SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ સારમી એવી આશા જ રહેતી નથી કે અમારી કાઈ સેવા કરશે અને આવી આશા ન રાખવાને કારણે તેમને કાઈ પ્રકારનું દુઃખ પણ થતું નથી. આ જ પ્રમાણે હું પણ તે મૃગેની માફક નિરાવલંબી રહીશ અને નિરાવલંબી રહેવાને કારણે વ્યાધિ પેદા થયે મને પણ દુઃખ થશે નહિ. આ પ્રમાણે સભાગને ત્યાગ કરવાથી સાધુ નિરાવલંબી અને છે. નિરાવલંબી થવાનું નામ જ સભાગના ત્યાગ કરવા. પરંતુ એમ થવું ન જોઇએ કે સભાગને ત્યાગ કરનાર, સાધુએનું તે આલંબન લે નહિ પણ તેને બદલે, ગૃહસ્થાનું આલંબન લે અને તેમની પાસે સેવા કરાવવા લાગે. આ ઉપરથી કાઈ એમ કહે કે, ગૃહસ્થાનું આલંબન લીધા વિના અમારું કામ ચાલી શકતું નથી; કારણ કે અમે કાઇનું આલંબન લીધા વિના અમારું કામ ચલાવી શકીએ એવી અમારામાં શક્તિ નથી. આ પ્રમાણે કહેનારને એમ જ કહેવું જોઈએ કે, જો તમારામાં આલેખન લીધા વિના તમારું કામ ચલાવી લેવાની શક્તિ નથી તેા પછી તમે સભાગને શા માટે ત્યાગ કર્યાં ? અને જ્યારે તમે સંભાગના ત્યાગ કર્યાં છે તેા સભાગને ત્યાગ તે નિરાવલંબી થવા માટે જ કરવામાં આવે છે. ભગવાન કહે છે કે, સભાગને! ત્યાગ કરવાથી નિરાવલંબી બની શકાય છે. અવલંબન લેવાથી તિરસ્કારવૃત્તિ પેદા થાય છે. એટલા માટે સભાગને ત્યાગ કરનાર સ્વાવલંબી અને છે, અર્થાત્ તે કાઈની સહાયતાની અપેક્ષા રાખતા નથી. જેમકે કવિ કાલિદાસે રઘુવંશી રાજાનું વર્ણન કરતાં કહ્યું છે કે: વવોર્ય ગુપ્તા । મનુઃ પ્રવૃતિઃ । અર્થાત્—પોતાની રક્ષા કરવા માટે પોતે સમર્થ હેવાને કારણે રઘુવંશી રાજા એકલા વનમાં ગયા. જોકે તે રાજા વ્યવહારદષ્ટિએ પેાતાની સાથે રક્ષકાને રાખતા હતા, પરંતુ તેને પેાતાને એવા વિશ્વાસ હતા કે, રક્ષા મારી રક્ષા કરી રહ્યા નથી, પરંતુ હું રક્ષકાની રક્ષા કરી શકું એમ છું. આ પ્રમાણે તે રઘુવંશી રાજા પોતાની તથા બીજાની રક્ષા કરવામાં સમર્થ હતા અને એ કારણે જ તે વનમાં એકલા-કાઇને સાથે લીધા વિના—ગયા હતા. આ પ્રમાણે જેનામાં આલંબનરહિત રહેવાની ક્ષમતા હોય છે, અને જે કાઈની સહાયતાની અપેક્ષા રાખતા નથી તે જ સંભાગને ત્યાગ કરી શકે છે. આ પ્રમાણે આલંબનને ત્યાગ કરનાર જ સંભાગના ત્યાગી કહેવાય છે. પ્રજા તે જ રાજાને માન આપે છે કે જે રાજા પેાતાની તથા પ્રજાની પણ રક્ષા કરતા હાય. જો રાજા પોતે પેાતાની જ રક્ષા બીજા પાસે કરાવતા હાય તા તે રાજાને પ્રજા કેવા કાયર કહે અને તે કાયર રાજાને પ્રજા ઉપર પ્રભાવ પણ શું પડે ? આજ પ્રમાણે સ્વાવલંબી થવાથી અને પેાતાની રક્ષા કરવામાં પેાતે સમર્થ બનવાથી તથા બીજાની સહાયતાની અપેક્ષા ન રાખવાથી જ સાધુ સંભાગના ત્યાગ કરી શકે છે. જે વ્યક્તિ પેાતાનું કામ પાતે કરી ખીજાનું કામ કરવામાં સમર્થ બને છે તે જ વ્યક્તિ પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી શકે છે અને બીજા ઉપર પેાતાનેા પ્રભાવ પણ પાડી શકે છે. આ વાતને એક પ્રાચીન ઉદાહરણુદ્વારા સમજાવું છું:— વિરાટ નગરીમાં પાંડવા અજ્ઞાતવાસને સમાપ્ત કરી હમણાં જ પ્રસિદ્ધ થયા હતા. તેઓ પેાતાને પ્રસિદ્ધિમાં આણવા માટે અભિમન્યુના વિવાહ ઉત્તરાની સાથે ધામધૂમપૂર્વક ઊજવી રહ્યા હતા. આ વિવાહેાત્સવમાં ભાગ લેવા માટે શ્રી કૃષ્ણની બધી રાણીએ પણ વિરાટ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy