________________
ચાતુર્માસ ]. પ્રાર્થના-વિચાર.
[ ૫ આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે, પરમાત્માનો સાચો ભક્ત વિપત્તિને પણ સંપત્તિ રૂપ માને છે. જે આત્મા દુઃખ ચાહતો ન હોય તો તેણે દુઃખ પેદા થાય એવાં કૃત્ય કરવાં ન જોઈએ.કઈ માણસ અપથ્ય ખાન-પાન કરે અને સાથે સાથે પોતે સ્વસ્થ રહેવા પણ ચાહે એ બન્ને વાત બની શકે નહિ. જે તે સ્વસ્થ રહેવા ચાહે છે તો તેણે કુપથ્ય ખાન-પાનને ત્યાગ કરવો જ જોઈએ. આ વ્યાવહારિક વાતને આધ્યાત્મિકતામાં પણ ઉતારવી જોઈએ. જે આત્મા દુઃખ ચાહત ન હોય તો સર્વ પ્રથમ તેણે દુઃખનાં કારણો-કામ, ક્રોધ, મોહ, લોભ આદિને દૂર કરવાં જોઈએ. કામ, ક્રોધ, મોહ, લેભ વગેરે દુર્ગુણ આસુરી પ્રકૃતિનાં સંતાનો છે. આ આસુરી પ્રકૃતિને પોતાના જીવનમાં સ્થાન આપવું તે દુઃખને આમંત્રણ આપવા સમાન છે. આત્મા પહેલાં તો અવિવેક કરી દુઃખને આમંત્રણ આપે છે અને જ્યારે દુઃખો માથે આવી પડે છે ત્યારે રોવા માંડે છે. રુદન કરવાથી કે માથું ફૂટવાથી દુઃખ દૂર થઈ શકતું નથી પણ ઊલટું વધવા પામે છે. આવી અવસ્થામાં માથે આવી પડેલી વિપત્તિને સંપત્તિરૂપ માની સહિષ્ણુતાપૂર્વક તથા સમભાવે સહી લેવી એમાં જ આત્માને પુરુષાર્થ રહે છે. દુઃખને સુખ રૂપ કેમ બનાવી શકાય એવો કોઈને પ્રશ્ન પેદા થાય એ સ્વાભાવિક છે. આ પ્રશ્નના ઉત્તરમાં આ પ્રાર્થનામાં જ કહેવામાં આવ્યું છે કે –
તન ધન પ્રાણુ સમપી પ્રભુને ઈન પર વેગ રિઝાસ્યાં રાજ. અર્થાત–પરમાત્માને આત્મસમર્પણ કરવાથી દુઃખ સુખરૂપે અને વિપત્તિ સંપત્તિરૂપે પરિણમે છે.
વિપત્તિને સંપત્તિ બનાવવાને સારો ઉપાય એ છે કે, વિપત્તિથી ગભરાઓ નહિ પણ તેને આત્મકલ્યાણનું એક શ્રેષ્ઠ સાધન માની પ્રસન્નચિત્ત રહો. આ વાત હું કહું છું એટલા માટે સત્ય માનો નહિ પણ મારી વાત સત્ય છે એટલા માટે માનો. મારી વાતને શાસ્ત્ર પણ ટેકે આપે છે. શાસ્ત્રમાં એવો ઉલ્લેખ મળે છે કે, ગજસુકુમાર મુનિના મસ્તક ઉપર સેમલ બ્રાહ્મણે ધગધગતી આગ મૂકી હતી, છતાં મુનિએ તો એમ જ માન્યું કે આ વિપત્તિને મેં આમંત્રણ આપ્યું છે એટલા માટે વિપત્તિ આવી છે. જે હું ભગવાન અરિષ્ટનેમિને સારો શિષ્ય હેઉ તો મારે આ વિપત્તિને પણ સંપત્તિરૂપ માની લેવી જોઈએ. વિપત્તિને હું સંપત્તિ બનાવું તો જ હું ભગવાનને સાચો સેવક તથા ભક્ત બની શકું. આ પ્રમાણે વિચાર કરી મુનિએ સેમલ બ્રાહ્મણને દેષ ન આવે, પરંતુ વિપત્તિને સંપત્તિરૂપ માની આત્મકલ્યાણ સાધી મેક્ષ પામ્યા.
વિપત્તિને વિપત્તિરૂપ માનવાથી દુઃખ ઘટવાને બદલે વધવા પામે છે, પરંતુ જે વિપત્તિને સંપત્તિરૂપ માનવામાં આવે તો દુઃખ પણ સુખરૂપે પરિણત થઈ જાય છે.
દૈવી શક્તિ અને આસુરી શક્તિ વચ્ચે હમેશાં યુદ્ધ ચાલ્યા કરે છે. કેધ, માન, માયા, લોભ, મોહ આદિ આસુરી શક્તિ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સંતોષ આદિ દવી શક્તિ છે. પરમાત્માની પ્રાર્થના દૈવી શક્તિ દ્વારા આસુરી શક્તિને પરાસ્ત કરવાનું આત્માને બળ આપે છે. પ્રાર્થનાનું બળ અમાપ છે. આસુરી શક્તિને જીતવાને સાચે માર્ગ દૈવી શક્તિને વિકાસ કરવો એ છે, જે જે મહાપુરુષ થયા છે તેઓ બધા દૈવી શક્તિને