________________
૮૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મોરબી
આ
પે
.
-
-
--
-
આ પ્રમાણે પૂર્વાપર વિચાર કરી હાર-હાથીને બચાવવા માટે બહિલકુમાર રાતના સમયે નીકળી પડ્યો અને પોતાના નાના ચેડા રાજાની શરણે જઈ પહોંચ્યો. બહિલકુમારે • ચેડા રાજાને બધી હકીક્ત કહી સંભળાવી. ચેડા રાજાએ બધી હકીકત સાંભળીને બહિલ
કુમારને કહ્યું કે, તમારું કહેવું બરાબર છે. આ પ્રમાણે કહીને ચેડા રાજાએ બહિલકુમારને પિતાને ત્યાં આશ્રય આપ્યો.
બહિલકુમાર હાર તથા હાથી લઈને બહાર ચાલ્યો ગયો છે એ સમાચાર મળતાં પડ્યા રાણને કેણિક રાજાનાં કાન ભંભેરવા માટે પૂરતી સામગ્રી મળી ગઈ. પદ્મા કેણિક રાજા પાસે જઈને કહેવા લાગી કે, તમે જેને ભાઈ-ભાઈ કહીને ઊંચે ચડાવતા હતા તેને જોઈ લીધે ને ! તમારા ભાઈને તમારા ઉપર એટલે પણ વિશ્વાસ ન આવ્યું કે તેણે તમને હાર-હાથી તે મેકલ્યા નહિ, એટલું જ નહિં પણ તમે કદાચ એ હાર–હાથી લૂંટી લેશો એ ભયથી તે તમારા નાના ચેડા રાજાના શરણે ચાલ્યો ગયે ! તમને ત્યાં જવા વિષે કાંઈ ખબર પણ આપ્યા નહિ. હવે હું જોઉં છું કે તમે શું કરે છે અને હાર તથા હાથીને પ્રાપ્ત કરવામાં કેવી વીરતા બતાવે છે આ પ્રકારની ઉત્તેજનાપૂર્ણ વાતથી પદ્માએ કેણિકને ખૂબ ઉત્તેજિત કર્યો. પદ્માની ઉત્તેજક વાણી સાંભળી કણિકને પણ ક્રોધ પેદા થયે. તે કહેવા લાગ્યો કે, હું ચેડા રાજાની પાસે હમણાં જ દૂત એકલું છું. જે ચેડા રાજા બુદ્ધિમાન હશે બહિલકુમારને હાર-હાથી સહિત મારી પાસે મોક્લી આપશે.
કેણિકે ચેડા રાજાની પાસે દૂત મોકલ્યો. દૂતનું કથન સાંભળી ચેડા રાજાએ જવાબમાં કહેવરાવ્યું કે, મારા માટે તે કેણિક અને બહિલકુમાર બન્નેય સમાન જ છે; પરંતુ જે પ્રમાણે કેણિકે પિતાના બીજા દશ ભાઈઓને રાજ્યમાં ભાગ આપ્યો છે તે જ પ્રમાણે બહિલકુમારને પણ રાજ્યને ભાગ આપવામાં આવે, અથવા તેની પાસે જે હાર-હાથી છે તે રાખવાનો અધિકાર આપવામાં આવે.
ચેડા રાજાનું આ કથન ન્યાયદષ્ટિએ ઠીક હતું. પરંતુ સત્તાની સામે ન્યાયને કેણુ જુએ છે! જેમની પાસે સત્તા છે તે તો એમ જ કહે છે કે, અમે કહીએ તે જ ન્યાય છે અને અમે જે દિશા તરફ અંગુલિનિર્દેશ કરીએ તે જ પૂર્વદિશા છે. આ કથનાનુસાર કાણિકે ચેડા રાજાને પુનઃ કહેવરાવ્યું કે, અમે રાજા છીએ અને રત્નો ઉપર રાજાને જ અધિકાર હોઈ શકે; એટલા માટે અમારી પંચાતમાં તમારે વચ્ચમાં પડવાની કશી જરૂર નથી. તમે બહિલકુમારને મારી પાસે પાછો મોકલી આપે. અમે ભાઈ-ભાઈ અરસપરસ સમજી લઈશું..
- દૂતે ચેડા રાજા પાસે જઈને કણિકને સંદેશ કહ્યો. કેણિકે સંદેશમાં રાજ્યનો ભાગ આપવા વિષે કાંઈ પણ કહાવ્યું ન હતું, એટલા માટે ચેડા રાજાએ પ્રત્યુત્તર એ જ આપો કે, કેણિક જે બહિલકુમારને રાજ્યનો ભાગ આપતા હોય તે તો ઠીક છે, પરંતુ કેણિકે ભાગ આપવા વિષે તે કાંઈ કહાવેલ નથી; એવી દશામાં અમે તેને કેવી રીતે મોકલી શકીએ ! અમારી તે એવી પ્રતિજ્ઞા જ છે કે, સબળ લેકથી નિર્બળ લેકની રક્ષા કરવી.
દૂત પાછો ચંપાપુરીમાં ગયો અને ચેડા રાજાનો ઉત્તર કણિકને કહી સંભળાવ્યો. કેણિકને અભિમાન હતું એટલા માટે તેણે ચેડા રાજાને કહેણ મોકલાવ્યું કે, કાં તો બહિલકમારને હાર-હાથી સહિત મારી પાસે મોકલી દે, નહિ તે યુદ્ધને માટે તૈયાર થઈ જાઓ.