________________
ચાતુર્માસ ] સમ્યકત્વ પરાકમ-૩૪ મે બેલ
[૯ ભિન્નભિન્ન છે એમ તે અવશ્ય માને. સાંસારિક પદાર્થો પ્રત્યે મમત્વ એટલે ઓછો રાખશે તેટલું સુખ થશે અને એટલે મમત્વ વધારશે તેટલું વધારે દુઃખ થશે. જ્યાં સુધી તમે આ પદાર્થોના મમત્વમાં ફસાઈ રહેશે ત્યાં સુધી આત્માની ઉન્નતિ થઈ શકશે નહિ. આજનું વિજ્ઞાન પણ એ જ કહે છે કે, જે માણસ બીજાના ફંદામાં ફસાએલે રહે છે તે માણસ પિતાનો વિકાસ કરી શકતો નથી. જે મમત્વનો ત્યાગ કરે છે તે જ પોતાને વિકાસ કરી શકે છે. કમળ જે જળમાં જ લિપ્ત થઈને રહે છે તેને વિકાસ થઈ શકે નહિ. કમળ જ્યારે જળમાંથી નિલેપ થઈને બહાર નીકળે છે ત્યારે જ તેનો વિકાસ થાય છે. આજ વાત આત્માના વિકાસને પણ લાગુ પડે છે. આત્મા પણ જ્યાં સુધી બાહ્ય પદાર્થોમાં લિસ રહે છે ત્યાં સુધી તે પોતાનો વિકાસ સાધી શકતો નથી, પરંતુ જ્યારે તે પદાર્થોના મમત્વલેપથી નિલેપ બની જાય છે ત્યારે જ પિતાનો વિકાસ સાધી શકે છે. આજ કારણે શાસ્ત્રકારેએ ઉપધિનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. ભગવાને કહ્યું છે કે, ઉપધિને ત્યાગ કરવાથી આત્મા કમરહિત બની સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની શકે છે. આ પ્રમાણે એક પ્રકારની ઉપધિનો ત્યાગ કરવાથી શું ફળ મળે છે તે કહેવામાં આવ્યું છે.
હવે એક ઉપાય બીજા પ્રકારની પણ છે, કે જેની દ્વારા સંયમમાર્ગની પુષ્ટિ થાય છે. આ ઉપરથી અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થવો સ્વાભાવિક છે કે, એક બાજુ તો ઉપધિને ત્યાગ કરવાનું કહેવામાં આવે છે અને બીજી બાજુ ઉપધિદ્વારા સંયમમાર્ગની પુષ્ટિ થાય છે એમ કહેવામાં આવે છે, તે એનું શું કારણ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, એક ઉપધિ તે બંધનરૂપ હોવાથી ત્યાજ્ય છે અને બીજી ઉપાધિ સંયમ માર્ગમાં સાધનભૂત હેન્નાથી વિવશ થઈને રાખવી પડે છે, અને એટલા જ માટે તે ગ્રાહ્ય છે. આ વાત એક સાધારણ ઉદાહરણ દ્વારા વિશેષ સ્પષ્ટ કરું છું.
માને કે, કોઈ માણસને પગે ગૂમડું થયું છે. તેણે ડૉકટરને બતાવ્યું. ડોકટરે મલમ ચોપડી પાટો બાંધવાનું કહ્યું. ડોકટરના કહેવા પ્રમાણે તે માણસે પગના ગૂમડા ઉપર મલમ પડી પાટો બાંધ્યો. હવે અત્રે વિચારવાનું એ છે કે, તે માણસે કપડાંને પાટો મમતાથી બાંધ્યો કે દુઃખને દૂર કરવા માટે બાંધ્યો ? તે માણસ આખર તે પાટાને છોડી જ દેવાનો છે. પરંતુ જ્યાં સુધી પગે ગૂમડું છે ત્યાં સુધી તેણે પગે પાટો બાંધવા જ પડશે. જે પગે ગૂમડું ન હોય તે કઈ શા માટે પગે પાટે બાંધી રાખે? તે માણસને પણ પગે પાટો બાંધી રાખવાની ઈચ્છા તે નથી, પરંતુ જ્યાં સુધી પગે ગૂમડાંની પીડા છે ત્યાંસુધી વિવશ થઈને પગે પાટા બાંધી રાખવો પડે છે.
આજ વાત સાધુઓની ઉપધિ વિષે પણ સમજે. સાધુઓ સંયમનું પાલન કરવા માટે જ ઉપધિ રાખે છે. જે ઉપધિ રાખીને અર્થાત વસ્ત્ર–પાત્ર આદિ સંયમનાં સાધને રાખીને સાધુ અભિમાન કરે તે જેમ પગે ગૂમડું ન હોય છતાં પાટો બાંધવાની માફક અનુચિતજ છે. પરંતુ જે પ્રમાણે ગૂમડાને કારણે પાટો બાંધવો અનુચિત નથી, તેજ પ્રમાણે નિરભિમાની થઈને અને પિતાની અશક્તિને સ્વીકાર કરીને ઉપાધિ રાખવી એ પણ સાધુઓ માટે અનુચિત નથી. જે પ્રમાણે શહેરમાં કેટલાક ભિખારી ભીખ માંગવા માટે પગે કપડાં બાંધી ઢોંગ કરે છે તેવો ઢોંગ કરવો એ વાત જુદી છે. આવો ઢોંગ કરી ઉપધિ રાખનારની બધા લોકોએ નિંદા કરી છે. પરંતુ જે પ્રમાણે પગે ગૂમડું થવાથી પાટો બાંધવો
- ૧૨