________________
૮૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
_ r0
[મોરબી
વાસ્તવમાં આત્મામાં કોઈ પ્રકારને દોષ નથી. દેષ તે કર્મનો જ છે એટલા માટે કર્મને જ દૂર કરી આત્માને ઉપાધિરહિત બનાવવામાં આવે તે આત્મા પણ પરમાત્મામય બની શકે. જેનદષ્ટિ આત્માને પરમાત્મામય બનાવવાને જ ઉપદેશ આપે છે. સદ્દભાગ્યે આપણને જેનદષ્ટિ પ્રાપ્ત થઈ છે. એટલા જ માટે આપણે જેનદષ્ટિ પ્રમાણે આત્માને પરમાત્મામય બનાવવાને જ પ્રયત્ન કરવો જોઈએ. એમાં જ આત્માનું કલ્યાણ રહેલું છે. હવે આત્માનું કલ્યાણ કેવી રીતે થાય એ વાત શાસ્ત્રધારા સમજાવું છું:સમ્યકત્વ પરાક્રમ–બેલ ચોત્રીસમે ( ચાલુ)
સમ્યકૃત્વમાં પરાક્રમ કરી કેવી રીતે ઉત્તરે ઉન્નતિ સાધી શકાય છે તેને લગતાં ૩૩ પ્રશ્નોત્તર વિષે વિચાર કરવામાં આવ્યું છે. ૩૪ મો પ્રશ્નોત્તર ઉપધિના ત્યાગ વિષે છે. અત્યારે ઉપધિને ત્યાગ કરવાથી જીવને શું લાભ થાય તે વિષે વિચાર ચાલી રહ્યો છે.
ઉપધિની વ્યુત્પત્તિ કરતાં શાસ્ત્રકાર કહે છે કે, જેના પ્રતાપથી આત્મા દુર્ગતિને પ્રાપ્ત થાય તે ઉપધિ કહેવાય છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં ઉપધિનાં ત્રણ પ્રકાર કહેવામાં આવ્યાં છે. એક કર્મ ઉપધિ, બીજી શરીર ઉપધિ અને ત્રીજી બાહ્ય ભંડેપકરણ ઉપધિ. કર્મ પણ ઉપધિ છે અને આ ઉપાધિને કારણે જ આત્મા પરમાત્માથી જૂદ પડી રહ્યો છે. કર્મ ઉપધિને કારણે જ આત્માને સુખ-દુઃખનો અનુર્ભવ કરવો પડે છે. પરંતુ સુખ–દુઃખ બહારથી આવ્યાં છે એમ આત્મા માની બેઠો છે એજ તેની ભૂલ છે. કર્મ ઉપધિને કારણે જ આત્માને શરીર ધારણ કરવું પડે છે, અને જ્યારે આત્મા સશરીરી બને છે ત્યારે તેને બાહ્ય અનેક ચીજોની આવશ્યકતા પણ રહે છે. આત્મા આ બાહ્ય ચીજોને પોતાની જ માની બેઠે છે ત્યાં જ તેની ભૂલ થાય છે. જેમકે ઘર માટી, લાકડાં, પત્થર આદિ સામાનથી બને છે. પરંતુ આત્મા એ ઘરને મારું છે એમ માની બેઠો છે. જ્યાંસુધી ઘર માટી, ઇટ, પત્થર આદિના સંગથી બન્યું નહતું ત્યાં સુધી આત્માને તેના પ્રત્યે મમત્વભાવ ન હતો. પરંતુ જ્યારે ઘર તૈયાર થયું ત્યારે આત્મા મમત્વભાવને કારણે આ ઘર મારું છે એમ કહેવા લાગે છે. આ જ પ્રમાણે કર્મ–ઉપધિ તથા શરીર–ઉપધિ હોવાને કારણે જ બાહ્ય ઉપકરણોની આવશ્યક્તા ઊભી થાય છે, અને પછી તે વસ્તુઓ પ્રત્યે મમત્વ બંધાય છે. શાસ્ત્ર કહે છે કે આ ઉપધિ જ ઉપાધિરૂપ છે. આ ઉપધિ આત્માને સંસારની જાળમાં ફસાવનાર છે. એટલા માટે ઉપધિને ત્યાગ કરવાને યથાશક્તિ પ્રયત્ન કરે અને પદાર્થો પ્રત્યે જે મમત્વભાવ બંધાય છે તેને શક્ય પ્રયત્ન કરી દૂર કરે.
આ ઉપરથી કદાચ તમે કહેશે કે, અમે ઉપધિને ત્યાગ કેવી રીતે કરી શકીએ અને પદાર્થો પ્રત્યે મમત્વભાવ છે તેને કેવી રીતે દૂર કરી શકીએ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે ધર્મની આરાધનાથી ઉપધિને પણ ત્યાગ થઈ શકે છે અને મમત્વભાવ પણ દૂર થઈ શકે છે. ધર્મ બે પ્રકાર છે. એક આગાર ધર્મ અર્થાત્ ગૃહસ્થ ધર્મ અને બીજે અનાગાર ધર્મ અર્થાત્ સાધુધર્મ. આ બન્ને પ્રકારના ધર્મની શ્રદ્ધા તે સરખી જ છે, કેવળ તેની સ્પર્શનાઆરાધના કરવામાં અંતર છે. એટલા માટે જે તમે આજે શાસ્ત્રના આ કથનને જીવનમાં સક્રિયરૂપ આપી શક્તા ન હ તો, શ્રદ્ધામાં ઉપાધિ એ ઉપાધિ છે અને આત્મા તથા પદાર્થો