SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શારકા સુવાસ મહાસતીજી! તારાબહેનને હમણાં તમે દીક્ષા ન આપશે. એને એક દીકરો માટે થાય, તેને પરણવે પછી ભલે દીક્ષા લે અને તારાબહેનને પણ કહ્યું કે તમારી સંયમ લેવાની ભાવને ઉત્કૃષ્ટ છે. ભલે, તમે દીક્ષા લે પણ હમણાં તમારું કર્તવ્ય અદા કરે, ત્યારે એમણે કહ્યું કે મને મારી જવાબદારીને પૂરે ખ્યાલ છે. હું એવી પાગલ નથી કે છોકરાને નોંધાણ મૂકીને નીકળી જાઉં. * “તારાબહેને માંગેલી દીક્ષાની આજ્ઞા”: સમયને જતા ક્યાં વાર લાગે છે. પિતાના દીકરાઓમાં સુસંસ્કારોનું સિંચન કરતાં સંસારમાં રહીને પિતાની ફરજ અદા કરવા લાગ્યા. આમ કરતાં સૌથી મોટા પુત્રના લગ્ન કર્યા. પુત્રવધૂના જીવનનું સુંદર ઘડતર કરીને કહ્યું–મેં મારી ફરજ બરાબર અદા કરી છે. હવે આ ઘરબાર અને નાના ભાઈઓને તમે સંભાળી લેજે ને મને મારા માર્ગે જવાની આજ્ઞા આપે. પુત્રોએ આપેલે જવાબઃ” ત્યારે દીકરાઓ કહે છે-બા! તે તે અમને ભણાવ્યા, મેટા કર્યા. હવે અમારે તારી સેવા કરવાનો સમય આવ્યો ત્યારે તું કયાં જાય છે? અમે દીક્ષા નહિ લેવા દઈએ. કેઈપણ હિસાબે આજ્ઞા ન મળતાં તેઓ ઉપવાસ ઉપર ઉતર્યા. આથી સંઘમાં, સમજમાં ને કુટુંબમાં બધાને આઘાત લાગે, ને સી કેઈ છેકરએને ખૂબ સમજાવવા લાગ્યા. કઈ પણ હિસાબે છેકરાઓ માનતા નથી. છેવટમાં ચાર ઉપવાસે દીક્ષાની આજ્ઞા આપી. દીક્ષાની આજ્ઞા મળતાં હર્ષનાં હિલોળે ચઢેલું હૃદય ” તારાબહેનને આજ્ઞા મળતાં આનંદને પાર ન રહ્યો. તેઓ કહે-મારે તે અષાડ સુદ બીજના દિવસે દીક્ષા લેવી છે. મુહુત જોવડાવવું નથી પણ પૂ. ભાઈચંદજી મહારાજ સાહેબ વિગેરેના આગ્રહથી મુહુર્ત જેવડાવ્યું તે અષાડ સુદ બીજને જ દિવસ આવ્યું. એમને મન આનંદ હને પણ છોકરાઓના દિલમાં ભયંકર આઘાત હતે. એટલે તારાબહેન કહે છે કે મારે ઠાઠમાઠ કંઈ કરી નથી. સાદાઈથી જ દીક્ષા લેવી છે, એટલે તેમને દઢ વૈરાગ્ય તેટલી જ તેમની કસોટી હતી. બાળકોના કલ્પાંત આગળ ભલભલાના હદપ કંપી જાય પણ મહાન વૈરાગી તારાબહેનને તે હર્ષને પાર નથી. બંધુઓ! કુંવારા દીક્ષા લેવી સારી પણ સંતાનને મોહ છેબહુ મુશ્કેલ છે. જે સંતાનો છેડીને દીક્ષા લેવા નીકળે છે તેની કટી અજબગજબની થાય છે. એવા સંતાનને મેહ છોડીને તારાબહેને દીક્ષા લીધી. લીધા પછીની ઉત્તમ ભાવના " દીક્ષા લીધા પછી તેઓ મને એમ જ કહેતા કે મહાસતીજી! મારે કઈ વિદ્વાન કે વ્યાખ્યાતા નથી બનવું, મારે તે પંડિત મરણે મરવું છે ને જલ્દી ભવને અંત લાવે છે. દિક્ષા લઈને વૈરાગી બહેને તથા નવદીક્ષિત નાના સતીઓને ભણાવવા વિગેરે બધું કાર્ય તેઓ સંભાળતા હતા,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy