SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મેરબી આમ છતાં જો તમે આત્મકલ્યાણ ન સાધે છે તે તમારી કેવી ભૂલ કહેવાય ? પનીહારી પાણુ ભરતી વખતે બીજી સખીઓ સાથે વાત કરતી જાય છે અને ઘડે પડી ન જાય તેનું પણ ધ્યાન રાખે છે. આ પ્રમાણે ઘડે પડી ન જાય તે પ્રત્યે તેનું ચિત્ત ખાસ લક્ષ્ય રાખે છે તે જ પ્રમાણે તમે બીજાં કામ કરવાની સાથે જ જે તમારું ચિત્ત પરમાત્મામાં પરે તે કેવું સારું ? પરમાત્મામાં ચિત્તને એકાગ્ર કરવાથી આત્માનું હિત પણ થાય છે અને ચિત્ત પણ સ્વચ્છ રહે છે. મન એ જ બંધન અને મુક્તિનું કારણ છે, એટલા માટે મન જેટલું સ્વચ્છ રહે તેટલું સારું છે. મનને સ્વચ્છ રાખવાનું સૌથી સરસ સાધન પરમાત્માનું નામસ્મરણ કરવું એ છે. તમારા શરીરને તો કદાચ રાજા બંધનમાં નાંખી શકે, પરંતુ તમારા મનને તો રાજા તો શું કઈપણ સમર્થ વ્યક્તિ પણ બંધનમાં નાંખી શકે નહિ. મન તે સ્વતન્ત્ર જ છે, એટલા માટે જેલમાં પણ જે મનદ્વારા પરમાત્માનું સ્મરણ કરવામાં આવે તે તે જેલ પણ તમારા માટે હિતકારિણી થઈ જાય ! શ્રીકૃષ્ણને જન્મ કારાગારમાં જ થયો હતો. વસુદેવ અને દેવકી જેલમાં હતા ત્યારે કૃષ્ણને જન્મ થયો હત; છતાં શું તેઓ જેલમાં દુઃખ માનતા હતા ? જે તેઓ જેલને દુઃખરૂપ માનતા હતા તે શું તેઓ કૃષ્ણજન્મને આનંદ લૂંટી શકત? મેં એક પુસ્તકમાં વાંચ્યું છે કે, દેવકી જેવી સહનશીલ સ્ત્રી બીજી કઈ થઈ નથી. દેવકીમાં સ્ત્રીચિત બી ગુણ તે હતા જે પરંતુ પતિના વચનની રક્ષા માટે પિતાનાં સંતાનોને આપી દેવા, અને સાથે સમતા રાખવી એ તેનામાં મોટો ગુણ હતો. સંતાન બધાને પ્રિય હોય છે. પશુપક્ષીઓને પણ સંતાનો પ્રિય હોય છે, તો પછી મનુષ્યોને સંતાનો પ્રિય હોય એ સ્વાભાવિક જ છે. પુરુષોની અપેક્ષા સ્ત્રીઓને સંતાન પ્રત્યે વિશેષ સ્નેહભાવ હોય છે. પરંતુ દેવકીએ કેવળ પતિના વચનની રક્ષા માટે જ પોતાનાં સંતાનોને પણ મારી નંખાવવા માટે આપી દીધાં. દેવકી જ્યારે પુત્રને જન્મ આપતી ત્યારે વસુદેવ તેને કહેતા કે, હું ઘણે જ પાપી છું કે સંતાનોને જન્મ થતાં જ આપી દેવાનું વચન આપ્યું છે, પણ તમે તે સ્વય સ્વતંત્ર છે. એટલા માટે તમને ઉચિત લાગે તેમ કરી શકે છે. આ પ્રમાણે વસુદેવ આવા સમયે કાંપી ઊઠતા હતા. દેવકી ઉપર આવા સમયે બે જવાબદારી આવી પડતી હતી; એક તે પતિવ્રતધર્મની રક્ષા માટે પતિના વચનનું પાલન કરવું અને બીજી જે સંતાનને જન્મ આપ્યો છે તેની રક્ષા કરવી. પરંતુ દેવકીએ તે પતિના વચનની રક્ષાને જ મહત્ત્વ આપ્યું. દેવકી મનમાં એ જ વિચાર કરતી કે, જે મારા પતિ કામ, ક્રોધ, લોભ આદિને વશ થઈ કઈ અનુચિત કામ કરતા હતા, તે તો હું તે કામોનો વિરોધ કરતા અને પતિને સુમાર્ગ ઉપર લાવવા પ્રયત્ન કરતા, પરંતુ મારા પતિ તે ધર્મનું પાલન કરે છે અને ધર્મની રક્ષા કરવા માટે પોતાનાં સંતાનોને પણ આપી દે છે. આવી અવસ્થામાં હું તેમના આ કાર્યને અનુચિત કેવી રીતે કહી શકું અથવા તેમના આ કાર્યમાં બાધા કેવી રીતે ઉભી કરી શકું? આ પ્રમાણે વિચાર કરી દેવકી બાળક જન્મતાં જ વસુદેવને સોંપી દેતી અને કહેતી કે, આ બાળક તો તમારું જ છે, હું તે તેને પાળનારી દાસી છું. એટલા માટે તમને જેમ ગ્ય લાગે તેમ કરે. વસુદેવ પણ ક્ષત્રિય અને વીરનર હતા, એટલા માટે તેઓ પણ પોતાના વચનનું પાલન કરવા માટે દઢપ્રતિજ્ઞ રહેતા હતા.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy