________________
ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ-૩૪ મે બોલ
[ ૯૩ આજે તમે લોકોએ કાયરતાનાં કપડાં પહેરી લીધાં છે અને એ કારણે તમે ધાર્મિક કાર્યોમાં કાયરતા બતાવો છો અને જે વચન આપે છે તેનું બરાબર પાલન કરતા નથી. પરંતુ કોઈને વચન આપ્યું હોય તે પ્રાણના ભોગે પણ તેનું પાલન કરવું જોઈએ. કહ્યું છે કે :
સત મત છોડે શ્રમ, સત છેડે પત જાય;
સતકી બાંધી લમી, ફિર મિલેગી આય. દઢપ્રતિજ્ઞ પુરુષો કોઈ દિવસ વચનભંગ કરતા નથી. વચનભંગ કરવાથી પ્રતીતિ–વિશ્વાસ ઓછો થાય છે. એટલા માટે વચનનું પાલન કરી પ્રત્યેકને વિશ્વાસ સંપાદન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
લગ્ન સમયે તમે તમારી પત્નીને અને તમારી પત્નીએ તમને શું વચન આપ્યું હતું અને તમે પરસ્પર કેવી પ્રતિજ્ઞા લીધી હતી તેને વિચાર કરે. પત્નીએ તે વખતે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે, હું પતિવ્રતનું પાલન કરીશ અને પતિએ એવી પ્રતિજ્ઞા કરી હતી કે, હું પત્નીવ્રતનું પાલન કરીશ. તમે લેકે લગ્ન સમયે આવી પ્રતિજ્ઞા તે લે છે, પરંતુ તેનું પાલન બરાબર કરે છે કે નહિ? જે પતિએ પત્ની સામે એવી પ્રતિજ્ઞા કરી છે કે, હું પત્નીવ્રતનું પાલન કરીશ તે પતિ જે પરસ્ત્રીનું સેવન કરે તો તે પિતાની લીધેલી પ્રતિજ્ઞાન ભંગ કરે છે કે નહિ? જે જ્ઞાતિની સમક્ષ લેવામાં આવેલી પ્રતિજ્ઞાન ભંગ પતિ કે પત્ની કરે છે તે કેટલું બધું અનુચિત કહેવાય ? પ્રતિજ્ઞાનું પાલન કરવું એ પ્રત્યેકનું કર્તવ્ય છે.
વસુદેવ પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરવામાં દઢ રહ્યા. તેઓ એમ વિચારતા હતા કે, ગમે તેટલું માથે સંકટ પડે તો પણ ધર્મપાલનમાં તે દઢ જ રહેવું જોઈએ. જે લેકે ધર્મપાલનમાં દઢ રહે છે તે લોકોની સેવા કરવા માટે દેવો પણ લાલાયિત રહે છે. કહ્યું પણ છે કે –
देवा वि तं नमस्सन्ति जस्स धम्मे सया मणो। અર્થાત-ધર્મમાં દઢ રહેનાર ધર્માત્માઓને દેવ પણ નમસ્કાર કરે છે. આ કથનાનુસાર દેવકીનાં સંતાનો માર્યા ગયા નહિ, પરંતુ હરિણગમેલી દેવે દેવકીનાં સંતાનોને નાગ ગાથા પતિને ત્યાં મોકલાવી દીધાં અને નાગ ગાથાપતિનાં સંતાને લાવીને વસુદેવને આપી દીધાં. આ પ્રમાણે સત્ય ઉપર દઢ રહેવાને કારણે વસુદેવને કોઈ પ્રકારની હાનિ થઈ નહિ.
તમે પણ સત્ય અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખે. સત્ય અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખનારની રક્ષા થઈ છે, થાય છે અને થશે. જે તમારામાં ધર્મ ઉપર શ્રદ્ધા જ પેદા ન થાય તો તમારું અત્રે આવવું પણ નિરર્થક થાય છે. એટલા માટે નિર્ચન્થપ્રવચન ઉપર શ્રદ્ધા રાખો. તમે અને અમે નિર્ચથ–પ્રવચનથી બંધાએલા છીએ, આપણું વચ્ચે સંબંધ બાંધનાર નિર્ચન્ય–પ્રવચન છે એટલા માટે નિગ્રંથ–પ્રવચન ઉપર શ્રદ્ધા રાખી સત્યનું પાલન કરે. વસુદેવ જેવા સત્યનું પાલન કરનાર અને દેવકી જેવી પતિવ્રતા–એવા દંપતીને ત્યાં જ શ્રીકૃષ્ણ જેવા મહાપુરુષનો જન્મ થાય છે. આવા મહાપુરુષ જન્મ લઈને શું કરે છે એ વિષે ગીતામાં કહ્યું છે કે :