SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1007
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૨ શારદા સુવાસ તે મહાન સુખી બની જાય છે, ન્યાલ બની જાય છે. વધુ તે શું કહું? જે સુખ દેશના વડાપ્રધાન મોરારજીભાઈને પણ નથી મળ્યું તે તમને મળ્યું છે. મોરારજીભાઈને ભલે ભારતના વડાપ્રધાનની પદવી મળી પણ જે એ એમાં તરબોળ થઈ જાય તે એ ભવકૂપમાં ફેંકાઈ જાય, કારણ કે એમાં કંઈ કર્મનિર્જરા કે પુણ્યનું કામ નથી પણ એકાંત પાપકર્મની જ કાર્યવાહી છે. એમાં કઈ લાભ નથી પણ જેને જિનશાસન મળે છે અને તેને સંપૂર્ણ વફાદાર રહે તેને તે બેડે પાર થઈ જાય છે. દેવાનુપ્રિયે ! જિનશાસનને પ્રભાવ તે જુએ. જેને જિનશાસન મળે એ તે પ્રધાનની પદવી કરતાં પણ ઊંચી પદવી પામ્યા છે. જીવને પરભાવમાંથી સ્વભાવમાં લાવે, ભવભ્રમણ ટળે એ જિનશાસનને પ્રભાવ છે. ગમે તે હેંશિયાર ખેડૂત હેય પણ એ આરસની ભૂમિ ઉપર ઘઉં, બાજરી કે શાકભાજી ઉગાડી શકશે ? વાવણી કરી શકશે? “ના. ત્યાં તેની ચતુરાઈ કે બુદ્ધિ કામ કરી શકે નહિ. આ જિનશાસન એ સમ્યક્ત્વના બીજ વાવવા માટેની પવિત્ર ભૂમિ છે. ખેડૂતને ફળદ્રુપ જમીન મળી હોય અને ચોમાસાને સમય આવે ત્યારે શું એ પ્રમાદ કરીને બેસી રહે ખરો? એ તે પ્રમાદ છેડીને કમર કસીને મહેનત કરવા લાગે છે પણ એમ વિચાર નથી કરતો કે જમીન ફળદ્રપ છે ને વરસાદ પડે છે એટલે જેટલું અનાજ પાકવાનું હશે તેટલું પાકશે, ભાગ્યમાં હશે તે થશે. પણ તમે ડાહીમાના દીકરા થઈને આવું વિચારે છે ને કે ભાગ્યમાં હશે તે થશે. તમે આ વિચાર ન કરશે. એ વિચાર તમને ન શોભે. તમે એ વિચાર કરે કે મનુષ્યભવ એ આત્મકલ્યાણ કરવાની મોસમ છે અને જિનશાસન એ સમ્યફવનું બીજ વાવવા માટેની પવિત્ર ભૂમિ છે. જિનશાસનમાં એ કુલપાવર છે કે જેને એક વખત એની પીછાણ થઈ જાય એને સ્વરૂપની પીછાણ થયા વિના ન રહે. એના જન્મ- જરા અને મરણના દઈ ગયા વિના ન રહે. બંધુઓ! તમને દેહના દઈ ખટકે છે એટલે તમે એની ઝટ દવા કરે છે પણ જન્મ-જરા અને મરણના દદે ખટકે છે ખરા ? એ ખટકે તે તમે એને નાબૂદ કરવા માટેની દવા કરશે પણ હજુ એ દર્દ ખટકયું નથી એટલે દેહની આળપંપાળમાં પડયા છે પણ આ શરીર તે અહીં જ છૂટી જવાનું છે. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસમાં અધ્યયનમાં ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો કે હે ભગવંત! જીવ મેક્ષમાં જાય છે ત્યારે શરીરને કયાં છોડે છે? એના જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ “ વોન્તિ વત્તi, તથ જન્તુળ સિક્સ ” જીવ શરીરને અહીં મનુષ્ય લેકમાં જ છેડે છે. આ તે મેક્ષમાં જનારની વાત કરી પણ બધા છે જ્યારે આયુષ્ય પૂરું થાય છે ત્યારે શરીર તે અહીં જ છેડે છે ને? કંઈક છેડીને ગયા ને તમે તેને બાળી આવ્યા, કેમ બરાબર છે ને? હા, તે વિચાર કરે છે જે શરીર આપણે અહીં જ છોડીને જવાનું છે તેને માટે તમે આટલું બધું કર્મબંધન શા માટે કરે છે ? આવું ઉત્તમ શરીર મળ્યું છે તે આત્મસ્વરૂપની
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy