SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ—૩૪ મા ખેલ [ ૮૫ ચેડા રાજાએ પાતાના ગણુસંધના બધા સદસ્યાને એકત્રિત કરીને તેમને બધી હકીકત કહી અને આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઇએ તે વિષે સલાહ પૂછી. પૂર્વાપર વિચાર વિનિમય કરી બધા ગણુરાજાએ એ જ નિર્ણય ઉપર આવ્યા કે આપણે ક્ષત્રિય છીએ અને ક્ષત્રિય તરીકે સબળા દ્વારા સતાતા નિર્બળ લેાકેાની રક્ષા કરવી એ આપણા ધર્મ છે. આપણા ગણુસંધને ઉદ્દેશ પણ નિર્બળાની રક્ષા કરવાના છે. અહિલકુમાર ન્યાયના માગે છે એટલા માટે ન્યાયની દૃષ્ટિએ તેને કાણિકની પાસે મેાકલવા એ ઠીક નથી, પરંતુ યુદ્ધ કરી શરણાગતની રક્ષા કરવી એ જ આપણા માટે યાગ્ય છે. આ પ્રમાણે ગણરાજાએ પાતાના ધર્મનું પાલન કરવા માટે આપવાને તૈયાર થઈ ગયા. પરંતુ તમે લેાકેા ધર્મની રક્ષા માટે ધર્મની રક્ષા માટે થાડા પણ સ્વાર્થને ત્યાગ કરી શકે છે ? જ્યારે સ્વાર્થને ત્યાગ કરવામાં આવે ત્યારે જ ધર્મની રક્ષા થઈ શકે છે. તમારા લેાકેાની સામે જો ગણુરાજાઓની જેવી સ્થિતિ ઊભી થાય તેા તમે શું કરો ? કદાચ તમે એવા જ વિચાર કરે કે કાના હાર અને કાનેા હાથી ? અમારે તેની સાથે શું લાગે વળગે ? શું તે રાજાએ આ પ્રમાણે વિચારી શકતા ન હતા ? પરંતુ આ હલકા વિચાર કરવા એ કાયરતાનું કામ છે. જે વ્યક્તિમાં વીરતા હોય છે તે આવા હલકા વિચાર કરી શકે નહિ. તે તેા ખીજાની રક્ષા કરવા માટે હમેશાં તૈયાર રહે. આજે તે લેાકેામાં કાયરતા આવી રહી છે. આ કાયરતા વ્યાપારને કારણે આવી છે, પરંતુ લેાકેા કાયરતા ધર્મને કારણે આવી છે એમ કહે છે એ તેમની ગંભીર ભૂલ છે. ધર્મને કારણે કાઈ દિવસ કાયરતા આવી શકે નહિ. વીરપુસ્યા જ ધનું પાલન કરી શકે છે. પેાતાનાં પ્રાણ સુદ્ધાં કાંઈ કરે છે? શું બધા ગણુરાજાએ સહિત ચેડારાજા યુદ્ઘ કરવા માટે તૈયાર થયા, અને આ બાજુ કાણિક રાજા પણ પેાતાના દશ ભાઈઓને સાથે લઈને યુદ્ધ કરવા માટે તૈયાર થયા. જો કે, ક્રાણિકના દશ ભાઈઓનું એ કર્તવ્ય હતું કે, તે કાણિકને એમ કહી શકતા હતા કે વાસ્તવમાં જ્યારે બધા ભાઈએને રાજ્યનેા ભાગ આપવામાં આવ્યા છે, તે બહિલકુમારને પણ રાજ્યને ભાગ આપવા જોઇએ, પરંતુ તેઓએ પણ સત્તા આગળ માથું નમાવી દીધું. ઐતિહાસિકાનું કથન છે કે, ગણરાજ્ય તે પ્રજાતન્ત્ર રાજ્ય સમાન હતું, પરંતુ ખીજા રાજાએ તેા સ્વચ્છ ંદ થઈ રહ્યા હતા અને ગરીબે ઉપર અન્યાય કરતા હતા. ગણરાજાઓના સૈન્યની આગેવાની ચેડારાજાએ લીધી. વાસ્તવમાં ધાર્મિક વ્યક્તિ ધર્મની રક્ષા કરવા માટે હમેશાં આગળ જ રહે છે. આજના પ્રમુખ તેા કાર્ય કરવાના સમયે નાકરાને આગળ કરી દે છે. પરંતુ ચેડારાજાએ તે તે આગેવાની લીધી અને યુદ્ધમાં પોતાની યુદ્ઘકલાને પરિચય આપ્યા. ચેડારાજાએ પોતાના અચૂક બાણુવેધ દ્વારા કાણિકના ભાઓને શિરચ્છેદ કરી નાંખ્યું. પેાતાના ભાઇએ માર્યાં જવાથી કાણિક રાજા ભયભીત થયા. કાણિકે તપ આદ્બિારા ઈન્દ્રોની આરાધના કરી.તેની આરાધનાના ફળ સ્વરૂપ શક્રેન્દ્ર અને ચમરેન્દ્ર આવ્યા. શક્રેન્દ્રે તે કાણિકને કહ્યું કે, તમારા પક્ષ ન્યાયપૂર્ણ નથી અને ચેડારાજાને પક્ષ ન્યાયપૂર્ણ છે. કાણિકે કહ્યું કે, ગમે તે થાય પરંતુ આ વખતે તે મારી રક્ષા કરો. શક્રેન્દ્રે ઉત્તર આપ્યા કે, હું વધારે તા કાંઈ કરી શકીશ નહિ પરંતુ ચેડારાજાના બાણુથી તમારી રક્ષા કરીશ.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy