________________
૮૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[મેરખી હું તેમને બાણવેધ ચૂકવી નાંખીશ. અમરેન્દ્ર કણિકને કહ્યું કે, તમે મારા મિત્ર છો, એટલા માટે હું સેનવૈક્રિય કરીશ અને મહાકંટક અને રથમૂસલનાં સંગ્રામવૈક્રિય કરી તમને વિજય અપાવીશ. અમરેન્દ્ર પાસેથી આવું આશ્વાસન મળવાને કારણે કેણિક પ્રસન્ન થયે. હવે કાણિક પાછો સજ્જ થઈને ચેડારાજાની સામે યુદ્ધ કરવા આવ્યો. ભગવાને કહ્યું છે કે, તે સંગ્રામમાં એક કરોડ અને એંસી લાખ માણસો માર્યા ગયા.
ભગવતી સૂત્રમાં પણ એક એવું ઉદાહરણ આવ્યું છે કે, વરુણ નાગનgઆ નામને એક શ્રાવક હતિ. આ શ્રાવક બેલે બેલે પારણું કરતો હતો. તે ચેડારાજાને સામન્ત હતું એટલા માટે તેને યુદ્ધમાં જવા માટે કહેવામાં આવ્યું. તે વખતે તેને બીજો ઉપવાસ હતે. શું તેવા ઉપવાસીને માટે યુદ્ધમાં જવું ઉચિત હતું ? શું તે એ ઉત્તર આપી શકતો ન હતું કે, ઉપવાસી યુદ્ધમાં કેવી રીતે જઈ શકું? પરંતુ તેણે આવો કોઈ જવાબ ન આપતાં એમ જ કહ્યું કે, સમય ઉપસ્થિત થયે સેવકે સ્વામીની સેવા કરવી જ જોઈએ. સ્વામીની સેવા કરવાને ખરેખર સમય ઉપસ્થિત થયો હોય તે સમયે બહાનું કાઢીને ન જવું એ અનુચિત છે. ખરે સમયે નીમકહરામી બનવું તે શું હરામખેરી નથી ?
આજે ભારતદેશમાં બહુ હરામખોરી જોવામાં આવે છે. તમે લેકે ભારતનું અન્ન ખાઓ છો પરંતુ જે કામોથી ભારતનું નાક કપાતું હોય તે કામોમાં સામેલ થઈને જે કપડાં ગુલામી આપનાર છે તે કપડાંને અપનાવો છો, અને ભારતની રહેણી કરણી તથા સભ્યતાને ભૂલી જાઓ છો. આ નીમકહરામી નથી તો બીજું શું છે? વૈયસરોય, ગવર્નર વગેરે ભારતમાં આવે છે અને અહીંનું શાસન ચલાવે છે, પરંતુ જે તેમને ભારતીય વેશભૂષા પહેરવા માટે કહેવામાં આવે તો શું તેઓ એ વાતને સ્વીકાર કરી શકશે ? તેઓ તે એ જ ઉત્તર આપશે કે, અમે તો અમારી માતૃભૂમિની સેવા કરવા માટે આવ્યા છીએ, દ્રોહ કરવા માટે આવ્યા નથી, એટલા માટે અમે અમારો વેશ કેમ તજી શકીએ ? આ પ્રમાણે અંગ્રેજ લેકે ભારત દેશમાં રહેવા છતાં અંગ્રેજી પહેરવેશ તજતા નથી. પરંતુ કેટલાક ભારતીયો ભારતમાં રહેવા છતાં અંગ્રેજી પહેરવેશ પહેરવામાં આનંદ માને છે. આ નીમકહરામખેરી નથી તે બીજું શું છે? પહેરવેશ તથા રહેણી કરણીથી માતૃભૂમિની સભ્યતાની ખબર પડે છે. આજે તો ભારતની રહેણી કરણી તદ્દન બદલાઈ ગઈ છે. સભ્યતા બદલી નાખવામાં માતૃભૂમિ પ્રત્યે દેહ થાય છે. દેશહિતની દૃષ્ટિએ પણ ભારત-સંસ્કૃતિને અપનાવવી જોઈએ. - વરુણ નાગનતુઓ વીર હોવાને કારણે જ ઉપવાસી હોવા છતાં દેશરક્ષાને કાજે યુદ્ધમાં ગયો. આજે લેકમાં કાયરતા આવી ગઈ છે અને તે કારણે જ દેશ, સમાજ અને ધર્મનું પતન થઈ રહ્યું છે.
કહેવાનો આશય એ છે કે, ચેડા રાજા અને વરુણનાગ નજીઆ શ્રાવક કે સમકિતી હવા છતાં સંગ્રામમાં યુદ્ધ કર્યું તે પણ તેનું સ્થૂલ અહિંસાવ્રત ખંડિત ન થયું; કારણ કે તેઓને નિરપરાધીને મારવાને જ ત્યાગ હતો. અપરાધીને મારવાનો ત્યાગ ન હતો. આવી અવ
સ્થામાં તેમનું સ્થૂલ અહિંસાવ્રત કેવી રીતે તૂટી શકે ? અપરાધીને મારવાનો સમાવેશ થૂલ હિંસામાં થતો નથી. રાજ્ય પણ આવાં કાર્યોને અપરાધમાં ગણતું નથી. તમે લેકે અપરાધીને દંડ આપવાના સમયે તે દૂર દૂર ભાગે છે અને નિરપરાધીના ગળા ઉપર કલમ ચલાવવા માટે તૈયાર થઈ જાઓ છો. આ તમારી કાયરતા સૂચવે છે.