SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ—૩૪ મા મેલ [ ૯૧ મમત્વ ન હોય અને નિમ થઇને એમ વિચારે કે સેાનું શું ચીજ છે ! ચાર લઈ જાય તેા ભલે લઈ જાય, તે તે તેને ભય પેદા થવાનું કાઈ કારણ નથી; પરંતુ જો સેાનાના હાર પ્રત્યે મમત્વ હોય તે એ અવસ્થામાં તેને ચેરને ભય લાગ્યા વિના રહેતેા જ નથી. સેાનાના મમત્વને કારણે કેાઈવાર સાનું જવાનેા અને પ્રાણ પણ જવાનેા ભય રહે છે. જે પ્રમાણે સેાનાનું મમત્વ ન રાખવાથી નિર્ભય બની જાય છે તેજ પ્રમાણે ઉપધિને ત્યાગ કરવાથી જીવાત્મા નિઃસંકલેશ અર્થાત્ કલેશરહિત બની જાય છે. બાહ્ય ઉપધિને ત્યાગ કર્યા બાદ જે કર્મની ઉપધિ તથા શરીરની ઉધિ રહે છે તેને માટે ભગવાને કહ્યું છે કે, બાહ્ય ઉપધિની માફક કર્મ તથા શરીરની ઉધિને પણ ત્યાગ કરવા જોઈ એ. ઉપધિને ત્યાગ કરવાથી જ્ઞાન-ધ્યાન તથા સ્વાધ્યાય પણ સારી રીતે થઈ શકશે. જ્યાં સુધી ઉપધિ હાય છે ત્યાં સુધી ઉપકરણાની સારસંભાળ પણ રાખવી પડે છે અને તેને લેવા-મૂકવાની ચિંતા પણ કરવી પડે છે. આજ પ્રમાણે જ્યાં સુધી શરીરની ઉપધ હોય છે ત્યાં સુધી ભાજન–પાણી લેવા જવામાં પણ સમયને ભોગ આપવાજ પડે છે. જ્યારે વસ્ત્ર-પાત્રાદિની ઉપધિ રહેવા નહિ પામે ત્યારે જ્ઞાન-ધ્યાન તથા સ્વાધ્યાયમાં પણ અધિક સમય આપી શકાય છે; એટલા માટે ઉપધિને જેટલા ત્યાગ થાય તેટલું સારું જ છે. પરંતુ પેાતાની શક્તિ જોઈ ને ઉપધિને ત્યાગ કરવા જોઈએ. ઉપધિને ત્યાગ કરવાનું શક્તિસામર્થ્ય ન હોય તે ઉપધિને કારણે અભિમાન કરવું ન જોઈએ, પરંતુ ઉપધિને ત્યાગ કરવા હું કયારે સમર્થ થાઉં એવી ઉચ્ચ ભાવના ભાવવી જોઈએ. ઉપધિ એ પ્રકારની હાય છે, એક તા ઔધિક ઉત્પધિ અને ખીજી ઔપગ્રાહિક ઉપધિ. જેના વિના કામ ચાલી જ શકતું નથી અર્થાત જે વસ્તુની અનિવાર્ય આવશ્યકતા રહે છે તે ઔધિક ઉપધિ છે, અને જે વસ્તુ કાઈ કારણવશાત્ લેવી પડે છે અને કારણ મથ્યા બાદ તે વસ્તુને ત્યાગ કરી દેવામાં આવે છે તે ઔપગ્રાહિક ઉપધિ છે. આ વાત ગૃહસ્થાની ઉપધિને પણ લાગુ પડે છે અને સાધુએની ઉપધિને પણ લાગુ પડે છે. ભગવાને સાધુને માટે કહ્યું છે કે, સાધુ જધન્ય બાર, મધ્યમ ચૌદ અને ઉત્કૃષ્ટ પચ્ચીસ ઉપધિ—ઉપકરણા રાખી શકે. તેથી વધારે રાખી શકે નહિ. અત્રે નિર્પ્રન્થ-ધર્મનું જ વર્ણન કરવામાં આવે છે, એટલા માટે આ મર્યાદા નિર્પ્રન્થ સાધુને માટે બતાવવામાં આવી છે. ગૃહસ્થ—ધર્મનું અત્રે વર્ણન કરવામાં આવ્યું નથી પરંતુ આ ઉપરથી ગૃહસ્થાએ પણ વિચાર કરવા જોઇએ અને જેટલા પ્રમાણમાં ઉપધિ-ઉપકરણાને ત્યાગ થઈ શકે તેટલા ત્યાગ કરવા જોઈ એ. તમે લેાકેા–શ્રાવક્રા જે સામાયિક કરેા છે તે ઉધિના ત્યાગ કરવાને અભ્યાસ કરવા માટે જ કરવામાં આવે છે. જો તમે આજે ઉપધિના ત્યાગ કરવામાં સમર્થ ન હૈ। તે તે ઉપધિરૂપ ઉપાધિમાં રહેવા છતાં અભિમાન ન કરેા, પરંતુ તે ઉપધિ પ્રત્યે મમત્વ એછે કરી પરમાત્મા સાથે સંબંધ જોડા તા તમે પણ ધીમે ધીમે કાર્ય દિવસ ઉપધિને ત્યાગ કરવા માટે શક્તિમાન થઈ શકશે. તમે લેાકેા અન્ય સાંસારિક કામેામાં તે પૂર સમય ગાળે છે પરંતુ પરમાત્માને પસંદ પડે એવાં કાર્યો કરવામાં સમય આપતા નથી એ દુઃખનેા વિષય છે. તમે લેાકેા ધારા તેા વ્યાવહારિક કાર્યો કરવાની સાથે જ પરમાત્માનું નામ સ્મરણુ કે પરમાત્માને પસંદ પડે એવાં સત્કાર્યો કરી આત્મકલ્યાણ સાધી શકા છે..
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy