SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ-૩૪ મે બોલ ૮૧ માનો કે, જુદી જુદી પ્રકૃતિવાળા છ માણસો ઘરમાંથી કુહાડી લઈ બહાર ફરવા નીકળ્યા. રસ્તામાં તેઓએ કેરીઓથી લચેલું એક આમ્રવૃક્ષ જોયું. પાકેલી કેરીઓ જોઈને બધાને ખાવાનો વિચાર થયો. પરંતુ આમ્રવૃક્ષ ઊંચું હોવાને કારણે કેવી રીતે કેરીઓ ખાવી એ પ્રશ્ન ઉપસ્થિત થયો. તે છ માણસોમાંથી એક માણસે કહ્યું કે, આપણી પાસે કુહાડી છે. આ કુહાડી દ્વારા વૃક્ષને મૂળમાંથી જ કાપી નાંખીએ તો વૃક્ષ નીચે પડી જશે અને આપણે સહેલાઈથી કેરીઓ લઈ શકશું. આ પ્રમાણે પહેલા માણસે કેવળ કેરી માટે આખા આમ્રવૃક્ષને જ કાપી નાંખવાનો વિચાર કર્યો. શાસ્ત્ર કહે છે કે, આ પ્રમાણે વિચાર કરનાર માણસ કૃષ્ણલેશી છે. કારણ કે તે ચેડા જ લાભ માટે મોટો અનર્થ કરવા તૈયાર થયો છે. વૃક્ષ કાપી નાંખવાથી કેવળ તે માણસને જ ડાં ફળ મળી જશે પરંતુ જે વૃક્ષ કાયમ રહે તો ન જાણે કેટલા બધા લોકોને કેરીઓ મળી શકે ! આમ છતાં તે માણસ સ્વાર્થી બની મહાન્ અનર્થ કરવા તૈયાર થયો છે એટલા માટે તે કૃષ્ણલેશી છે. બીજા માણસે પહેલા માણસને કહ્યું કે, ભાઈ ! આખા વૃક્ષને શા માટે કાપી નાંખવું! જે વૃક્ષનું થડ કાપી નાંખવામાં આવે તે ફળ પણ મળી શકશે અને વૃક્ષ પણ કાયમ રહી શકશે. આ બીજા માણસની લેસ્યા તો થોડા લાભ માટે વિશેષ હાનિ કરનારી છે, છતાં તેની ભાવના પહેલા માણસ કરતાં સારી છે, એટલા માટે બીજા માણસને નીલ લેસ્યાવાળો કહેવામાં આવે છે. ત્રીજા માણસે કહ્યું કે, ભાઈ! કેરીઓ કાંઈ થડમાં તે લાગતી નથી કેરીઓ તો નાની નાની ડાળીઓમાં લાગે છે એટલા માટે વૃક્ષનું થડ કાપવાથી લાભ ? એના કરતાં નાની નાની ડાળીઓ કાપવામાં આવે તો સારું, કે જેથી કેરીઓ પણ આપણને મળી શકે અને વૃક્ષ પણ નષ્ટ ન થાય. આ ત્રીજા માણસના વિચારાનુસાર કાર્ય થવામાં હિંસા તો વિશેષ અને લાભ ઓછો છે એટલા માટે આ ત્રીજા માણસની લેણ્યા કાપતી હોવાથી પાપકારિણી તો છે જ, પરંતુ પહેલા અને બીજા માણસની લેશ્યાની અપેક્ષા આ લેસ્યા સારી છે. આ ત્રણેય પ્રકારની લેસ્યા પાપકારિણી અને ખરાબ માનવામાં આવી છે. ચોથા માણસે કહ્યું કે, ભાઈ! ડાળીઓ કાપી નાંખવાથી પાંદડાઓ પણ કપાઈ જશે અને તેથી આ વૃક્ષ છાયા આપવાને પણ યોગ્ય રહેશે નહિ. આપણને તો કેરીઓથી મતલબ છે એટલા માટે આ આંબામાંથી કાચી-પાકી બધી કેરીઓ તેડી લેવામાં આવે તો સારું. આ ચોથા માણસની ભાવના પહેલાં ત્રણેય માણસની ભાવના કરતાં સારી છે અને એટલા માટે તેની લેસ્યા તેજે લેસ્યા છે. આ તે લેફ્સા પહલેસ્યાથી તો નીચી છે પરંતુ પહેલી ત્રણ લેસ્યાઓથી સારી છે. આ ચેથી લેસ્યાથી ધર્મને પ્રારંભ થાય છે. પાંચમા માણસે કહ્યું કે, ભાઈ! બધી કાચી-પાકી કેરીઓ પાડવાથી શો લાભ? જે પાકી જ કેરીઓ તોડી લેવામાં આવે તો કાચી કેરીઓ જ્યારે પાકી થાય ત્યારે કેઈન ઉપયોગમાં આવી શકે ! આ માણસની લેણ્યા પાલેસ્યા છે. જો કે પલેસ્યા શુકલલેશ્યાથી નીચી છે પરંતુ પહેલાંની ચાર લેસ્યાથી સારી છે. આ લેસ્યા પણ ધર્મરૂપ છે. છઠ્ઠો શુલલેશ્યાવાળો માણસ છે. આ માણસે કહ્યું કે, ભાઈઓ! તમે પાકી કેરી ખાવા ચાહે છે. તો તે માટે આટલે અનર્થ શા માટે કરે છે ? વૃક્ષ ઉદાર હોય છે અને ૧૧
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy