________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ-૩૪ મા મેલ
[ ૭૯
અત્રે કાઈ એમ પૂછી શકે કે, આ તે સાધુએના આચારવિચારની વાત થઈ; પણુ શાસ્ત્રમાં ગૃહસ્થાને માટે પણ કાઈ ધર્મ બતાવ્યા છે કે નહિ અને તેમને માટે કાઈ પ્રકારનું વિધિવિધાન કરવામાં આવ્યું છે કે નહિ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, શાસ્ત્રમાં ગૃહસ્થના ધર્મ બતાવવામાં ન આવે એ કેમ બની શકે? કારણ કે સાધુઓને ધર્મ ગૃહસ્થાના ધર્મને જ આશ્રિત છે. એટલા જ માટે વવાઈ સૂત્રમાં કહ્યું છે કેઃ
दुविहे धम्मे पन्नत्ते तंजहा आगारधम्मे अणगारधम्मे य ।
અર્થાત્ ધર્મ એ પ્રકારના છે. એક તા સાધુધર્મ અને બીજો ગૃહસ્થધર્મ. સાધુધર્મને આધાર ગૃહસ્થને ધર્મ જ છે. શ્રી જમુદ્દીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહ્યું છે કે, જ્યારે ધર્મને નાશ થશે ત્યારે સર્વપ્રથમ સાધુધર્મના નાશ થશે અને પછી ગૃહસ્થ ધર્મના નાશ થશે. સાધુધર્મ જીવતા રહે અને ગૃહસ્થધર્મ નાશ પામે એ કૈા દિવસ બની શકે નહિ; કારણ કે, સાધુધર્મને આધાર તે ગૃહસ્થધર્મ જ છે. ગૃહસ્થ ધર્મ નષ્ટ થાય તે સાધુધર્મ ટકી જ શકે નહિ. જો ગૃહસ્થા પોતાને ધર્મ બરાબર પાળે તે સાધુધર્મનું પણ બરાબર પાલન થઇ શકે. જો ગૃહસ્થા પેાતાના ધર્મનું બરાબર પાલન કરે નહિ, તે એ દશામાં સાધુધર્મનું પણ બરાબર પાલન થઈ શકે નિહ. એટલા માટે ગૃહસ્થાએ પાતાના ધર્મનું યથાચિત પાલન કરવું જોઇએ. ધર્મ, કાઇ વ્યક્તિને પછી તે સાધુ હોય કે ગૃહસ્થ હાય–કાઇ પ્રકારના બંધનમાં બંદ્દ કરતે નથી. પરંતુ તે અવિવેકને દૂર કરે છે. ધર્મ કહે છેકે, જે કાંઇ કામ કરે। તે વિવેકપૂર્વક કરી. તમને વિવેક સમજાવવા માટે જ શાસ્ત્રમાં ગૃહસ્થાને માટે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત બતાવવામાં આવ્યાં છે. આ બાર તેાનું નામ જ આગાર ધર્મ છે. પહેલા સ્થૂલ અહિંસાવ્રતમાં શ્રાવકે હિંસાને ત્યાગ કરવા પડે છે. ગૃહસ્થશ્રાવક હિંસાને સર્વથા ત્યાગ કરી શકતા નથી એટલા માટે તેને સ્થૂલ હિંસાને ત્યાગ કરવાનું જ વિધાન કરવામાં આવ્યું છે. સ્કૂલ હિંસા કાને કહેવી અને સૂક્ષ્મ હિંસા કાને કહેવી એ વિષે શાસ્ત્રમાં ઘણા જ સૂક્ષ્મતાપૂર્વક વિચાર કરવામાં આવ્યા છે. પરંતુ શાસ્ત્રકારાએ જગવાની સુવિધા માટે સ્થૂલ હિંસાની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, જે જીવા હાલતાં-ચાલતાં જોવામાં આવે તે જીવાને મારવાં તે સ્થૂલ હિંસા છે. ગૃહસ્થ શ્રાવકે આ પ્રકારની સ્કૂલ હિંસા કરવી ન જોઇએ. જીવ તા પૃથ્વી–પાણી આદિમાં પણ છે, પરંતુ તે જીવેા પ્રત્યક્ષ દેખાતા નથી અને ગૃહસ્થ શ્રાવક તે જીવાની હિંસાથી બચી પણ શકતા નથી; એટલા માટે જે જીવા પ્રત્યક્ષ જોવામાં આવે છે તે જીવેાની સ્થૂલ હિંસા શ્રાવકે કરવી ન જોઇએ.
આ ઉપરથી કાઈ ગૃહસ્થ એમ કહી શકે કે, જો અમે આ પ્રકારની સ્કૂલ હિંસાથી બચતા જ રહીએ અને અહિંસક થઈ ને રહીએ તે અમારું વ્યાવહારિક કામ જ ચાલી ન શકે! આ પ્રશ્નને ઉત્તર એ છે કે, આ માન્યતા જ ભૂલભરેલી છે. એકવાર એક ડૉકટરે પણ મને આ જ પ્રકારનું કહ્યું હતું કે, “ જો અમે કેવળ અહિંસક જ બની જઈએ તે એ દશામાં અનેક મનુષ્યાં જ મરી જાય. મનુષ્યાની રક્ષા માટે અમારે હિંસા કરવી જ પડે છે. કારણકે રાગનાં કીટાણુએ જે રાગીના શરીરમાં હોય છે તેમનેા અમારે વિનાશ કરવા પડે છે. જે તે કીટાણુઓને નષ્ટ કરવામાં ન આવે તે રાગી મનુષ્ય મૃત્યુને પામે છે અને કીટાણુઓના નાશ કરીએ છીએ તેા હિંસા થાય છે. આવી દશામાં અમારે શું કરવું જોઈએ અને અમે