________________
ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ-૩૪ મે બેલ
[ ૮૩ ધર્મ વાણીયા બનાવ્યા નથી, પરંતુ મહાજન બનાવવામાં આવ્યા છે. તમે લેકે આજે વ્યાપારમાં સંલગ્ન થઈ જવાને કારણે તમારામાં ગુલામી આવી ગઈ છે અને આજે વાણીયા બની રહ્યા છો. તમારામાં આજે સ્વાર્થ વિશેષ આવી જવાને કારણે કાયરતા અને ગુલામી ઘુસી ગઈ છે. ખરી રીતે તમે વાણીયા નહિ પણ મહાજન છો.
સશક્ત લોકોથી નિર્બળ લેકની રક્ષા કરવા માટે જ ગણુસંઘની સ્થાપના કરવામાં આવી હતી. જે સમયની આ વાત કહેવામાં આવે છે તે સમયે ચંપાનગરીમાં કાણિક રાજા રાજ્ય કરતો હતો. કાણિક રાજા શ્રેણિકને પુત્ર હતો. કાણિક રાજાને બાર ભાઈઓ હતા, તેમાં સૌથી નાનો ભાઈ બહિલકુમાર હતો: બહિલકુમારની પાસે મૂલ્યવાન એક હાર અને એક હાથી હતા. આ હાર અને હાથી તેના પિતાએ પુરસ્કારરૂપે આપ્યા હતા. બહિલકુમારને રાજ્યમાં કશો ભાગ મળ્યો ન હતો છતાં તે હાર તથા હાથીથી સંતોષ માનતો હતો.
બહિલકુમાર હાથી ઉપર આરૂઢ થઈને આનંદપૂર્વક ક્રીડા કરતો હતો. જોકે તેની પ્રશંસા કરતાં કહેતા હતા કે, રાજ્યના રત્નોને ઉપભોગ કરનાર તો બહિલકુમાર જ છે, બાકી કેણિકને માટે તો કેવળ રાજ્યને ભાર જ છે. લેકેદ્વારા થતી આ પ્રશંસા કણિકની રાણી પદ્માના કાને પણ સાંભળવામાં આવી. રાણીએ વિચાર કર્યો કે, કોઈપણ ભોગે તે હાર તથા હાથી રાજ્યમાં મંગાવવા જોઈએ. રાણીએ કેણિકને કહ્યું કે, નાથ ! રાજા તો તમે છો પરંતુ રાજ્યનાં રત્નરૂપ હાર તથા હાથીનો ઉપભોગ તો બહિલકુમાર કરે છે. તમારી પાસે તે કેવળ નિઃસાર રાજ્ય જ રહ્યું છે. પદ્મા રાણીની આ વાત સાંભળી કણિકે જવાબમાં કહ્યું કે, સ્ત્રીઓની બુદ્ધિ બહુ ટૂંકી હોય છે અને તેથી જ તે આ પ્રમાણે કહે છે. બહિલકુમારની પાસે તે હાર તથા હાથી જ છે, પરંતુ હું તે આખા રાજ્યનો માલિક છું. વળી, બહિલકુમારની પાસે જે હાર તથા હાથી છે તે કયાં બીજાની પાસે છે ? મારા ભાઈ પાસે જ છે ને?
કેણિકની વાત સાંભળી પડ્યા રાણીએ વિચાર્યું કે, મારી યુક્તિ તો ચાલી નહિ, માટે હવે બીજો ઉપાય યોજવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરી રાણીએ કેણિકને કહ્યું કે, તમને તમારા ભાઈ પ્રત્યે આટલો બધો વિશ્વાસ છે તેની મને ખબર ન હતી. તમને તેમના પ્રત્યે વિશ્વાસ છે એ સારી વાત છે પરંતુ તમે એકવાર તમારા ભાઈની પરીક્ષા તે કરી જુઓ કે તેઓ તમારી ઉપર કેવો વિશ્વાસ રાખે છે અને તમારા વિશ્વાસે હાર તથા હાથી મોકલે છે કે નહિ ?
કણિકને આ વાત પસંદ પડી એટલે તેણે બહિલકુમારની પાસે સંદેશો મોકલાવ્યું કે, આટલા દિવસ સુધી તમે હાર તથા હાથીનો ઉપયોગ કર્યો છે, તો હવે થોડા દિવસ મને પણ હાર તથા હાથીને ઉપયોગ કરવા આપો. આ સંદેશ મળતાં બહિલકુમારે વિચાર્યું કે, હવે કેણિકની નજર આ હાર તથા હાથી ઉપર પડી છે, એટલા માટે હવે તે ગમે તે રીતે આ હાર-હાથીને પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરશે. મને રાજ્યમાં કાંઈ ભાગ તો મળ્યો નથી છતાં હું હાર તથા હાથમાં સંતોષ માનીને બેઠે છું, પણ હવે તે આ હાર-હાથી પણ જવાં બેઠાં છે.