SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મારી. એક લેખમાં મારા જોવામાં આવ્યું હતું કે, કાઈ જગ્યાએ પાગલખાનામાં આગ લાગી હતી. કેટલાક દયાળુ લૉકા પાગલાને બહાર કાઢવા માટે દોડી આવ્યા; પણ તે પાગલા તે ઊલટા આગને જોઇને આનંદ માનવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અહીં રાજ તેા એક એ દીપક જ ખાળવામાં આવે છે પણ આજે તે હજારા દીપકને પ્રકાશ કરવામાં આવ્યા છે. આવા પ્રકાશવાળા સ્થાનમાંથી અમને બહાર નીકળવાનું શા માટે કહેવામાં આવે છે? તમે લાંકે ત્યાં હાત તા તમે તે વખતે એમ જ કહેત કે, આ પાગલા કેવા મૂખ છે કે તેઓ વિનાશને પણ પ્રકાશ માની રહ્યા છે! અહા! લેાકેાની કેવી દયનીય દશા છે! પાગલા ભ્રમમાં હોવાને કારણે જ વિનાશમાં પણ આનંદ માની રહ્યા છે. આજ પ્રમાણે આજના લાકા પણ બહારના ભપકાના ભ્રમમાં પડયા છે અને તે કારણે જ તે બહારનો ભપકા વધારવામાં જ આનંદ માની રહ્યા છે. આ પ્રમાણે બહારના ભપકાના ભ્રમમાં પડેલા લેાકાને જ્ઞાનીજનો કહી રહ્યા છે કે, આ બહારના ભપકામાંથી બહાર નીકળા, હિ તે તમે એ ભપકાના ભડકામાં જ ભસ્મીભૂત થઈ જશેા. જ્ઞાનીજને તે। આ પ્રમાણે બહારની ફેશનમાંથી નીકળી જવાની ચેતવણી આપે છે, પરંતુ ફેશનના શાખાન લાંકા જ્ઞાનીજનેાની આ ચેતવણીને અવગણે છે અને આ અવગણના કરવાથી તે લેાકાને આખરે દુઃખ જ સહેવું પડે છે. કારણ કે બહારની ફેશન વધારવાથી પરાધીનતા વધે છે અને પરાધીનતામાં દુ:ખ રહેલું છે. સ્વામી વિવેકાનંદ કે જેઓ યુરાપ–અમેરિકા આદિ દેશમાં ધર્મપ્રચાર કરી જ્યારે ભારતમાં પાછા ફર્યાં હતા ત્યારે કાઈ જગ્યાએ પેાતાના અનુભવા વર્ણવતાં પાતાનાં ભાષણુમાં કહ્યું હતું કે, અત્યારે આખા યુરોપ દેશ જ્વાલામુખીના શિખરે બેસેલા છે. આ જ્વાલામુખી કયારે ફાટશે અને ક્યારે યુરોપને વિનાશ થશે તે કહી શકાય નહિ. આજ પ્રમાણે આજની ફેશન પણ એક જ્વાલામુખીના શિખરે પહોંચેલી છે. આ ફેશદ્વારા કયારે વિનાશનાં પગરણ થશે એ કહી શકાય નહિ. આજે કેટલાક લેાકેા પેરિસ આદિ પાશ્ચાત્ય નગરામાં જઈ તે અને ત્યાંના બાઘુ ભપકા જોઈને એમ કહે છે કે, ‘બધા આનંદ તેા આ દેશમાં જ છે: અમે તા હજી જંગલી દશામાં જ છીએ. ' આ પ્રમાણે માનનાર લોકાને એ વાતનું ભાન નથી કે, આ બાહ્ય ભપકા પાછળ કેવી અને કેટલી પરતન્ત્રતા ભરેલી છે ? જે લેાકેાએ આ બાઘુ ભપકાને ત્યાગ કર્યાં છે તે લેાકેાને તમે મૂર્ખ માને છે. પરંતુ જો તમે આ બાઘુ ભપકાથી સ્વતન્ત્રતા મળે છે કે પરતન્ત્રતા વધે છે તેને ઊંડા વિચાર કરા તે તમે લેાકેા તમારા પૂર્વજોને મૂર્ખ કહી શકે। નિહ. ખરી રીતે તે તમે, બાહ્ય ભપકાને ત્યાગ કરનાર તમારા પૂર્વજોને મૂર્ખ કહીને, તમારી મૂર્ખાનું જ પ્રદર્શન કરા છે. Y આજે સ્વતન્ત્રતાની ભાવના એછી થઇ રહી છે અને એ જ કારણે ત્યાગી પૂર્વજોને મૂર્ખ માનવામાં આવે છે. જેમકે રાજા હરિશ્ચન્દ્ર વિષે એમ કહેવામાં આવે છે કે, હિરશ્રન્દ્રે પેાતાનું રાજ્ય એક અયેાગ્ય વ્યક્તિને આપી દીધું એ મૂર્ખતા નહિ તેા ખીજાં શું છે? પરંતુ જેમણે આટલા બધા ત્યાગ કર્યાં હતા તેમને મૂર્ખ કહેવા એ શું ઉચિત છે? હરિશ્ચન્દ્રે કદાચિત્ વચનબદ્ધ થઇ જવાને કારણે પેાતાના રાજ્યને ત્યાગ કર્યાં હતા પરંતુ શાસ્ત્ર તે। ત્યાં સુધી કહે છે કેઃ—
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy