SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ]. પ્રાર્થના વિચાર [ ૮૭ કહેવાનો ભાવાર્થ એ છે કે, ગૃહસ્થ ધર્મ મર્યાદાવાળે છે. ગૃહસ્થ–ધર્મનું પાલન કરવાથી આત્માનો વિકાસ પણ થાય છે અને સાંસારિક કામ પણ અટકતું નથી. જેનધર્મ એ વીરને ધર્મ છે. આ વીરધર્મમાં કાયરતાને જરાપણ સ્થાન નથી. જેનામાં વિરતા હોય તે જ જૈનધર્મનું બરાબર પાલન કરી શકે છે. આજે જૈનધર્મ કાયરતાને પોષે છે એવું જે કહેવામાં આવે છે તેનું પ્રધાન કારણ કહેવાતા જેનોને કાયરતા પૂર્ણ વ્યવહાર જ છે. જે જૈનધર્મનું બરાબર પાલન કરવામાં આવે તે દેશ, સમાજ અને ધર્મનું ઉત્થાન થયા વગર રહે નહિ. ધર્મ-પાલનમાં વીરતા અને ધીરતાની આવશ્યક્તા રહે છે. જે માણસ પોતાની રક્ષા કરી શકે નહિ તે માણસ બીજાની રક્ષા કેવી રીતે કરી શકે ? દેશ, સમાજ કે ધર્મનું ઉત્થાન કરવું હોય તો સર્વ પ્રથમ નૈતિક બળ કેળવવાની આવશ્યક્તા છે. તમે શ્રાવકધર્મનો ઊંડો વિચાર કરે અને તેનું બરાબર પાલન કરવાનો પ્રયત્ન કરે. જે તમે બધી વસ્તુઓના ત્યાગી હેત અથવા સાધુ હતા તે તમને આ વિષે આટલું બધું કહેવાની જરૂર ન રહેત. પરંતુ તમે તે ગૃહસ્થ શ્રાવક છે અને એટલા જ માટે તમારે સમષ્ટિને ધ્યાનમાં રાખી નિયમો બનાવવા જોઈએ. વ્યક્તિગત પ્રશ્નને બાજુએ રાખી સમષ્ટિના હિત માટે શ્રાવકોએ ખાસ ધ્યાન રાખવું જ જોઈએ. તમે જે તમારા ગૃહસ્થ– ધર્મનું પણ બરાબર પાલન કરે છે તેમાં કલ્યાણ જ છે. વ્યાખ્યાન : સંવત ૧૯૯૪ શ્રાવણ સુદ ૬ સોમવાર પ્રાર્થના કાદી નગરી ભલી હે, શ્રી સુગ્રીવ નૃપાલ; રામ તસું પટરાની હો, તસ સુત પરમ કૃપાલ. શ્રી સુવિધિ જિનેશ્વર વદિયે છે. જે – વિનયચંદ્રછ કુંભટ વીશ. શ.' સુબુદ્ધિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આત્મા અને પરમાત્મા વચ્ચે શું અંતર છે એ વાત આ પ્રાર્થનામાં બતાવવામાં આવી છે. જે આ વિષે ઊંડે વિચાર કરવામાં આવે તે આત્માને એ વાતનો ખ્યાલ આવી શકે કે, આત્મા પિતાની ભૂલને કારણે જ પરમાત્માથી દૂર થઈ રહ્યો છે, અન્યથા આત્મા અને પરમાત્મામાં કઈ પ્રકારની ભિન્નતા નથી. જેનશાસ્ત્ર કહે છે કે, ઉપાધિરહિત વિચારની દૃષ્ટિએ આત્મા અને પરમાત્મા એક જ છે, કેઈ પ્રકારની ભિન્નતા નથી. જે કાંઈ ભિન્નતા છે તે ઉપાધિને કારણે જ છે. અને આ ઉપાધિ કર્મને કારણે છે. જો આત્મા કર્મથી મુક્ત થઈ જાય તો પછી આત્મા અને પરમાત્મા એક જ છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy