SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શારા થાય મારા ગુરૂણીને પાછળ કઇ ફિકર ના રહે. છેવટમાં કહે, મહાસતીજી! હુ ખંભાત આવવાની નથી પણું ચંદ્રિકાની દીક્ષા ખૂબ સારી રીતે ઉજવજે. તા. ૨૫ મી ને શનિવારે કહે-મહાસતીજી! ગૌચરી વધારે ન લાવશે. પાણી પણ વધુ ન લાવશે. જે હેય તે બધું પતાવી દેજે. કંઈ રાખશો નહિ. વાપરવાનું કાર્ય પત્યું એટલે કહે કે મારે કપડા બદલવા છે. તેમ કહી પિતે મરણ પછી જે પહેરવાના હોય તે પહેરી લીધા. મને કહે કે આજે હું આપને પળે માથું મૂકીને દેહ છોડીશ ને આપણું ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ પાસે જઈશ. " આવું કહેવા છતાં હું વ્યાખ્યાનમાં તૈયાર થઈ. દાદરે પહોંચી અને અવાજ આવ્યો, કે જા મા. ઘડીભર વિચારમાં પડી ગઈ. શું કરું? પણ ફરીને કઈ ચેતવણી આપતું હેય તેમ થયું. તેથી પાછી આવી. જ્યાં પાટે બેઠી ત્યાં મારા મેળામાં માથું મૂકી દીધું ને બોલ્યા- ગુરૂદેવ ! દેહ તે નશ્વર છે. તમે મારો રાગ ન રાખશે. તમે ખૂબ હિંમત રાખજે. એમ કહી મસ્તકે હાથ મૂકીને કહે છે તે આદેશ્વર દાદા! મને ભાભવ તમારું શરણું છે. એમ ત્રણ વાર બેલ્યા ત્યાં હું ચમકી. ત્યાં મને થઈ ગયું કે હવે મારા તારાબાઈ મને મૂકીને ચાલ્યા. પછી મેં તરત સંથારાના પચ્ચખાણ આપ્યા. ત્રણ દિવસ પહેલાં તેમણે સંથારાના પચ્ચખાણ માંગેલા પણ મેં આપ્યા નહિ. ૯-૪૫ મિનિટે મેં તેમને સંથારાના પચ્ચખાણ કરાવ્યા ત્યારે તેમના મુખ ઉપર અલૌકિક હર્ષ થયે કે આજે મારી ભાવના પૂર્ણ થઈ. આજે હું ભાગ્યશાળી બની ગઈ સંથારે કરીને એ તે ધૂનમાં મસ્ત બની ગયા. છેલ્લા શ્વાસ સુધી “દેહ મરે છે હું નથી મરતી, અજર અમર પદ મા.” એ ધૂન ચાલુ રાખી. હું વ્યાખ્યાનમાં ન ગઈ એટલે સંઘને થયું કે તારાબાઈ મહાસતીજીની તબિયત બરાબર નહિ હેય. પણ મને ખબર ન પડી કે વ્યાખ્યાન બંધ કરાવું. અમે તે નવકાર મંત્ર બેલતા હતા. દશ વાગે વ્યાખ્યાન બંધ થયું એટલે સંઘના ભાઈ બહેને ઉપર આવ્યા. તારાબાઈ મહાસતીજીએ પિતે ધૂન બેલતાં ૪૮ વર્ષની ઉંમરે તા. ૨૫ મી ને શનિવારે ૧૦ ને ૧૦ મિનિટે સાડા આઠ વર્ષની દીક્ષા પર્યાય પાળી સકળ સંઘની હાજરીમાં જ્ઞાન-ધ્યાનમાં મસ્ત બનતા નશ્વર દેહને ત્યાગ કર્યો. એમની જે ભાવના હતી કે મારે પંડિત મરણે મરવું છે તે ભાવના પરિપૂર્ણ થઈ તેઓ ઓછી દીક્ષા પર્યાયમાં કામ કાઢી ગયા છે. એમના ગુણ રૂપી ગુલાબના પુષ્પો તે ઘણું છે. ચાલુ દિવસ છે. ટાઈમ થયે છે માટે બંધ કરું છું. ૧૧ મી પુણ્યતિથિ છે તે ઓછામાં ઓછા ૧૨ આયંબીલ, ઉપવાસ વિગેરે જે બને તે લેજે. તે જ આપણે ૫. તારાબાઈ મહાસતીજીને શ્રદ્ધાંજલી આપી ગણાય. (૫. તારાબાઈ મહાસતીજીનું જીવન સાંભળીને શ્રોતાજનેની આંખે આંસુથી છલકાઈ ગઈ હતી.)
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy