________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं ॥
અર્થાત્—જ્યારે ધર્મનું અપમાન થાય છે અને અધર્મનું સામ્રાજ્ય ફેલાય છે ત્યારે મહાપુરુષના જન્મ થાય છે. તે મહાપુરુષ ધર્માંની રક્ષા કરે છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે, ધર્માં રક્ષતિ રક્ષિત : અર્થાત્ જે વ્યક્તિ ધર્મની રક્ષા કરે છે, તે વ્યક્તિની ધર્મ રક્ષા કરે છે. એટલા માટે ધર્મ ઉપર શ્રદ્ધા રાખી તેનું બરાબર પાલન કરે। અને પરમાત્માનું સ્મરણ કરવામાં મનને પરાવે તે તેમાં સ્વ-પરનું કલ્યાણ જ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૪ શ્રાવણું શુદી ૧૦ શુક્રવાર
૯૪ ]
[ મેારખી
પ્રાર્થના
પ્રણમ્' વાસુપૂજ્ય જિનનાયક, સદા સહાયક તૂ મેરા; વિષ્મ વાટ ઘાટ ભય થાનક, પરમ શ્રેય સરના તેરા.
—વિનયચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી વાસુપૂજ્ય ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પ્રાર્થના એ તે આત્મા અને પરમાત્મા સાથે સંબંધ જોડનારી એક સાંકળ છે. આ સાંકળના સંબંધથી આત્મા પરમાત્માના સાનિધ્યમાં જઈ શકે છે. જે પ્રમાણે ટ્રેનનાં ડખ્ખાએ એક ખીજાની સાથે સાંકળથી સંકળાએલાં હેવાને કારણે એક જ એન્જિનના બળથી હજારો માઇલને રસ્તા થોડા વખતમાં સરળતાપૂર્વક કાપી શકે છે, તે જ પ્રમાણે આત્મા અને પરમાત્મા વચ્ચે પ્રાર્થનાની સાંકળ જોડાએલી હોય અને આત્મબળની પ્રેરણા હાય તા પતિત, પદદલિત તથા અજ્ઞાન આત્મા પણ સિદ્ધ, બુદ્ધ તથા મુક્ત થઈ મુક્તિના લાંખે માર્ગ પણ સરળતાપૂર્વક અને શીઘ્રતાથી કાપી શકે છે.
પ્રાર્થના એ તેા પ્રાણુસંજીવની શક્તિ છે. પ્રાર્થનામાં બહારનું બળ નથી પણ અંતરનું બળ છે. પ્રાર્થનામાં રહેલી શક્તિ તે આત્મિક શક્તિ છે. આ આત્મિક શક્તિ આગળ પાવિક શક્તિ કાંઈ વિસાતમાં નથી.
જે વ્યક્તિને પ્રાર્થનાની શક્તિમાં વિશ્વાસ છે, શ્રદ્દા છે તે વ્યક્તિને માટે પ્રાના જીવનની આવશ્યક વસ્તુ બની જાય છે. જીવનની શુદ્ધિ કરવા માટે પ્રાર્થના એ એક અમે ધ સાધન છે. જે ખરા અંતઃકરણથી પરમાત્માની પ્રાર્થના કરે છે તે જ પ્રાર્થનાનું મૂલ્ય આંકી શકે છે.
સામાન્ય રીતે સ’સારમાં પ્રત્યેક વ્યક્તિ સ્વાર્થ પૂર્તિ માટે પ્રાર્થના તો કરે જ છે. પરંતુ આત્મશુદ્ધિ માટે નિઃસ્વાભાવે . પરમાત્માની પ્રાર્થના કરનાર લેાકા વિરલ જોવામાં આવે છે. પરમાત્માની પ્રાર્થના કરનાર વ્યક્તિ સુખમાં પુલાઇ જતા નથી અને દુઃખમાં ગભરાઈ જતા નથી. પ્રાના તે। સુખદુઃખમાં સમાનવ્રુત્તિ રાખવાને અભ્યાસ કરાવે છે.