________________
૭૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મરબી આવે. એમ થવું ન જોઈએ કે, જે વસ્તુને ત્યાગ કરવાની શક્તિ ન હોય તે વસ્તુને ત્યાગ કરી બીજી મુશ્કેલીઓ ઊભી કરવામાં આવે !
શાસ્ત્ર કહે છે કે, સાધુ જિનકલ્પી હોય તે પણ તેણે રજોહરણ, મુખવસ્ત્રિકા, પાત્રા અને વસ્ત્રો (સાધુલિંગ) રાખવાં આવશ્યક જ છે. બાકીની ઉપધિ-ઉપકરણ–સામગ્રી રાખવી કે નહિ તે પિતાની આવશ્યકતા ઉપર આધાર રાખે છે.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ જેનશાસ્ત્રને સાર છે. સમિતિ અર્થાત પ્રવૃત્તિ અને ગુપ્તિ અર્થાત નિવૃત્તિ. ઉપદેશ તે ગુપ્તિ અર્થાત મન, વચન અને કાયાની નિવૃત્તિ માટે જ છે. પરંતુ જે નિવૃત્તિની સાથે પ્રવૃત્તિ ન હોય તો ધર્મમાં ગતિ ન થાય; એટલા માટે ભગવાને પાંચ સમિતિ દ્વારા પ્રવૃત્તિ બતાવી છે અને મન, વચન અને કાયા દ્વારા અશુભ પ્રવૃત્તિ ન કરવાનું કહ્યું છે. પ્રત્યેક પ્રવૃત્તિ વિવેકપૂર્વક કરવી તે સમિતિ છે. ચાલતી વખતે ઈર્ષા સમિતિનું ધ્યાન રાખવું આવશ્યક છે. જે ઈસમિતિ ઉપર ધ્યાન રાખવામાં ન આવે તે ગુપ્તિને ભંગ થાય છે. એટલા માટે ચાલવામાં, બેલવામાં, ભિક્ષા લેવામાં વગેરે પ્રત્યેક પ્રવૃત્તિ કરતી વખતે સાધુએ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું ધ્યાન રાખવું આવશ્યક છે. સમિતિ અને ગુપ્તિ એ પ્રવચનમાતા કહેવાય છે. વીરપુત્ર સાધુએ પ્રવચનમાતાની પ્રાણના ભોગે પણ રક્ષા કરવી જોઈએ.
શરીર ટકાવવા માટે જ્યારે ભિક્ષુએ ભિક્ષા કરવી પડે છે ત્યારે ભિક્ષા લેવા માટે પાની પણું આવશ્યકતા રહે છે. જે સાધુઓ પાત્ર ન રાખે અને ગૃહસ્થને ત્યાં તેમનાં પાત્રોમાં ભેજન કરે, અથવા ગૃહસ્થાનાં પાત્રોને ઉપયોગ કર્યા કરે છે તેમ કરવાથી અનેક અનર્થો પેદા થવાનો સંભવ રહે છે. આ વાતને દૃષ્ટિમાં રાખીને જ સાધુઓને કાષ્ટ, તુંબડી કે માટીનાં પાત્રો રાખવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે પાત્ર લઈને ભિક્ષાર્થે જવું પડે છે તે પાત્ર રાખવા માટે ઝેળી પણ જોઈએ, અને લજજાની રક્ષા માટે વસ્ત્ર પણ જોઈએ. ભગવાને કહ્યું છે કે, જે પાત્ર રાખશો તો તમે તમારા સંયમની પણ રક્ષા કરી શકશે અને જે બીજા વૃદ્ધ કે રોગી આદિ સાધુઓ છે તેમની પણ સેવા કરી શકશે. જો તમે પોતે જ ગૃહસ્થને ત્યાં ખાતા હશે અથવા ગૃહસ્થનાં પાત્રોમાં જમતા હશો તો એ અવસ્થામાં વૃદ્ધરગી આદિ સતોને માટે ભિક્ષા કેવી રીતે અને કયાંથી લાવશે ? અને જો તમે એમ કહે કે, અમે તે ગૃહસ્થને ત્યાં જમણું અને વૃદ્ધ કે રેગી સંતોની સેવા તે ગૃહસ્થ કરશે તે એમ કરવામાં અયત્નો થશે અને પરિણામે સંયમમાં ખલેલ પહોંચશે. એટલા માટે સંયમ–પાલન માટે પાત્ર પણ ઉપકારી છે.
જે ભોજન કરવામાં આવે છે તે શરીરમાં રસભાગ અને ખલ ભાગમાં પરિણમે છે. ખલભાગ જે મલમૂત્રરૂપ હોય છે તેનો ત્યાગ કરવો જ પડે છે. આ મલમૂત્રનું વિસર્જન દશ બેલનું ધ્યાન રાખીને કરવું જોઈએ.
કેટલાક લેકે કે જેઓ સાધુક્રિયાથી અનભિજ્ઞ છે, તેમનું કહેવું છે કે, સાધુએ તે મલને ચૂંથે છે, પરંતુ આ કથન ભ્રામક અને ખોટું છે. આમ કરવાથી તે સાધુને ઊલટું પ્રાયશ્ચિત લાગે છે. મલમૂત્ર વિસર્જન કરવામાં સાધુઓએ વિવેક તે રાખો જ પડે છે પરંતુ મલમૂત્ર વિસર્જન કરતી વખતે સ્પર્શ કરે પડે એવું કોઈ કાર્ય સાધુઓએ કરવાનું હોતું નથી.