________________
૮૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મેરી
અહિંસાનું પાલન કેવી રીતે કરી શકીએ ? ડૉકટરની ફરજ તરીકે અમારે તે કીટાણુઓને દવાથી, ઈજંકશનથી કે ઑપરેશનથી નાશ કરવો જ પડે છે”
દાક્તરની માફક આજના લેકે પણ કહેવા લાગે છે કે, “ વાસ્તવમાં કીડાંઓને બચાવવા જોઈએ કે મનુષ્યોને બચાવવા જોઈએ ?” આ બધાં પ્રશ્નોના ઉત્તરમાં મેં ડૉકટરને કહ્યું કે, કીડાઓ બે પ્રકારના હોય છે. એક તે આરોગ્યરક્ષક કીડાઓ હોય છે અને બીજાં આરોગ્યભક્ષક કીડાઓ હોય છે. આરોગ્યનાશક કીડાઓને કારણે જ રોગ પેદા થાય છે. તમે લોકો એમ સમજે છે કે અમે દવાદ્વારા આરોગ્યનાશક કીડાંઓને મારીએ છીએ, પરંતુ અત્રે એમ માનવામાં જ ભૂલ થાય છે. તમે આરોગ્યરક્ષક કીડાંઓને દવાધારા સશક્ત બનાવો છો. આમ કરવાથી તે આરોગ્યભક્ષક કીડાઓ અશક્ત થવાને કારણે સ્વતઃ મરી જાય છે. તમે લેકે આરોગ્યભક્ષક કીડાંએને મારી નાંખો છો એમ માને છે એ જ તમારી ભૂલ છે. તમે એમ શા માટે માનતા નથી કે તમે દવાદ્વારા આરોગ્યરક્ષક કીડાંઓને સશક્ત બનાવો છો? આ દષ્ટિએ જોતાં તમારું લક્ષ્ય કીડાઓને મારવાનું નહિ પણ રક્ષા કરવાનું રહ્યું. આ જ દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને તમે વિચાર કરશો તે હિંસા કરવાને બદલે રક્ષા કરવાનું તમારું લક્ષ્ય રહેશે. ઉદાહરણ તરીકે, જ્યારે દીપકને પ્રગટાવવામાં આવે છે ત્યારે અંધકાર વતઃ નષ્ટ થઈ જાય છે, પરંતુ અંધકાર નષ્ટ થયે એમ કહેવામાં આવતું નથી પણ દીવો પ્રગટ્યો એમ કહેવામાં આવે છે. આજ પ્રમાણે દાક્તરે દવાદ્વારા આરોગ્યનાશક કીડાઓને નષ્ટ કર્યાનું કહે છે, પણ તે જ દવાદ્વારા આરોગ્યરક્ષક કીડાંઓની રક્ષા કરવામાં આવે છે એમ કહેવાથી તથા માનવાથી હિંસાનું સમર્થન નહિ પણ અહિંસાનું સમર્થન થાય છે.
સંસારમાં કેટલાક લેકે અંધકારનું સમર્થન કરનારા નીકળી આવશે અને કેટલાક પ્રકાશનું સમર્થન કરનારા પણ નીકળશે; પરંતુ પ્રકાશનું સમર્થન કરનારા શુક્લપક્ષીય કહેવાશે અને અંધકારનું સમર્થન કરનારા કૃષ્ણપક્ષીય કહેવાશે. પ્રકાશ તે કૃષ્ણપક્ષમાં પણ રહે છે અને શુક્લપક્ષમાં પણ રહે છે, છતાં શુક્લપક્ષને શુલપક્ષ અને કૃષ્ણપક્ષને કૃષ્ણપક્ષ શા માટે કહેવામાં આવે છે? એટલા જ માટે કે એક પક્ષ પ્રકાશનો સમર્થક છે અને બીજે પક્ષ અંધકારને સમર્થક છે. આ જ કારણે બન્ને પક્ષનાં નામ ભિન્નભિન્ન છે. સાધારણરીતે જોવામાં આવે તે પૂર્ણિમા બાદ આવનાર પ્રતિપદાના દિવસે અંધકાર ઓછો હોય છે અને પ્રકાશ વિશેષ હોય છે પરંતુ તે પક્ષ અંધકારને પક્ષપાતી હોવાથી જ તેની ગણના કૃષ્ણપક્ષમાં કરવામાં આવી છે. આ જ પ્રમાણે શુલપક્ષની બીજને દિવસે નામ માત્રને જ પ્રકાશ હોય છે પરંતુ તે પક્ષ પ્રકાશને પક્ષપાતી હોવાથી તેની ગણના શુક્લ પક્ષમાં કરવામાં આવી છે. સંસારમાં તે શુક્લપક્ષીય અને કૃષ્ણપક્ષીય એવા બન્ને પ્રકારના લેકે રહેવાના જ. પરંતુ આ બન્ને પક્ષમાંથી તમારે કયા પક્ષમાં રહેવું છે તેનો વિવેકપૂર્વક વિચાર કરે. તમે હિંસાના પક્ષમાં રહેવા ચાહે છે કે અહિંસાના પક્ષમાં રહેવા ચાહે છે તેને વિવેકપૂર્વક વિચાર કરી નિર્ણય કરે.
શાસ્ત્રમાં શુભાશુભ ભાવોની શુક્લતા અને કૃષ્ણતા બતાવીને છ લેસ્યા વિષે વિચાર કરવામાં આવ્યો છે. છ લેસ્યાઓમાં ત્રણ લેસ્યા તે શુભ અર્થાત ધર્મની ઘાતક છે અને ત્રણ લેસ્યા અશુભ અર્થાત પાપની દ્યોતક છે. આ શુભાશુભ લેસ્યાને ઉદાહરણારા સમજાવું છું –