SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ–૩૩ મે બેલ [ ૬૭ નગરીમાં આવી હતી. વિવાહોત્સવ સાનંદ ઊજવ્યા બાદ જ્યારે શ્રી કૃષ્ણની રાણુઓ દ્વારકા પાછી જવા લાગી ત્યારે દ્રૌપદી તેમને વળાવવા માટે ગઈશ્રી કૃષ્ણની પટરાણી સત્યભામાં બહુ જ ભોળી હતી, અને એટલાજ કારણે ભળી ભામાની કહેવત પ્રસિદ્ધ થવા પામી છે. તે ભળી સત્યભામાએ માર્ગમાં દ્રૌપદીને કહ્યું કે હું તમને એક વાત પૂછવા ચાહું છું. દ્રૌપદીએ જવાબમાં કહ્યું કે, તમે મારાથી મોટા હોવાને કારણે તમને પ્રત્યેક વાત પૂછવાને અધિકાર છે. સત્યભામાએ દ્રૌપદીને પૂછ્યું કે, અમારે એક જ પતિ છે છતાં તેઓ અમારા વશમાં રહેતા નથી અને તમને પાંચ પતિ હેવા છતાં પાંચેય પતિ તમારા વશમાં રહે છે. એટલા માટે હું તમને એ વાત પૂછવા ચાહું છું કે, તમે કઈ એવો વશીકરણ મ– જાણો છો કે જેના પ્રભાવે તમારા પાંચેય પતિ તમારા અધીન રહે છે ? જે કઈ એવો વશીકરણ મ– તમે જાણતા હો તે તે મન્ત્ર મને પણ બતાવો ને ? સત્યભામાના પ્રશ્નના ઉત્તરમાં દ્રૌપદીએ કહ્યું કે, હું એવો વશીકરણ મંત્ર જાણું છું પણ મને લાગે છે કે તમે કમળાંગી હોવાને કારણે તે મન્ક સાધી શકશો નહિ. સત્યભામાએ કહ્યું કે, હું એ મન્ટને અવશ્ય સાધી શકીશ. તમે મને એ વશીકરણ મન્ચ બતાવે. મને તે મન્ચની ખાસ જરૂર છે. આવા વશીકરણ મંત્રની આવશ્યકતા કોને નહિ હોય ? આવા વશીકરણ મંત્રને તો બધા લેકે ચાહે છે. પિતા પુત્રને, પુત્ર પિતાને, પતિ પત્નીને, પત્ની પતિને અને આ પ્રમાણે લેકે એકબીજાને પોતાના વશમાં કરવા ચાહે છે, પરંતુ આ મંત્રને સાધવામાં આવે ત્યારે જ બધાને વશમાં કરી શકાય છે. સત્યભામાના પ્રશ્નના ઉત્તરમાં દ્રૌપદીએ કહ્યું કે, હું જે વશીકરણ મંત્રદ્વારા બધાંને વશમાં રાખું છું તે મંત્ર એ છે કે, બીજાના વશમાં પિતે રહેવું. આ મંત્રદ્વારા જેને ચાહે તેને વશમાં કરી શકાય છે. આ મંત્રને કેવી રીતે સાધવે એને ઉપાય મારી માતાએ મને બતાવ્યો છે. મારી માતાએ મંત્ર સાધવાનો ઉપાય બતાવતાં કહ્યું છે કે, પતિ ઊઠે તે પહેલાં ઊઠી જવું. પછી પતિની આવશ્યકતાની પિતાના હાથે પૂર્તિ કરવી. દાસ-દાસીના આધારે બેસી ન રહેતાં પિતાના હાથે બધું કામ કરવું અને પિતાને દાસ-દાસી કરતાં મેટી દાસી માનવી. આ પ્રમાણે પિતાને નમ્ર માનીને બધું કામ કરવું. વડિલેની મર્યાદા સાચવવી. બધાંની સેવા-સુશ્રુષા કરવી અને બધાને ભોજન કરાવ્યા બાદ પોતે ભોજન કરવું અને બધાંને સુવાડ્યા બાદ પોતે શયન કરવું. કામ કરતાં અવકાશ મળે તે બધાને કર્તવ્ય અને ધર્મનું ભાન કરાવવું. આ પ્રમાણે કર્તવ્ય-પરાયણતાનો પરિચય આપી પિતાની ચારિત્રશીલતાનો પ્રભાવ પાડો. વશીકરણ મંત્રને સાધવાનાં આ ઉપાય છે. આ ઉપાય દ્વારા વશીકરણ મંત્રને બરાબર સાધવામાં આવે તે પિતાના પતિને તથા અન્ય કુટુંબીજનોને પિતાના વશમાં કરી શકાય છે. તમે પણ જો આ ઉપાય દ્વારા મંત્રને સાધે તો શ્રીકૃષ્ણ પણ તમારા વશમાં અવશ્ય આવી જશે. તમે લેકે પણ આ વશીકરણ મંત્રને સાધવાનો પ્રયત્ન કરે. સાહસ અને શક્તિદ્વારા મંત્રને સાધવાનો પ્રયત્ન કરે તે તમે પણ આ મંત્રને અવશ્ય સાધી શકે. પણ જે તમે સાહસપૂર્વક મંત્ર સાધવાનો પ્રયત્ન જ ન કરે અને બીજાના આધારે જ રહે. તે એ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy