________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ—૩૪ મેા ખેલ
[ ૭૭
આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું છે કેઃ-~~ उवहिपच्चक्खाणेणं अपलिमंथं जणयइ, निरुवहिए णं जीवे निकंखे उवहिमन्तरेण य न संकिलिस्सा ॥ ३४ ॥
અર્થાત્—હે ગૌતમ ! ઉપધિને ત્યાગ કરવાથી ઉપકરણા લેવા મુકવાની ચિંતાથી મુક્ત થાય છે, અને ઉપધિરહિત જીવ નિસ્પૃહી ( સ્વાધ્યાય, ધ્યાનચિંતનમાં નિશ્ચિંત રહેનાર ) થઈ ઉધિ ન મળે તે તેને મનસંબંધી કે શરીરસંબંધી કાઈ પ્રકારને કલેશ
થતા નથી.
ઉપધિના પ્રત્યાખ્યાનથી જીવને શે। લાભ થાય છે એ વિષે વિચાર કર્યા પહેલાં ઉપધિ એટલે શું ? એ વિષે સર્વ પ્રથમ વિચાર કરવા આવશ્યક જણાય છે. ઉધિને અર્થ ઉપકરણ અથવા સાધન થાય છે. આ ઉપકરણ અથવા સાધન એ પ્રકારનાં છે. એક સાધન તા સગતિમાં લઈ જનારું હોય છે અને ખીજાં અધેાગતિએ લઈ જનારું હોય છે. ઉપધિની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કેઃ—વધીયતે કૃતિ ઉપધિ । અર્થાત્—જેનાથી ઉપાધિ થાય તે ઉપધિ કહેવાય છે. આ પ્રમાણે એક ઉપધિ તા દુર્ગાંતિમાં લઈ જનારી હોય છે અને બીજી ઉપધિ સદ્ગતિમાં લઈ જનારી હોય છે. દુતિમાં લઈ જનારી ઉપધિમાં ધન્યધાન્ય આદિ પરિગ્રહના સમાવેશ થાય છે અને સદ્ગતિને પ્રાપ્ત કરાવનાર ઉપધિમાં જે સંયમમાં સ્થિત કરે તે વસ્તુને સમાવેશ થાય છે. ઉધિ તેા બન્નેય છે, પરંતુ સર્વપ્રથમ અશુભને જ ત્યાગ કરવામાં આવે છે, શુભના ત્યાગ કરવામાં આવતા નથી. જેમણે સંયમ લીધા છે તે દુર્ગાતિમાં લઈ જનાર ઉપધિ-ધન-ધાન્ય આદિ—તે। ત્યાગ તે પહેલેથી કરી નાંખે છે, હવે તેા તેને સંયમમાં સ્થિત કરે એવી જ ચીજોને ત્યાગ કરવાને બાકી છે. શાસ્ત્રકાર કહે છે કે, જો પેાતાનામાં શક્તિ હોય તે સંયમમાં સ્થિત કરે એવી ઉપધિ– ઉપકરણને પણ ત્યાગ કરી દેવા જોઈ એ.
مونگ
કેટલાક લેાકેા કહે છે કે, પરિગ્રહ તા અમારી પાસે પણ છે અને સાધુએ પાસે પણ છે. અમને જેમ અન્નવસ્ત્ર જોઇએ તેમ મહારાજને પણ અન્ન-વસ્ત્ર જોઈએ છે. આ પ્રમાણે તે લેાકેા, સાધુ અને પેાતાની ગતિ એક જ પ્રકારની છે એમ કહેતા જણાય છે. ખીજી બાજુ કેટલાક લેાકેા એમ કહે છે કે, સાધુઓને ઉપધિ–ઉપકરણની શી આવશ્યકતા છે ? સાધુએ તે દિગમ્બર રહેવું જોઇએ, અને જે સાધુ દિગમ્બર રહેતા હોય તે જ સાધુ છે. આ પ્રમાણે એ જુદા જુદા મતા પ્રવર્તે છે. આ એ માને કારણે જ પરસ્પર વાદવિવાદ અને કલહ ઉત્પન્ન થયા કરે છે. પરંતુ શાસ્ત્રકાર કહે છે કે, આવા વાદવિવાદમાં ન પડતાં ઉપધિ-ઉપકરણને વિવેકપૂર્વક ત્યાગ કરો. કાઇ પણ ત્યાગ કરેા પશુ તે ત્યાગ વિવેકપૂર્વક કરી તેમાં જ ત્યાગની શાભા છે, જેમકે કેાઈ માણસે ધેાતીયું પણ પહેર્યું છે અને માથા ઉપર પાઘડી પણ પહેરી છે. હવે જો તે માણુસમાં ત્યાગ-ભાવના આવે તે સર્વપ્રથમ તે કઈ ચીજને ત્યાગ કરશે ? ધેાતીયાને ત્યાગ કરશે કે પાઘડીને ? તેને માટે ઉચિત તે। એ જ છે કે તે સ`પ્રથમ પાધડીને જ ત્યાગ કરે. પર’તુ જો તે એમ કહે કે, હું પાધડી તે પહેરી રાખીશ અને ધાતીયાને ત્યાગ કરીશ, તે શું તેને આ ત્યાગ વિવેકપૂર્ણ કહેવાશે ? એટલા માટે જે કાંઈ ત્યાગ કરવામાં આવે તે વિવેકપૂર્વક કરવામાં