________________
-
-
-
..
૮૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મોરબી
એટલા જ માટે તે પાકેલાં ફળોને પોતાની પાસે સંઘરી રાખતું નથી પણ લેકેના હિતાર્થે નીચે પાડી દે છે. જે હમણાં પવન ફૂંકાશે તે વૃક્ષ ઉપર પાકેલી કેરીઓ સ્વતઃ નીચે પડી જશે, માટે તમે થોડી રાહ જુઓ. આ માણસની ભાવના અતિ ઉચ્ચ છે. આ લેસ્યાનું નામ શુક્લે શ્યા છે. આ શુકલ લેસ્યાને સર્વશ્રેષ્ઠ લેસ્યા કહેવામાં આવી છે. જો કે કેરી તે બધાંને ખાવી છે પરંતુ કેરી મેળવવાના પ્રયત્નોમાં અન્તર છે.
આ પ્રમાણે છે લેસ્યાઓમાં ત્રણ લેશ્યા તે પાપકારિણી છે અને ત્રણ લેસ્યા ધર્મ કારિણી છે. આનું કારણ એ જ છે કે ત્રણ લેસ્યા પાપને પક્ષ લેનારી છે અને ત્રણ વેશ્યા ધર્મને પક્ષ લેનારી છે. જે વ્યક્તિમાં ધર્મ હશે અને જે ધર્મને પક્ષ લેતે હશે તે તે હિંસાથી બચવાને જ પ્રયત્ન કરશે.
કહેવાનો આશય એ છે કે, સંસારમાં હિંસા અને અહિંસા બન્નેના સ્વતંત્ર પક્ષે છે. પરંતુ તમારે તે અહિંસાનો જ પક્ષ લેવો જોઈએ અને હિંસાથી બચવું જોઈએ. તમારા માટે પૂલ હિંસા ત્યાજ્ય છે. સ્થૂલ હિંસાનાં પણ બે પ્રકાર પાડવામાં આવ્યાં છે. એક તો સંકલ્પની હિંસા અને બીજી આરંભની હિંસા. આરંભની હિંસા તમારા માટે ખુલ્લી છે. ખેતી કરતાં જે કીડાં આદિ મરી જાય છે તેથી તમને કઈ પાપી કહી શકે નહિ, પરંતુ જાણી જોઈને જે કીડાંઓને મારવામાં આવે તે તમે પાપી કહેવાઓ; કારણ કે તે સંકલ્પની હિંસા થઈ કહેવાય. સંકલ્પની હિંસાના બે ભેદ છે. અપરાધી અને નિરપરાધી. એવા બે ભેદેમાંથી નિરપરાધી જીવને મારવો એ તમારા માટે વર્જ્ય છે. અપરાધીને મારવા વિષે શ્રાવકને ત્યાગ હોતો નથી, પરંતુ નિરપરાધીને મારવાનો ત્યાગ શ્રાવકે કરવો જ જોઈએ. નિરપરાધી જીવને સંકલ્પપૂર્વક મારવાથી વ્યવહારમાં પણ તમે પાપી કહેવાશે. આ પ્રમાણે તમારા માટે હાલતા-ચાલતાં જીવને (વ્યવહારમાં પણ જે જીવ માનવામાં આવે છે તેને પણ) સંકલ્પપૂર્વક મારવાનો ત્યાગ કરવો આવશ્યક છે. સ્થૂલ હિંસાથી બચવું એ શ્રાવકનું પહેલું અહિસાવ્રત છે.
શ્રાવકને માટે અપરાધીને મારવાને ત્યાગ હોતું નથી. જોકે કહે છે કે, અહિંસાનું પાલન કરવાથી તે કાયરતા આવે છે પરંતુ આ એક ભૂલ છે. આ ખોટી માન્યતા કેટલાક જેન નામધારી લેકેના કાયરતાપૂર્ણ વ્યવહારથી જ પ્રચલિત થઈ હોય એમ જણાય છે. જૈનધર્મ ગૃહસ્થને માટે એમ કહેતા નથી કે, ગૃહસ્થ અપરાધીને મારવાનો પણ ત્યાગ કરે. અપરાધીને મારવાને જૈનધર્મ ગૃહસ્થને માટે નિષેધ કર્યો નથી અને અપરાધીને દંડ આપનારને પાપી પણ કહ્યો નથી. આ વાતને વિશેષ સ્પષ્ટ કરવા માટે અત્રે એક શાસ્ત્રીય ઉદાહરણ આપું છું -
જે સમયે ભારતદેશમાં ચારેબાજુ એક પ્રકારની અરાજકતા ફેલાતી જતી હતી અને સશક્ત લેકે અશક્ત લેકોને સતાવતા હતા તે સમયે નવ લિચ્છવી અને નવ મલ્લી નામના અઢાર રાજાઓએ એક ગણુસંઘની સ્થાપના કરી હતી. આ ગણસંઘને ઉદ્દેશ સબલેદ્વારા પીડિત નિર્બલની રક્ષા કરવાનો હતો. ગણસંધના અઢારે ગણરાજઓ જૈન હતા અને તેઓ ભગવાનની પાસે પૌષધ આદિ ધર્મક્રિયા પણ કરતા હતા. આ ગણસંઘને ગણનાયક President ચેટક રાજા હતા. ચેડા રાજા ભગવાન મહાવીરના પૂર્ણ ભક્ત હતા. આજે તમે લેકે ઢીલું ધોતીયું પહેરનાર વાણીયા બની રહ્યા છે, પરંતુ આ જૈનધર્મ ક્ષત્રિયને છે. તમને લોકોને