________________
૭૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મોરબી
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૪ શ્રાવણ સુદ ૫ રવિવાર
પ્રાર્થના જ્ય યે જગત શિરોમણિ, હું સેવકને તૂ ધણું અબ તૌનું ગાઢી બણ, પ્રભુ આશા પૂરે હમ તણી. મુઝ હેર કરે, ચંદ્રપ્રભુ! જગજીવન અંતર જામી; ભવદુઃખ હરે, સુનિયે અરજ હમારી ત્રિભુવન સ્વામી. આવા
-વિનયચંદ્ર કુંભટ
વીશી
શ્રી ચન્દ્રપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં ચન્દ્રપ્રભુનું ધ્યાન કરી આત્મ-સ્વરૂપનું અવલોકન કરવું જોઈએ એમ કહેવામાં આવ્યું છે. ચન્દ્રપ્રભુને કેવા માનીને તેમનું ધ્યાન ધરવું જોઈએ. તો એને માટે આ પ્રાર્થનામાં જ કહેવામાં આવ્યું છે કે, પરમાત્માને જગતશિરોમણિ માનીને તેમની પ્રાર્થના કરવી જોઈએ. કોઈ વસ્તુ જે સંપૂર્ણરૂપે જોવામાં આવતી ન હોય પણ તેનું એક અંગ જોવામાં આવતું હોય તે તે એક અંગ, ઉપરથી વસ્તુને સંપૂર્ણ રીતે જાણી શકાય છે. આ જ પ્રમાણે પરમાત્મા જોવામાં આવતા ન હોય તો પણ તેમના ચરણરૂપ આ જગત તો જોવામાં આવે જ છે. પરમાત્મા આ જગતના મુકુટમણિ છે અને જગત એ પરમાત્માનાં ચરણ છે એટલા માટે ચરણરૂપ જગત ઉપરથી જગતશિરોમણિ પરમાત્માને પણ જાણી શકાય છે. એટલા માટે પરમાત્માને જગતશિરોમણિ માની તેમની પ્રાર્થના કરવી જોઈએ.
જે આત્મા કર્મબંધનોથી મુક્ત બની નિષ્પાપ થાય તે તે પણ પરમાત્મામય બની શકે છે. એટલા માટે આત્મા કેવી રીતે નિષ્પાપ બની શકે એ વાત હવે શાસ્ત્રકારે સમજાવું છું:સમ્યકત્વ પરાક્રમ બોલ ચોત્રીસમો
કાલે સંગના પ્રત્યાખ્યાન વિષે વિચાર કરવામાં આવ્યો છે. સંભોગને ત્યાગ કરવાથી આલંબનને પણ ત્યાગ કરવો પડે છે. આલંબનનો ત્યાગ કરવો એ સાધારણ માણસને માટે સરલ નથી. આલંબનનો ત્યાગ શક્તિશાળી મહાત્મા જ કરી શકે છે. જે મહાત્મા જિનકલ્પી, પ્રતિભાધારી કે ક્રિયાવિશેષ કરનાર હોય છે તેઓ જ આ ત્યાગ કરી શકે છે. જેનામાં સંભોગને ત્યાગ કરવાની શક્તિ હોય છે તેઓ સંભોગનો ત્યાગ કરી દે છે અને સાથે સાથે ઉપદ્ધિ-ઉપાધિ (ઉપકરણો)ને પણ ત્યાગ કરી દે છે. એટલા માટે ગૌતમસ્વામી હવે ઉપધિના ત્યાગ વિષે ભગવાનને પ્રશ્ન પૂછે છે કે
- ચેત્રીસમો બોલ, (३४) उवहिपच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ ?
અર્થાત–હે ભગવાન' ઉપધિ (ઉપકરણ )ને ત્યાગ કરવાથી જીવને શે લાભ થાય છે ?