________________
૭૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મોરબી
જોઈએ. જો તમે તૃષ્ણાને નાશ કરાવવા ચાહો છો તે તમારે તૃષ્ણને નાશ થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. જો તમે અત્યારે તૃષ્ણાનો નાશ કરી શકે એવી સ્થિતિમાં ન હો તે, તૃષ્ણાત્યાગી મહાપુરુષને આદર્શ સ્વીકારી તૃષ્ણાનો નાશ થાય એવો પ્રયત્ન કરે તે તમે તૃષ્ણને ત્યાગ પણ કરી શકશે અને આત્માનું કલ્યાણ પણ સાધી શકશે.
તૃષ્ણને નાશ કેવી રીતે થાય અને આત્માનું કલ્યાણ કેવી રીતે થાય એ વાત હવે શાસ્ત્રદ્વારા સમજાવું છું – સમ્યકત્વ પરાક્રમ-બેલ તેત્રીસમો (ચાલુ)
જે સહવાસથી પારસ્પરિક લાભ થતો હોય તે સહવાસને સંભોગ કહેવામાં આવે છે. સંજોગ વિષે કાલે વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવી છે. આજે સંભોગના ત્યાગથી શે લાભ થાય છે તે વિષે વિચાર કરવામાં આવે છે.
સંભોગનો ત્યાગ કરવાથી નિરાવલંબી બની શકાય છે. જો કે, સંભોગ પારસ્પરિક લાભને માટે કરવામાં આવે છે, પરંતુ સંભોગમાં પરતંત્રતા તો હોય જ છે. એટલા માટે શક્તિ અને સાહસ હોય તો આ પરતંત્રતાને દૂર કરવા માટે સંભોગને પણ ત્યાગ કરવામાં આવે છે. જ્યાં લાભ હોય છે ત્યાં પરતંત્રતા પણ હોય જ છે; એટલા માટે સ્વતંત્ર બનવા માટે તે લાભથી વંચિત રહેવું અને સંજોગને પણ ત્યાગ કરવો આવશ્યક છે.
સંગમાં રહેવાથી બીજાનું આલંબન લેવું પડે છે. પરંતુ જે સંગને ત્યાગ કરવામાં આવે તે નિરાવલંબી બની શકાય છે. સંભોગનો ત્યાગ કરવો તે પિતાની શક્તિ અને સાહસ ઉપર આધાર રાખે છે. શક્તિ અને સાહસ ન હોય તે સંજોગો ત્યાગ કરવાનું કઈ કહેતું નથી. ઉદાહરણ તરીકે, આજે જે તમને રેલ્વેમાં બેસવાનો ત્યાગ કરવાનું કહેવામાં આવે તે શું તમે લેકે તેનો ત્યાગ કરી શકશે ? તમે જવાબમાં એમજ કહેશે કે, રેલવેમાં બેસવાનો ત્યાગ કરવાથી અમારું કામ ચાલી શકે નહિ. પરંતુ તમારા પૂર્વજોનું કામ રેવેની સહાયતા વિના ચાલી શકતું હતું કે નહિ? જે ચાલી શકતું હતું તે પછી તમારું કામ શા માટે ચાલી શકે નહિ ? આ ઉપરથી અત્રે એ જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, સાધનનાં આધિક્યથી શક્તિને નાશ થાય છે. એટલા માટે સાધનો ત્યાગ કરવો જોઈએ.
સંગના ત્યાગથી આલંબનને ત્યાગ થાય છે. આલંબનનો ત્યાગ કરવાથી આયત અર્થની સિદ્ધિ થાય છે. અર્થાત સંભોગ અને આલંબનનો ત્યાગ કરવાથી સંયમ અને મેક્ષના આધાર સિવાય બીજો આધાર રહેતો નથી. સંભોગના ત્યાગને પ્રત્યક્ષ લાભ એ થાય છે કે. પિતાને જ લાભથી સંતુષ્ટિ થાય છે અને બીજાના લાભની આશા રહેતી નથી. પરિણામે હૃદયમાં એવાં સંકલ્પવિકલ્પ પેદા થતા નથી કે કોઈ મને અમુક વસ્તુ આપે” અથવા “અમુક અમુક વસ્તુ શા માટે આપી નહિ ?” અથવા “ મને બીજા પાસેથી અમુક વસ્તુ મળે” એવી તેને સ્પૃહા પણ રહેતી નથી, અને તે કારણે “મારું અમુક કામ કરી આપ” એવી પ્રાર્થના પણ કરવી પડતી નથી. જેને કોઈ પ્રકારની અભિલાષા હોય તેને બીજાની પાસે પ્રાર્થના કરવાની હોય છે. પરંતુ જેને બીજાની સહાયતા લેવાની ઈચ્છા જ નથી, અને જે બીજાના લાભની આશા રાખતો નથી તેને બીજા પાસે