________________
ચાતુર્માસ ]
પ્રાર્થના વિચાર
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૪ શ્રાવણ શુદ ૪ શનિવાર
પ્રાર્થના
પ્રતિસેન ’ નરેશ્વર કા સુત, ‘પૃથ્વી' તુમ મહતારી; સુગણ સ્નેહી સાહબ સાચા, સેવકને સુખકારી.
[ ૬૯
શ્રી જિનરાજ સુપાર્શ્વ, પૂરા આશ હમારી ॥ ૧ ॥ —વિનયચંદ્રજી કુંભટ ચાવીશી.
શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં પરમાત્માને એવી વિનંતિ કરવામાં આવી છે કે, હે પ્રભો ! અમારી આશા પૂરી કર. આ પ્રમાણે ભક્તજને પરમાત્માની પાસે સકળ આશા પૂરી કરવાને વિશ્વાસ રાખે છે. જેમને જેમની ઉપર પૂર્ણ વિશ્વાસ હાય છે તે તેમની પાસેથી સકળ આશા પૂર્ણ કરવા ચાહે જ છે. આ જગતને વ્યવહાર છે. પરંતુ અત્રે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, પરમાત્મા તેા કામનાતીત છે, તે પછી તેમની પાસે કઈ વાતની આશા પૂરી કરવાની તેમને પ્રાના કરવામાં આવે છે?
આ પ્રશ્નના ઉત્તરમાં ભક્તજને કહે છે કે, અમારી આશા પરમાત્મા સિવાય બીજું કાઈ પૂરી કરી શકે એમ નથી એટલા જ માટે અમે પરમાત્માને પ્રાના ીએ છીએ કે, હે પ્રભો ! અમારી આશા પૂરી કર.
જે લેાકાને એવા વિશ્વાસ છે કે, પરમાત્મા જ અમારી આશા પૂરી કરી શકે એમ છે, બીજું કાઇ અમારી આશા પૂરી કરી શકે એમ નથી તે લેાકેાને મારે તે કાંઇ કહેવાનું જ નથી. પરંતુ જે લેાકા બુદ્ધિવાદના પ્રપંચમાં સપડાઇ ગયા છે તે લોકાને આ વાત ઉપરથી વિશ્વાસ બેસી શકતા નથી. એટલા માટે તે લેાકેાને અત્રે એટલું જ કહેવાનું છે કે, તમે બુદ્ધિવાદના ફંદામાંથી નીકળી આત્મવાદ- તરફ દષ્ટિપાત કરી તે। તમને પણુ જણાશે કે, પરમાત્મા વિષે ભક્તજનાનું કથન બરાબર છે. સસારમાં જે વૃક્ષ છે તે મીઠું – ખારૂં ફળ તે આપે જ છે. પરંતુ જેવું ફળ કલ્પવૃક્ષથી મળી શકે છે તેવું ફળ શું બીજા વૃક્ષામાંથી મળી શકે છે? નહિં. આ જ પ્રમાણે બીજા લોકો પણ આશાની પૂર્તિ કરી શકે છે, પરંતુ પરમાત્મા કલ્પવૃક્ષ સમાન છે. એટલા માટે તેમનાથી આશાની જે પૂર્તિ થાય છે તેવી આશાની પૂર્તિ બીજાં કાઇ કરી શકતું નથી. જે પ્રમાણે કલ્પવૃક્ષ પાસેથી ષ્ટિ ફળ મળી શકે છે તે પ્રમાણે પરમાત્મા પાસેથી પણ ધૃષ્ટ આશાની પૂર્તિ થઈ શકે છે. બીજા લેાકા પાસે આશાની પૂર્તિ કરાવવાથી તૃષ્ણા વધવા પામે છે, પરતુ પરમાત્મા પાસે આશાની પૂર્તિ કરાવવાથી તૃષ્ણાને નાશ જ થઇ જાય છે. એટલા માટે તૃષ્ણા–આશાને નાશ કરવા માટે જ ભક્તજન પરમાત્માને પ્રાર્થના કરે છે કે, હે પ્રભો ! મારી આશા પૂરી કરે. તૃષ્ણાને નાશ થાય એજ હું ચાહું છું.
વાસ્તવમાં તૃષ્ણાને નાશ થાય એવી આશાની પૂર્તિ જ પરમાત્મા પાસે કરાવવી