SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યકત્વ પરાકમ–૩૩ મે બેલ * चहत्ता भारहं वासं, चक्कवट्टी महडिओ। सन्ती सन्तिकरे लोए, पत्तो गइमणुत्तरं ॥ उ० १८-३८ इक्खागरायवसभो, कुन्थू नाम नरीसरो। विक्खायकित्ती भगवं, पत्तो गइमणुत्तरं ॥ उ० १८-४० અર્થાત –જેમનો આખા ભરતખંડ ઉપર અધિકાર હતો તે ભગવાન શાન્તિનાથે તથા ભગવાન કુબ્યુનાથે પોતાની બધી ઋદ્ધિનો ત્યાગ કર્યો હતો. તેમણે ત્યાગ શા માટે કર્યો હતો ? એટલા જ માટે કે તેમને તે ઋદ્ધિમાં પરતન્નતા જણાઈ હતી. તે ઋદ્ધિમાં તેમને સ્વતંત્રતા જણાઈ નહિ. તેઓએ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે જ રાજ્યની ઋદ્ધિને ત્યાગ કર્યો હતો. ભગવાન શાન્તિનાથ ચક્રવર્તી રાજા હતા, છતાં તેમણે રાજપાટનો શાન્તિ પ્રાપ્ત કરવા માટે જ ત્યાગ કર્યો હતો. ત્યાગથી જ શાંતિ મળે છે. કોઈ દિવસ ભોગથી શાન્તિ મળી શકે નહિ. કોઈને ભેગથી શાન્તિ મળી નથી, મળે નહિ અને મળશે પણ નહિ. એટલા માટે ભગવાન શાન્તિનાથે બતાવેલ શાન્તિનો માર્ગ પકડવા માટે ત્યાગને જીવનમાં સ્થાન આપે તે તેમાં કલ્યાણ છે. આ ઉપરથી કદાચ કોઈ એમ કહે કે, અમે લેકે જે કેવળ શાન્તિ રાખીએ તે બદમાશ લેકે અમને શાન્ત જ રહેવા દે નહિ! આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જે તમારામાં શાન્તિ હશે તો પછી તમને કોઈ અશાતિ પેદા કરી શકે જ નહિ! અશાન્તિ તો પિતામાં રહેલી અશાન્તિને કારણે જ પેદા થાય છે, એટલા માટે શાન્તિ પ્રાપ્ત કરવા ત્યાગ–ભાવનાને કેળવવા પ્રયત્ન કરે. તમે લેકે ' ત્યાગ તે કરે છે, પરંતુ ત્યાગ કરવાની રીતિ બરાબર ન હોવાને કારણે તમને શાતિ પ્રાપ્ત થતી નથી. ઉદાહરણ તરીકે એક ખેડુત ભીની જમીનમાં બીજ વાવે છે અને બીજે ખેડૂત સૂકી જમીનમાં બીજ વાવે છે. જે બીજ ભીની જમીનમાં વાવવામાં આવે છે તે બીજ તે અંકુરિત થાય છે. પરંતુ સૂકી જમીનમાં જે બીજ વાવવામાં આવે છે તે જલના અભાવે કેવી રીતે ઊગી શકે ? આજ પ્રમાણે તમે જે ત્યાગ કરે છે તે ત્યાગ સૂકી જમીનમાં બીજ વાવવા સમાન નિષ્ફળ જાય છે, અને ત્યાગ નિષ્ફળ થવાને કારણે તમને શાંતિ પણ પ્રાપ્ત થઈ શકતી નથી. કોઈ વસ્તુને જે અહંકારપૂર્વક તજવામાં આવે છે તે ત્યાગ શાન્તિ પ્રાપ્ત કરાવનાર અને પરમાત્માના શરણે લઈ જનારે સિદ્ધ થતો નથી. શાન્તિને પ્રાપ્ત કરાવનાર સાચો ત્યાગ તો તે જ છે કે જે ત્યાગ પરમાત્માને અભિમાન રાખ્યા વિના સમર્પવામાં આવે. પરમાત્માને સમર્પણ કરવાની દૃષ્ટિએ કરવામાં આવેલ ત્યાગ હમેશાં ફળદાયી નીવડે છે; કારણ કે આવો ત્યાગ કરનારને કોઈ દિવસ પશ્ચાત્તાપ કરવાનું કારણ રહેતું જ નથી. માને કે, તમે કઈ માણસને હજાર રૂપિયા ઉધાર આપ્યા છે. તે ઉધાર લેનારે દીવાળું કાઢ્યું. આવા સમયમાં ઉધાર રૂપિયા આપવાને કારણે તમને પશ્ચાત્તાપ થાય એ સ્વાભાવિક છે. પરંતુ જો તમે તે જ રૂપિયા દાનમાંબક્ષીસમાં કે મદદમાં આપ્યા હોય તે શું પશ્ચાત્તાપ થાય ખરે? નહિ. આ પ્રમાણે પરમાત્માને સમર્પણ કરવાની દૃષ્ટિએ જે ત્યાગ કરવામાં આવે છે તે ત્યાગને માટે પશ્ચાત્તાપ કરવાનું કારણ રહેતું નથી. પ્રત્યેક વસ્તુ, દાન, ભેગ અને નાશ એ ત્રણ અવસ્થાને પામે છે. તમે લકે વસ્તુને
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy