાતુર તેના માટે પ્રાણ પાથરે, તેને દેખીને શાંતિના ઝરણું ઝરે, તેના સમાગમથી જીવન જ્યોતમાં પ્રાણુ સંચરે, તેને પગલે અમેદતાનું વાતાવરણ જામે અને જેના પરિચયથી
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy