________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ–૩૩ મે બોલ
[ ૭૫
બન્ને મિત્રોએ આપ્યું પરંતુ ક્યા મિત્રનું દાન સાચું અને ઊંચું દાન કહેવાય તેને વિચાર કરે. જે મિત્રે રૂપિયાનું દાન આપ્યું તે દાન પણ કરુણદાન હતું, પરંતુ બીજા મિત્રે ભિખારીપણું દૂર કરવાનું જે દાન આપ્યું તે દાન કરુણાદાન કરતાં તો વિશેષ જ છે. આ પ્રમાણે દાનમાં વિવેક રાખવો એ સારું છે, પરંતુ દાન કરવામાં પાપ જ છે એમ માની દાન જ ન કરવું તે ઉચિત નથી.
ન્યાયમૂર્તિ રાનડે વિષે એવું સાંભળવામાં આવ્યું છે કે, જ્યારે તેઓ હાઈકોર્ટના ન્યાયાધીશ હતા ત્યારે તેઓ એકવાર દુષ્કાળના સમયે ઘોડાગાડીમાં બેસીને બહાર ફરવા જઈ રહ્યા હતા. માર્ગમાં જતાં તેમણે જોયું કે-એક માણસ છાણમાંથી દાણું વીણું રહ્યો હતો. આ દયાજનક દશ્ય જોઈ તેમનું હૃદય દયાથી પીગળી ગયું. તેઓ મનમાં કહેવા લાગ્યા કે, બીચારા ગરીબોની કેવી દીનદશા છે અને હું ઘોડાગાડીમાં બેસીને ફરી રહ્યો છું ! આ પ્રમાણે દયાભાવથી પ્રેરાઈને તેઓ તે માણસને પિતાના ઘેર તેડી ગયા અને તેની આજીવિકાની ઉચિત વ્યવસ્થા કરી આપી. આ ઘટના બન્યા બાદ તેમણે નોકરીને ત્યાગ કર્યો અને પછી તેઓ ગરીબોની સેવા કરવામાં જ પ્રવૃત્ત થયા.
કેટલાક લેકે કહે છે કે, આ પ્રકારના અશક્તને સશક્ત બનાવવો એ તો શસ્ત્રને તીક્ષ્ણ કરવા સમાન છે. પરંતુ આમ માનવું એ એક પ્રકારની ભૂલ છે. અમે લેકે શિષ્ય બનાવીએ છીએ. આ સમયમાં કોઈ મોક્ષે તે જતું નથી એટલા માટે તેઓ દેવલેકમાં જ જશે અને ત્યાં સુખોપભોગ ભોગવશે. આ પાપ શું અમને લાગે ? જે નહિ, તે પછી આ જ વાતને બધે ઠેકાણે કેમ લાગુ પાડતા નથી ? તમે લેકે સશક્ત માણસ દ્વારા થનારાં પાપ તે જુઓ છો; પરન્તુ જેઓ કરુણું કરે છે તેમનો ઉચ્ચ ભાવોને જોતા નથી. કરુણું કરનારની ભાવના પાપકર્મો કરાવવાની નથી, પરંતુ દુઃખી લેકોનાં દુઃખો દૂર કરવાની છે. આવી દશામાં કરુણા કરનારને પાપ કેવી રીતે લાગી શકે ? એટલા માટે કરુણું કરવામાં ભાવને જુઓ. અનુકંપા કરવામાં પાપ છે એ માન્યતા જ ભૂલભરેલી છે. અનુકંપા કરનાર અને દાન આપનાર કઈ દિવસ સુબાહુકુમાર જેવી ઋદ્ધિ પણ પ્રાપ્ત કરી શકે છે, નહિ તો પુણ્ય સંચય તે કરે છે એમાં સંદેહ નથી. એટલા માટે અનુકંપા કરવાનો પ્રયત્ન કરે. અનુકંપા કરવામાં કલ્યાણ જ છે. અનુકંપાનો પ્રારંભ સર્વ પ્રથમ પિતાના ઘરમાંથી જ કરે. જેમ જેમ પ્રાણીઓ પ્રત્યે અનુકંપા વધતી જશે તેમ તેમ વિશ્વમૈત્રી પણ વધતી જશે. એટલા માટે બધા જીવો પ્રત્યે અનુકંપા અને દાનવૃત્તિ રાખવાનું ધ્યાન રાખે તો તેમાં કલ્યાણ જ છે.
કહેવાનો આશય એ છે કે, જે આનન્દ સ્વતન્ત્રતામાં છે તે આનંદ પરતન્ત્રતામાં નથી. એટલા માટે સ્વતન્ત્રતાને ભૂલી ન જાઓ- આજના લેકે પરાવલંબી થઈ રહ્યા છે અને તેમની આવશ્યક્તાઓ એટલી બધી વધી જવા પામી છે કે તેમને સ્વતન્નતા વિષે વિચાર કરવાનો વખત જ મળતો નથી. આવી પરાધીન દશામાં બીજાની અનુકંપા કેવી રીતે થઈ શકે ? છ પ્રત્યે અનુકંપા કરવા માટે પોતાની આવશ્યકતાઓને ઓછી કરવી આવશ્યક છે. પિતાની આવશ્યકતાઓને ઓછી કરવી તે પોતાનાં સાંસારિક બંધનોને શિથિલ કરવા સમાન છે એટલા માટે સ્વતંત્રતાની ભાવનાને હૃદયમાં સ્થાન આપી સાંસારિક બંધનોને તેડવાનો પ્રયત્ન કરે તો તેમાં સ્વ-પરનું કલ્યાણ જ છે.