________________
૭૪ ]
૨ વ્યાખ્યાન સંગ્રહ
[ મોરબી
ભોગ તે કરે છે અને તેને નાશ પણ થતે જુઓ છો, પરંતુ તે વસ્તુઓને દાનમાં બહુ થે ઉપયોગ કરે છે. અત્યારે વસ્તુઓને ભેગ અને નાશ તો થતો જોવામાં આવે છે પરંતુ વસ્તુઓને દાનમાં ઉપયોગ થતો બહુ જ ઓછા પ્રમાણમાં જોવામાં આવે છે. આ જમાનામાં બહુ બેકારી છે એમ કહેવામાં આવે છે, પરંતુ વસ્તુઓને ભોગ અને નાશ કરવામાં કાંઈ ઊણપ આવી છે? ઊણપ તે વસ્તુઓના દાનમાં જ આવી છે. અત્રે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે, વસ્તુઓને ભેગ અને નાશ કરવા માટે તે આખરે પશ્ચાત્તાપ થશે, પરંતુ વસ્તુઓને દાનમાં ઉપયોગ કરવાથી પશ્ચાત્તાપ કરવાનો વખત નહિ આવે. એટલા માટે પ્રાપ્ત થએલી સંપત્તિને ભેગ અને નાશમાં જ દુરુપયોગ ન કરે, પરંતુ તે સંપત્તિને દાનમાં સદુપયોગ કરવાનું શીખે. * .
કેટલાક લેકે તે દાન કરવામાં પણ પાપ માને છે. તે લોકોની એવી માન્યતા છે કે, આપણે લોકોને દાન આપીએ અને દાન લેનાર કોઈ પાપકર્મ કરે તો તે બધાં કામનું પાપ અમને લાગે વગેરે. મારવાડમાં પણ આવી માન્યતાવાળા લે છે. આ લેકેની વચ્ચે મેં ભ્રમણ કરી તે લોકોની આ દુર્ભાવનાને દૂર કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો અને આ માન્યતા ઠીક નથી એમ તે લેકેને સમજાવ્યું હતું. દાનમાં વિવેક રાખવાની આવશ્યકતા તે અવશ્ય છે પરંતુ દાનમાં પાપ જ છે એમ માનવું અનુચિત છે. લેકેને દાનમાં પાપ માનવાની વાત જલ્દી પસંદ પડે છે, કારણ કે, આમાં કાંઈ દેવું પણ પડતું નથી અને ધર્મ પણ થઈ જાય છે. આવી વાત લેકેને જલદી પસંદ આવે એ સ્વાભાવિક છે. દાનમાં વિવેક રાખવો એ તો સારું છે પરંતુ દાનમાં પાપ જ માનવું એ ખરાબ છે. આ તે એના જેવી વાત થઈ કે, બીજ નષ્ટ થઈ જશે એ ભયથી બીજ જ વાવવું નહિ. એક ખેડુત તે ખેતી કરે છે અને બીજનું આરોપણ કરે છે, ત્યારે બીજો ખેડુત ખેતી કરે છે પરંતુ બીજે નષ્ટ થઈ જશે એ ભયથી બીજ જ વાવતો નથી. આ બન્ને ખેડુતો માં તમે કોને સારો કહેશે? આજ પ્રમાણે એક માણસ એવો છે કે, જે દાનમાં વિવેક તે રાખે છે પરંતુ દાન આપે છે, અને બીજો માણસ એવો છે કે જે દાન લેનારનું પાપ પિતાને લાગશે એ ભયથી દાન જ આપતા નથી. આ બન્નેમાં એ જ માણસ સાર કહેવાય કે જે દાન આપે છે. દાન જ ન આપવું એ તો બીજ જ ન વાવવા સમાન છે. એટલા માટે દાનમાં વિવેક રાખી દાન તે અવશ્ય આપવું જોઈએ. પાપના ભયથી દાન જ ન આપવું તે ઊચત નથી જ.
સાંભળવામાં આવ્યું છે કે, અમેરિકામાં એકવાર બે મિત્રો જઈ રહ્યા હતા. રસ્તામાં એક લંગડો માણસ બેઠેલે જોવામાં આવ્યા. તે મિત્રોમાંથી એક મિત્રે તે લંગડા માણસ ઉપર દયા લાવી પિતાના ખીસ્સામાંથી થેડા રૂપિયા આપ્યા. આ જોઈ બીજા મિત્રે પેલા મિત્રને કહ્યું કે, તમે આ અપંગ માણસને રૂપિયા તે આપ્યા, પરંતુ તેથી કાંઈ તેનું ભિખારીપણું દૂર થયું નહિ. તે તે આખરે ભિખારી જ રહ્યો. તમારું આ દાન કરુણાદાને તે અવશ્ય છે, પરંતુ તેને એવું દાન આપવું જોઈએ કે જેથી તેનું ભિખારીપણું જ મટી જાય અને વાસ્તવમાં આવું દાન કરવું એ જ સાચું દાન છે. આ પ્રમાણે કહીને તે બીજે મિત્ર તે અપંગ માણસને પિતાના ઘેર લઈ ગયો. ત્યાં તેણે તે અપંગને હુન્નર-ઉદ્યોગ શીખડાવ્યો અને લાકડા તથા રમ્બર આદિને કૃત્રિમ પગ બનાવીને બંધબેસ્તો કરી દીધે, કે જેથી તે હુન્નરઉદ્યોગ દ્વારા પિતાનું તથા બીજાઓનું પણ પિષણ કરવા માટે સમર્થ બની શકો. દાન તો