________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ–૩૩ મે બોલ
કોઈ પ્રકારની પ્રાર્થના કરવાની હોય જ શાની? આ પ્રમાણે જે સાધુ સંભોગને ત્યાગ કરી નિરાવલંબી, નિર્વિકલ્પી, અપ્રાથ, અસ્પૃહી અને અનભિલાષી બને છે તે સાધુ શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહેલી ઉત્તમ પ્રકારની બીજી સુખશયા (શાન્તિ) પામીને વિચરે છે.
જેની ઉપર શયન કરવામાં આવે તે શા કહેવાય છે. શા બે પ્રકારની હોય છે. એક તો સુખશયા અને બીજી દુઃખશયા. જે બીજાના આધારે રહે છે તે દુઃખશયા ઉપર શયન કરનારે છે. અને જે પિતાના આધારે જ રહે છે, બીજાને આધાર લેતો નથી તે સુખશા ઉપર શયન કરનારે છે. બીજાના આધારે રહેવું એ પરાધીનતા છે અને પિતાને આધારે રહેવું એ સ્વાધીનતા છે. પરાધીનતા સમાન કઈ દુઃખ નથી અને સ્વાધીનતા સમાન કેઈ સુખ નથી. પરતતાપૂર્વક ખાવા માટે મિષ્ટાન્ન મળતું હોય તે સારું નહિ. તેના કરતાં સ્વતંત્રતાપૂર્વક લૂખે, સૂકે રેટલ ખાવા મળતો હોય તે સારું. જે આનંદ સ્વતન્ત્રતામાં છે, તે આનંદ પરતન્ત્રતામાં સ્વને પણ આવતું નથી.
આજે લેકે સ્વતંત્રતાને ભૂલી રહ્યા છે અને ગતાનુગતિક રીતિ પ્રમાણે બહુજન જે કાર્યને અપનાવે છે તે કાર્યને કરવા માંડે છે. પરંતુ આ તેમની ભૂલ છે. વધારે માણસો જે કામ કરે તે કામ કરવું જ જોઈએ એ ઠીક કેવી રીતે કહી શકાય? શું વધારે પ્રમાણમાં લેકે અપ્રામાણિક અને વિશ્વાસઘાતી હતા નથી? જે હોય છે તે શું એ દશામાં તે લોકોનું અનુકરણ કરવું ઉચિત કહેવાય ? એટલા માટે બહુજનસમાજ જે કાર્ય કરે છે તે કાર્ય કરવું જ જોઈએ એવું ધોરણ ન રાખે. પરંતુ બહુજનસમાજના કાર્યની નકલ ન કરતાં આત્માનું કલ્યાણ થાય એવું કાર્ય કરવાનો પ્રયત્ન કરે. આ
શાસ્ત્રાનુસાર સુખ સ્વાધીનતામાં જ છે. એ વાત બીજી છે કે આજે તમે લેકે પરવશ થઈ જવાને કારણે તાત્કાલિક પરાધીનતાને ત્યાગ કરી શક્તા નથી, પરંતુ એવી દશામાં તમારે સ્વતન્નતાને ભૂલી જવી ન જોઈએ. સ્વાધીનતાના સિદ્ધાન્તને આદર્શ તો દૃષ્ટિ સમક્ષ રાખવો જ જોઈએ. જો તમે પરાધીનતાને જ સર્વસ્વ માની બેસે અને સ્વાધીનતાને તદ્દન ભૂલી જ જાઓ તો એ દશામાં પરત—તાના દુઃખમાંથી મુક્ત થવું પણ મુશ્કેલ થઈ જશે. સ્વાધીનતાના સિદ્ધાન્તનો આદર્શ જે દૃષ્ટિ સમક્ષ રાખવામાં આવે અને તે આદર્શને પહોંચવાનો યથાશક્ય પ્રયત્ન કરવામાં આવે તે કોઈ દિવસ પરાધીનતાના દુઃખમાંથી મુક્ત થઈ શકાશે; પરંતુ જો તમે સ્વાધીનતાના સિદ્ધાન્તને તદ્દન ભૂલી જ જાઓ તો એ દશામાં પરાધીનતાના દુઃખથી મુક્ત થવું મુશ્કેલ છે.
માને કે, એક કેદીને કેદખાનામાં પૂરવામાં આવ્યો છે અને એક પાગલને પાગલખાનામાં પૂરવામાં આવ્યો છે. હવે આ બન્ને જણે પોતાના બંધનમાંથી ક્યારે છૂટી શકે? કેદીને તે જેલમાંથી છૂટવાની અવધિ બાંધેલી છે પરંતુ પાગલનું મગજ જ્યારે શાન્ત અને સ્થિર થાય ત્યારે જ તે પાગલખાનામાંથી છૂટી શકે છે. મગજ સ્થિર અને શાન્ત થયા વિના પાગલ પાગલખાનામાંથી છૂટી શકતું નથી. જ્ઞાની અને અજ્ઞાનીમાં આવું અન્તર છે. અપરાધ તે જ્ઞાનીઓથી પણ થાય છે. પરંતુ જ્ઞાનીના અપરાધના દંડની અવધિ હોય છે, અને અજ્ઞાનીના અપરાધના દંડની કઈ અવધિ હોતી નથી. અને તેથી જ્યારે અજ્ઞાનીનું અજ્ઞાન ફીટે છે ત્યારે જ તે દુઃખમાંથી છૂટે છે. આ પ્રમાણે અજ્ઞાનપણું એ એક પ્રકારનું ગાંડપણ છે. એટલા માટે સ્વતન્નતા શું ચીજ છે તેનું જ્ઞાન કરે.