SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મારમી અનુચિત નથી, તેજ પ્રમાણે જે ઉપધિ સયમને પુષ્ટ કરે છે તે ઉપધિને કર્યું નષ્ટ થાય ત્યાં સુધી, અથવા ઉપધિ તજવાની શક્તિ આવે ત્યાંસુધી, રાખવી અનુચિત નથી. પરંતુ ઉપધિ રાખીને અભિમાન કરવું, કે આનંદ માનવે તે ગૂમડું ન હોય છતાં પગે પાટા બાંધવા જેવી મૂર્ખતા છે. ભગવાન કહે છે કે, જે વસ્તુની જેટલી અનિવાર્ય આવશ્યકતા છે તેટલી ઉપધિ રાખવી, પરંતુ જે વસ્તુની આવશ્યકતા નથી અને જેનેા ત્યાગ કરવાની શક્તિ છે તેને ત્યાગ ન કરવા એ મૂખ`તા છે. છતાં જ્યાંસુધી ઉપધિ રાખવી પડે ત્યાંસુધી ઉપધિને કારણે કાઇ પ્રકારનું અભિમાન કરવું ન જોઈ એ. એમ થવું ન જોઇએ કે, સુંદર કપડાં રાખે અથવા સુંદર ચીજ રાખે અને પછી તેને કારણે અભિમાન કરે. ગૂમડાં ઉપર જે પાટા બાંધવામાં આવે છે તે આધાત આદિથી બચવા માટેજ બાંધવામાં આવે છે, સુંદરતા વધારવા માટે પાટા બાંધવામાં આવતા નથી. તેજ પ્રમાણે સાધુએ જે કપડાં રાખે છે તે લજ્જાની રક્ષા માટે તથા શરીરને શીત કે તાપના જે આધાત લાગે છે અને જે આધાતને સહેવાની હજી શક્તિ નથી તે આધાતથી બચવા માટે જ રાખે છે. એટલા માટે સાધુએએ વસ્ત્રાદિ રાખવામાં શૃંગારની ભાવના રાખવી ન જ જોઇએ. જો એવી શ્રૃંગાર ભાવના રાખવામાં આવે તે તે વસ્ત્રાદિની ઉપધિ સયમમાં બાધક નીવડે છે શક્તિ ન હોવા છતાં ઉપધિને ત્યાગ કરવા અનુચિત છે, એટલું જ નહિ પણ તેમ કરવાથી અનેક અનર્થાં પણ પેદા થવાની સંભાવના રહે છે. જે પ્રમાણે ગૂમડું મટયું નથી તે પહેલાં જ તે ઉપર બાંધવામાં આવેલા પાટા ખાલી નાંખવાથી ગૂમડુ વધી જવાને, પાકી જવાને કે તેના ધાવમાં કીડા આદિ પડી જવાનેા સભવ રહે છે, તેજ પ્રમાણે શકિત ન હાવા છતાં ઉપધિને ત્યાગ કરવાથી પણ અનેક પ્રકારની હાનિ થવાનેા સભવ રહે છે. એટલા માટે ઉપધિને ત્યાગ કરવામાં વિવેક રાખવાની આવશ્યકતા રહે છે. જો પેાતાનામાં શકિતસામર્થ્ય હાય તો તે ઉપધિને ત્યાગ કરવા એ સારું જ છે; પરંતુ શિતસામર્થ્ય ન હાય અને એવી અવસ્થામાં સંયમનિર્વાહાથે ઉપધિ રાખવી પડે તે તે ખરાબ નથી. પરંતુ ઉપધિને કારણે અભિમાન કરવું એ ખરાબ જ છે. એટલા માટે સાધુએએ ઉપધિ રાખીને જરા પણ અભિમાન કરવું ન જોઈએ. શાસ્ત્ર તા કહે છે કે, સાધુઓએ તે એવી ઉચ્ચ ભાવના ભાવવી જોઇએ કે એવા મને શુભ અવસર ક્યારે મળે કે જ્યારે હું જિનકલ્પી થઈ બધાં સાધનાને ત્યાગ કરી વિચરું. જ્યારે સાધુએતે આવી ઉચ્ચ ભાવના ભાવવાનું કહેવામાં આવ્યું છે ત્યારે ઉપધિ રાખવાને કારણે સાધુઓએ અભિમાન શા માટે કરવું જોઇએ ? જો ઉપષિ રાખીને અભિમાન કરવામાં આવે તે જે ઉપધિ સંયમમાં સાધનભૂત બને છે તેજ ઉપધિ દુર્ગતિને માગે લઇ જનારી નીવડે છે. ઉપધિના ત્યાગ કરવાથી જીવને શા લાભ થાય છે? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ક્રૂરમાવ્યું છે કે, ઉપધિને ત્યાગ કરનાર ભય આદિ કલેશથી રહિત થાય છે અર્થાત્ તેને કાઇ પ્રકારને ભય રહેતા નથી. ઉપષિના ત્યાગ કરવાથી જીવાત્મા કેવી રીતે નિર્ભય બને છે એ વાત એક ઉદાહરણુદ્વારા સમજાવું છું:— • માનેા કે, એક માણસ સાનાને હાર પહેરી એવે છે કે જેલ સેનાનું કાંઇ ધરેણું પહેર્યું મળી જાય તેા કાને ભય લાગશે ? જો જે માણસે જંગલમાં ગયા છે અને ખીજો માણસ નથી. હવે જો તે જંગલમાં કાઇ ચાર સેાનાના હાર પહેર્યાં છે તે માણસને
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy